________________
પરિશિષ્ટ ચાર
૯૫
પ્રકારના શિલ્પોમાં ઉઘાડા પગ અને વેશભૂષાની જે લાક્ષણિક્તા છે તે આ ખોદકામમાંથી પ્રાપ્ત માટીકામ સાથે વધારે સામ્ય ધરાવે છે.
પ્રસ્તુત ચર્ચાત્તે એવું ફલિત થાય છે કે આ સ્તૂપ ઈસ્વી ૨૦૧થી ૪00ની વચ્ચેના ૯ કે ઈસ્વી ૩૦૧થી ૪૦૦ વચ્ચેના સમયગાળામાં બંધાયો હોય. પરંતુ સ્તૂપના પેટાળમાંથી પ્રાપ્ત ક્ષત્રપ રાજા વિશ્વસેનના સિક્કા ઉપરથી આ મહાતૂપના નિર્માણકાર્યની ઉપલી સમયમર્યાદા ઈસ્વી ૩૦૧થી ૩૨૫ની વચ્ચે હોવાનું સૂચવી શકાય. વળી દેવની મોરીના ઉત્પનનમાંથી ક્ષત્રપ સિક્કાઓનો એક વધુ નિધિ પણ હાથ લાગ્યો છે, જેમાં રુદ્રસેન ૩જા (શક વર્ષ ર૭૦-૩૦૨)ના સિક્કાનો સમાવેશ થાય છે. આ ઉપરથી આ મહાતૂપના બાંધકામની નીચલી સમયમર્યાદા ઈસ્વી ૩૫૦થી ૩૭૫ વચ્ચે મૂકી શકાય. આ બધાં અર્થઘટનોના આધારે એનો રચનાકાળ ચોથી સદીના પ્રથમ ત્રણ ચરણ દરમિયાન હોવાનું સંભવી શકે છે. જેના આશ્રયે આ મહાતૂપ બંધાયો હતો તે મહાવિહાર પણ આ સૂચિત સમયના પૂર્વાર્ધમાં, ખાસ કરીને ચોથી સદીના પ્રથમ ચરણમાં બંધાયો હોવો જોઈએ.
૦
છ
જ
પાદનોંધ ૧. દેવની મોરીનાં ઉત્પનનકાર્યના સંપૂર્ણ અધિકૃત અહેવાલ સારુ જુઓ : ૨ ના. મહેતા અને
સૂ.ના.ચૌધરી, એસ્કવેશન એટ દેવની મોરી, (હવે પછી દેવની મોરી) ૧૯૬૭, વડોદરા. આ લેખની પાંચ પંક્તિ પૈકી દાબડાની ઊભી સપાટી ઉપર ત્રણ પંક્તિ અને તળિયાની સપાટી ઉપર બે પંક્તિ ઉત્કીર્ણ છે. આમ તો સમગ્ર લેખ છ શ્લોકમાં સમાવિષ્ટ છે પણ પથ્થર ઉપરની કોતરણી જગ્યાના સંદર્ભમાં સળંગ કરી છે અને તેથી કુલ પંક્તિ પાંચ છે. આ પ્રથમ શ્લોક અનુષુપ છંદમાં છે. વ્યાકરણની દૃષ્ટિએ સંસ્કૃતમાં સવિશંતિ જોઈએ, જ્યારે છંદની દૃષ્ટિએ સતાં જરૂરી છે. આ શ્લોક અને ત્રણ, પાંચ અને છ શ્લોક એમ ચારેય શ્લોક આર્યા છંદમાં છે. એનું બંધારણ ૧૨, ૧૮ અને ૧૨, ૧૫નું છે (જુઓ : હ.ગં.શાસ્ત્રી અને પુ.ના.ભટ્ટ, વિદ્યાપીઠ, સળંગ અંક ૧, પૃષ્ઠ
૯). ૫,૬ અને ૧૨. આ ત્રણેયમાં પાઠ આ રીતે વાંચો : મહાતૂપમ્, વિપક્ષમ્યમ્ અને ગા. સામાન્યતઃ
સંસ્કૃત લખાણમાં હલત્ત વાક્યાત્તે આ રીતે પમ્ લખાય છે જ્યારે અન્યથા ૬ અનુસ્વારથી
સમજાવાય છે. ૭,૮, ઐતિહાસિક લેખના ચોથા શ્લોકમાં ઉતરાર્ધમાં અગાઉ ઋમ્પિત્તિ ૨ પાશક્તિ પટ્ટી એવો પાઠ બંધ
બેસાડાયો હતો (જુઓ મહેતા અને ચૌધરી, જોઈ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૧૭૫). પરંતુ આ પંક્તિનું પુનઃ નિરીક્ષણ કરાતાં પીને સ્થાને પડ્ડી હોવાનું સ્પષ્ટ થયું. આથી વાસુદેવ વિષ્ણુ મિરાશીએ પાશક્તિ અને પૂછું એ નામના બે સ્થપતિઓ હતા એમ સૂચવ્યું અને અગાઉ અવલોકાયેલા ક્રાન્તિ અને પાશાન્તિ% એ બે ગામોનાં નામ નહીં હોવાનું પ્રતિપાદિત થયું (જુઓ વિશ્વેશ્વરાનંદ ઇન્ડોલૉજિકલ રીસર્ચ જર્નલ, પુસ્તક ૩, ભાગ ૧, પૃષ્ઠ ૧૦૧-૦૪). આ લેખકને પણ પ્રત્યક્ષ સ્વનિરીક્ષણથી
મિરાશીનું વાંચન યોગ્ય જણાયું છે. ૯. આ શ્લોક ગીતિ છંદમાં અને એનું બંધારણ ૧૨, ૧૮ અને ૧૨, ૧૮નું છે. ૧૦. થ્રિત: જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org