SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર પણ તેઓ પણ “કુવાલિ” અને “સંવિરણ ઇત્યાદિનો અર્થ સમજી શક્યા નથી. જ્યારે અન્ય સંકલનકાર (સ્વ) ગિરજાશંકર આચાર્ય બર્જેસાદિની જૂની ભ્રાંતિઓને યથાતથ જાળવી રાખી છે. લેખમાં આવતા “નાગઝરા'નો ઉલ્લેખ ગિરનાર અનુલક્ષે ઈસ્વીસના ૧૫મા શતકમાં યાત્રી મુનિઓ દ્વારા લખાયેલ અનેક ચૈત્ય પરિપાટીમાં આવે છે, અને ત્યાં તેનું સ્થાન ગજેન્દ્રપદ-કુંડ' (હાથી પગલાના કુંડ) સમીપ હતું. પ્રસ્તુત લેખનો પથ્થર નેમિનાથના મંદિરની પૂરણીમાંથી નીકળેલો. આ નિષેદિકા પરના લેખની વાચના શ્રી છો અત્રિએ સાર્થ-સટિપ્પણ પ્રગટ કરી છે. પણ શ્રી અત્રિના, અને અમે કરેલ વાચના તેમ જ અર્થઘટનમાં સારું એવું અંતર છે. સાત પંક્તિમાં કોરેલો લેખ નીચે (ચિત્ર “ર”) મુજબ છે : सं [0] १२४४ वैशाख सुदि ३ वादींद्र श्रीआनंदसूरिशिष्य श्रीप्रभानंदसूरयः सपादलक्षात् सहोदरसंघः सेनापति श्रीदूदेन सह यात्रायामागच्छतः सुरधारायां सुरसदन ययुः । त(म? भृ?) + I : : ° “સેનાપતિ દૂધ સાથે સપાદલક્ષ(ચાહમાનોના શાકંભરી દેશ)ના સંઘ સહિત (ઉજ્જયંતગિરિની) યાત્રાર્થે આવેલ, વાદીન્દ્ર આનંદસૂરિના શિષ્ય પ્રભાનંદસૂરિ સુરધારા પર સં. ૧૨૪૪ (ઈ. સ. ૧૧૮૮) વૈશાખ સુદ ત્રીજના દિને કાળધર્મ પામ્યા (સુરતનું ય:), તેમનું (આ મૃત્યુ-સ્મારક છે ?)” લેખમાં કહેલ પ્રભાનન્દસૂરિ કોણ હતા તે વિશે પ્રાપ્ત સ્રોતોમાંથી કોઈ સૂચન મળતું નથી. લેખમાં તેમના ગચ્છ વિશે કહેવામાં આવ્યું નથી; પણ ગુરુ આનંદસૂરિ માટે “વાદીન્દ્ર” વિશેષણ લગાવ્યું છે તે જોતાં તો તેઓ નાગેન્દ્ર ગચ્છમાં થયેલા પ્રસિદ્ધ “વાદી આનંદસૂરિ હોવા ઘટે. આનંદસૂરિને (અને તેમના સતીર્થ અમરચંદ્રસૂરિને) તેમની નાની ઉંમરમાં, પણ જબરી નૈયાયિક વિદ્વત્તા અને વાદશક્તિને કારણે “વ્યાઘશિશુક”, (અમરસૂરિને સિંહશિશુક”)નું બિરુદ જયસિંહદેવ સિદ્ધરાજે આપેલું. પ્રભાનંદસૂરિના ગુરુ વાદીન્દ્ર આનંદસૂરિનો સંભાવ્ય સમય, અને નાગેન્દ્રગચ્છીય વાદી આનંદસૂરિની સમયસ્થિતિ જોતાં એ બંને આચાર્યો અભિન્ન જણાય છે. પ્રભાનંદસૂરિની મરણ-તિથિ (ઈ. સ. ૧૧૮૮) ચૌલુક્ય ભીમદેવ દ્વિતીયના શાસનકાળ અંતર્ગત આવે છે. જે “સુરધારા” સ્થાન પર પ્રભાનંદસૂરિ (કદાચ વૃદ્ધાવસ્થા, ગિરનારનો આકરો ચઢાવ, અને એથી થાકને કારણે, કે પછી સંથારો કરીને) દેવલોક પામેલા તે સંભવતઃ હાલનું ગૌમુખી ગંગાવાળું સ્થાન, કે પછી કદાચ હાથી પગલાં પાસે કુંડમાં પડતી જલધારાનું સ્થળ હશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy