SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાતકર્તૃક ‘શ્રી ગિરનાર ચેત્ત પરિવાડિ’ રાજીમતીની ગુફામાં નેમિ-વિરહમાં કંકણ ભાંગી (સાધ્વી થયેલી) રાજીમતીની પ્રતિમાના દર્શન કરી, ત્યાંથી નીચે દેખાતા શિવાદેવી પુત્ર(નેમિનાથ)ના ઉદયશેખર કલશયુક્ત મંદિરની વાત કરી (૩૫), હવે દિગંબર સંપ્રદાયના કોટડી-વિહાર તરફ જાય છે. ત્યાં શ્રેષ્ઠી પાતાએ કરાવેલ પિત્તળના આદિનાથને નમી, ભાવસાર ડાહાવિહાર(શ્વેતાંબર)માં અજિત જિનેશ્વરને નમી, શ્રેષ્ઠી લખપતિએ કરાવેલ ચતુર્મુખપ્રાસાદમાં જિનવરની પૂજા કરી (૩૬), ગંગાકુંડે ગંગાના દેવળમાં ઇન્દ્રે સ્થાપેલ જિનવરનું ધ્યાન ધરી, તે પછી ગણપતિ અને રથનેમિની દેરીમાં નમી, ચિત્તર સાહે કરાવેલ અંબિકાની પાજ પર ચઢી (૩૭), ચીત્તડા પૂનાએ કરાવેલ અને સામલ શાહે ઉદ્ધારાવેલ અંબિકાના પ્રાસાદમાં નમી, ત્યાં સંઘવિઘ્નવિનાશના ભગવતી અંબિકા (સમ્મેતની) પંચમૂર્તિ સમક્ષ શ્રીફળ ધરાવી (૩૮) હવે અવલોકના શિખર પર ચડી ત્યાંથી સહસ્રામ્રવનનું નિરીક્ષણ કરી, અને ત્યાંથી નીચે દેખાતા લાખારામ તથા સામે શાંબ અને પ્રદ્યુમ્ન શિખરને દૂરથી નમી તેમ જ પ્રદ્યુમ્ન શિખર પર રહેલ સિદ્ધિ-વિનાયક તેમ જ અદૃષ્ટ રહેલ કંચન-બલાનકનો નિર્દેશ કરી (૩૯), નેમિનાથના મંદિર પર યાત્રી ફરીથી આવે છે. ત્યાં ઇન્દ્રમાલ પહેરી ઇન્દ્રમહોત્સવ કરી દાન દઈ, સુવર્ણના ઝળહળતા કલશવાળા એ સજ્જનવિહારના (વાસ્તુશાસ્ત્રોક્ત) પૃથ્વીજયપ્રાસાદ પર ધ્વજા ચઢાવી (૪૦) યાત્રી-કવિ કહે છે કે જયસિંહ સિદ્ધરાજે ગરવા ગિરનારના તળ પરના પ્રાસાદ બનાવવા પાછળ ૫,૭૨,૦૦૦૦૦ વીસલપુરી (દ્રમ્મ) ખર્ચીને પોતાની કીર્ત્તિનો સંચય કર્યો. પ્રસિદ્ધ એવા સંઘવી શવરાજે (નેમિનાથના) ભવને કનકકળશ અને ધ્વજ સ્થાપી યશ લીધો. જે એકચિત્તથી જિનવરની (માલ ?) નિત્ય સાંભળે છે તેને તીર્થયાત્રાનું ઘણું ફળ મળે છે (૪૧). આ ચૈત્યપરિપાટીમાં ૧૫મા શતકમાં થયેલ બાંધકામો સંબંધમાં અન્ય ગિરનાર સંબદ્ધ પરિપાટીઓમાં નહીં દેખાતી ઘણી ઘણી નવી હકીકતો નોંધાયેલી જોવા મળે છે. જેમકે અંચલીયા પ્રાસાદ, (તારંગાતીર્થના ઉદ્ધારક) ગોવિંદ શ્રેષ્ઠીએ કરાવેલ જીરાપલ્લિ-પાર્શ્વનાથ, લખપતિ શ્રેષ્ઠીનો ચતુર્મુખ પ્રાસાદ, દિગંબર પાતાવસહી, અને તેની બાજુની શ્વેતાંબર ડાહાવસહી, ચિત્તર સાહની કરાવેલી અંબાજીની પાજ, ઇત્યાદિ. તો બીજી બાજુ અહીં કરાવેલ બેએક વાતો, વધારે જૂના સ્રોતોમાં નોંધાયેલી હકીકતો સામે રાખતાં, તથ્યપૂર્ણ જણાતી નથી : જેમકે નેમિનાથના મંદિરને ફરતી દેવકુલિકાઓ વસ્તુપાલ મંત્રીની બનાવેલ નહોતી. મૂળ મંદિર ઈ. સ. ૧૧૨૯માં પૂર્ણ થયા બાદ આ દેવકુલિકાઓના છાઘ તથા સંવરણા ઈ સં ૧૧૫૯માં પૂર્ણ થયાનો શિલાલેખ ત્યાં છે; અને નેમિનાથના મંદિરના બાંધકામને લગતો ખર્ચ આત્યંતિક અતિશયોક્તિપૂર્ણ હોવા ઉપરાંત “વીસલપુરીય કોરી”નું સિદ્ધરાજના સમયમાં ચલણ હોવાનું કહેવું એ તો કાલાતિક્રમ જ છે. Jain Education International ૨૯ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy