________________
ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે
અને ગુજરાતમાં અનેક લેખો–સેંકડો–છે જેમાં પ્રવર્તમાન શાસનકર્તાનું નામ દીધું ન હોય. તે મુદ્દાનું ચકાસણીમાં કોઈ જ મહત્ત્વ નથી. ગુજરાતના એક, મંત્રીવંશ સંબંધ આ લેખ નવું અજવાળું પાથરતો હોઈ મૂલ્યવાન છે.
(७)
શ્રી અત્રિએ ગિરનારથી પ્રાપ્ત થયેલા નવીન લેખોમાં એક વાઘેલા સમયનો— સં. ૧૨૯૯ (ઈ. સ. ૧૨૪૩)નો તેજપાળ મંત્રીના કાળનો એક અભિલેખ પ્રકટ કરેલો ૩૦. મૂળ અભિલેખ જોવાનો અવકાશ પ્રાપ્ત ન થયો હોવા છતાં પ્રસ્તુત લેખની વાચના કેટલાક સુધારા સાથે, અને તેની વિગતોના ખરા અર્થ સાથે સંપ્રતિ લેખના પ્રથમ લેખકે એક વિસ્તૃત ચર્ચાત્મક લેખ લખ્યો હતો. ત્યાર બાદ સન્ ૧૯૭૭માં શ્રી લક્ષ્મણ ભોજક અને સાંપ્રત લેખની પ્રત્યક્ષ વાચના કરી, તેમાં શ્રી અત્રિની વાચનાઓમાં અગાઉ જે જે સુધારાઓ સૂચવેલા તે સૌ સાચા ઠરવા ઉપરાંત કેટલાંક ખાલાંઓ અને અન્ય ખામીઓ પણ દૂર કરી શકાઈ. લેખની સાચી અને શક્ય હતી તેટલી વાચના હવે અહીં રજૂ કરીએ છીએ :
[पं० १] संवत्र १२९९ फागु सुदि ३ श्री उजयंतमहातीर्थे [पं० २] महामात्य श्रीवस्तुपालविहारे महं श्रीतेजपाल आदे[पं० ३] शेन साः षेढा लाहडेन श्रीनेमिनाथबिंबं षतकं च कारितं [पं. ४] प्रतिष्ठितं श्रीविजयसेणसूरिभिः ॥ श्रीशāजयमहा[पं. ५] [तीर्थे] श्रीआदिनाथबिंबं देवकुलिका डंडकलसादि सहिता [पं. ६]...बती-महं श्रीवस्तुपालकारित श्रीसाचउरदेवकुले महामा[पं. ७]...श्रीमहावीरबिं षातकं च श्रीअर्बुदाचलेमहामा [पं. ८]त्य श्रीतेजपालकारित श्रीनेमिनाथचैत्यजगत्यां देवकुलि[पं. ९]का० २ बिंबं ६ सपरिगरा श्रीजावालिपुरे श्रीपारस्वनाथदेव चै[पं० १०] त्यजगत्यां देवकुलिका श्रीरिषभनाथबिंबं वीजापुरे श्री ने[पं० ११] [मिनाथ ]बिंबं देवकुलिका डंडकलसादिसहिता [पं० १२] श्रीपल्हादनपुर [वास्तव्य वर] हुडिया साहु. ने [पं० १३] [मड].........साहु. षेढा सा. [पं० १४].........डघणेस्वर लघु [पं० १५]........भवत्
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org