SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર પદોમાં ચાતુરી અને સુરુચિ સમતોલ પ્રમાણમાં વણાયેલાં દેખાય છે; તો બીજી બાજુ અલંકારોનો અકારણ પ્રયોગ, વસ્તુ-નિરૂપણમાં વૃથા વિસ્તાર કે અકારણ ચાતુરીનાં પ્રદર્શનથી મુક્ત રહ્યાં છે. સમગ્ર રચના આથી અર્થપૂર્ણ બનવા ઉપરાંત સુચારુ, ભાવવાહી, સુઘટિત, અને વ્યવસ્થિત બની શકી છે. આટલા ગુણો ધરાવતી હોવા છતાં એને અસાધારણ રચના તો કહી શકાય નહીં; તોપણ તે સરસ અને કર્ણપેશલ જરૂર બની છે. ચૌદમા શતકમાં થયેલા કવિ જ્ઞાનચંદ્રની કાવ્યસૂઝ અને આવડત વિશે પ્રસ્તુત સ્તોત્રથી સહેજે જ ઊંચો ખ્યાલ બંધાય છે; અને તેમની આ કાવ્યકૃતિ ઉત્તર-મધ્યકાળના પ્રારંભની ઉત્તમ જૈન સ્તોત્રાત્મક રચનાઓમાં સ્થાન લઈ શકે તેમ છે. ટિપ્પણોઃ ૧. મુનિરાજ શ્રી જયંતવિજયજી, શ્રી અબ્દ-પ્રાચીન-જૈન-લેખસંદોહ, (આબૂ-ભાગ બીજો), શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા, પૃ. ૪૦, ઉજજૈન વિ. સં. ૧૯૯૪ ઈસ. ૧૯૩૮, લેખાંક ૧, પૃ. ૭. ૨. મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, કંડિકા ૬૪૨, પૃ૦૪૩૭. ૩. રાજશેખરસૂરિના પ્રબંધકોશની મિતિ સં૧૪૦૫ ઈ. સ. ૧૩૪૯ છે; અને તેમણે મુનિભદ્રની કૃતિનું સંશોધન સં. ૧૪૧૦/ ઈ. સ. ૧૩૫૪માં કર્યું છે (દેશાઈ એજન), આથી પૌર્ણિમાગચ્છના સમકાલિક જ્ઞાનચંદ્રનો પણ એ જ સરાસરી સમય ગણાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy