SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર વાચના છપાયેલ છે; બન્નેમાં પાઠાંતર પણ છે, અને પાઠવાચના પણ ક્યાંક કયાંક દોષપૂર્ણ છે. લેખમાં આવતા મુનિઓને તેઓ ઓળખી શક્યા નથી; પણ (સ્વ) પં. લાલચંદ્ર ગાંધી દ્વારા તેની યથાર્થ સ્પષ્ટતા થયેલી છે. છેલ્લા સમારકામમાં લેખના બેમાંથી એક પથ્થરને કાપવામાં આવ્યો છે અને લેખ ધરાવતા પથ્થરો પણ આડાઅવળા ગોઠવ્યા છે. આથી વાંચવામાં મુસીબત ઊભી થવા અતિરિક્ત લેખની છયે પંકિતના છેલ્લા ત્રણ-ચાર અક્ષરો ઊડી ગયા છે : આથી અમારી અને બર્જેસાદિની વાચના મેળવીને નીચે તેનો સંશુદ્ધ પાઠ આપીએ છીએ : श्रीमत्सूरिधनेश्वरः समभवन्नी शीलभ(ट्टा?द्रा )त्मजः शिष्यस्तत्पदपंकजे मधुकर क्रीडाकरो योऽभवत् । शिष्यः शोभितवेत्र नेमिसदने श्रीचंद्रसूरि...त... श्रीमद्रेवतके चकार शुभदे कार्य प्रतिष्ठादिकम् ॥१॥ श्री सनातमहामात्य पृष्टार्थविहितोत्तरः भे समुदभूतवशा સેવવાડ નનાન્વિત: I . ૧૨ (૭૨૦) ૬ in આમાં પહેલી વાત એ છે કે સજ્જન મંત્રીને તેમાં નામ જ નથી. ત્યાં “સાત મહામાત્ય” જ વંચાય છે. બીજી વાત એ છે કે ત્યાં લેખનું વર્ષ સં. ૧૧૭૬ નહીં પણ ૧૨૭૬ જેવું વંચાયેલું; પણ શ્રીચંદ્રસૂરિની સમય-મર્યાદા જોતાં ત્યાં ત્રીજો અંક કાં તો શૂન્ય(૧૨૦૬) કે બહુ બહુ તો એકનો અંક (૧૨૧૬) હોવો ઘટે''. “૭” અંક, કોરનાર સલાટે ભ્રમવશ વા પ્રમાદવશ કોર્યો લાગે છે. આમ લેખ ઈ. સ. ૧૧૫૦ અથવા ઈ. સ. ૧૧૬૦નો હોવો ઘટે. શ્રી ચંદ્રસૂરિની ઘણીક સાહિત્યિક રચનાઓ ઉપલબ્ધ છે. આચાર્યપદ પૂર્વે તેમનું નામ પાર્શ્વદેવગણિ' હતું અને તેમની કૃતિઓ સં. ૧૧૬૯ | ઈ. સ. ૧૧૧૩થી લઈ સં. ૧૨૨૮ ઈ. સ. ૧૧૭૨ સુધીના ગાળામાં મળે છે. પ્રસ્તુત કૃતિઓ પરથી સ્પષ્ટ છે કે તેમનો મુનિવંશ પ્રસિદ્ધ ચંદ્રકુલના આમ્નાયમાં હતો; અને ત્યાં તેમણે પોતાની જે ગુરુપરંપરા આપી છે તે ગિરનારના શિલાલેખ મુજબ મળી રહે છે. તદનુસાર એમની ગુર્વાવલી આ પ્રમાણે બને છે : ચંદ્રકુલ શીલભદ્રસૂરિ ધનેશ્વરસૂરિ શ્રીચંદ્રસૂરિ આબૂ-દેલવાડાના વિમલવસહીમાં દેવકુલિકા ક્રમાંક ૧૪ની ભીંતે જે લેખો કંડારેલા છે તેમાં સં. ૧૨૦૬ | ઈ. સ. ૧૧૫૦નો મંત્રી પૃથ્વીપાલના સમુદ્ધાર સંબદ્ધ જે અભિલેખ કોરેલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy