SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃતભાષા-નિબદ્ધ “શ્રીરૈવતગિરિતીર્થસ્તોત્ર' ૧૫ વિમલવસહી પ્રશસ્તિમાં વચ્ચે વચ્ચે પ્રયોજિત વસંતતિલકા પદ્યોના છંદોલય તેમ જ શૈલીપરાગને ધ્યાનમાં રાખતાં ચર્ચા હેઠળનું રૈવતગિરિ-સ્તોત્ર આ રાજગચ્છીય જ્ઞાનચંદ્રની, અને એથી ઈ. સ. ૧૩૨૦-૧૩૨૫ના અરસાની રચના હોઈ શકે. કૃતિનું સંમતિ સંપાદન શ્રી અગરચંદ નાહટાએ ઘણાં વર્ષો પહેલાં એક જૂની પ્રત પરથી ઉતારી લીધેલ પાના પરથી કર્યું છે. પ્રસિદ્ધ પુરાતત્ત્વવેત્તા એવં સંસ્કૃત ભાષા-વિશારદ શ્રીકૃષ્ણદેવે એને લક્ષપૂર્વક તપાસી લિપિકારે દાખલ કરેલા અક્ષર અને વ્યાકરણ દોષને નિવાર્યા છે અને કોઈક કોઈક સ્થળે અક્ષર ઊડી જવાથી થયેલ છંદોભંગ પૂર્તિ દ્વારા દૂર કર્યો છે. સ્તોત્ર ઉજ્જયંત મહાતીર્થ અનુલક્ષિત હોઈ તેમાં સ્વાભાવિક જ તીર્થનાયક જિન અરિષ્ટનેમિને પ્રધાનતા અપાઈ છે; એમનો તથા રૈવતગિરિનો મહિમા પ્રારંભનાં પાંચ પઘોમાં કહ્યો છે. તે પછી વામ્ભટ્ટમંત્રી કારિત, ગિરનાર પર ચઢવાની પદ્યા (પાજા) વિશે આલંકારિક વાકયો કહી, ક્રમશઃ ગિરિસ્થિત અર્ચનીય સ્થાનોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં (કાશ્મીરના) શ્રેષ્ઠી રત્ન તથા મદન દ્વારા (અંબિકાના પ્રાસાદથી) મળેલ નૂતન બિંબની પ્રતિષ્ઠા (ઈ. સ. ૯૩૪), તથા સજ્જન મંત્રી દ્વારા પુનરુદ્ધારિત (ઈ. સ. ૧૧૨૯) નેમિનાથના પુરાણપ્રસિદ્ધ મૂળ મંદિર અતિરિક્ત (મંત્રી તેજપાલકારિત)”કલ્યાણત્રય” જિનાલય (આ. ઈ. સ. ૧૨૩૪), (દેપાલ મંત્રી કારિત) દેવેન્દ્ર મંડપ (ઈ. સ. ૧૨૩૨) અને સમીપવર્તી રહેલ પુનિત પ્રાચીન ગજેન્દ્રપાદકુંડ, સચિવેશ્વર વસ્તુપાલે કરાવેલ સમેતશલ અને અષ્ટાપદની રચના સહિતનો આદિનાથનો “વસ્તુપાલ વિહાર”(ઈ. સ. ૧૨૩૨), રાજુમતીની ગુફા, અંબાશિખરસ્થિત ગિરનાર-અધિષ્ઠાત્રી યક્ષી અંબિકા, અને અંબાશિખર પછીનાં અવલોકનાદિ શિખરો, સહસ્રસહકારવન (સહસ્રમ્રવન, સેસાવન), તેમ જ લાખારામ એમ તે સ્થાનોમાં પ્રતિષ્ઠિત નેમિનિનની ચરણ-પાદુકાઓને વંદના દઈ, સ્તોત્રની સમાપ્તિ કરી છે. સ્તોત્રકારને આ રચના બે અનિવાર્ય મર્યાદાઓ વચ્ચે રહીને કરવી પડી છે. એમનું ધ્યેય એને ચૈત્યપરિપાટી રૂપે રજૂ કરવાનું હોઈ તેમાં પૌરાણિક-ઐતિહાસિક વ્યક્તિઓનાં, તેમ જ તીર્થાશ્રિત મંદિરાદિ રચનાઓનાં વિશેષનામો છોડી શકાય તેમ નહોતું. વસ્તુતયા તેની પ્રધાનતા રહે છે. બીજી બાજુ તેઓ મધ્યયુગના મુખ્ય ભાગની સમાપ્તિ પશ્ચાત્ થયા છે. આથી એમનું કવિતા-સામર્થ્ય અને ભાષાનું આભિજાત્ય અગાઉના કર્તાઓ જેવું હોવાનો સંભવ ઓછો છે; અને છતાંય જ્ઞાનચંદ્ર આ બંને મર્યાદાઓ સંક્રમી સ્તોત્રને એક સફળ સર્જન રૂપે ઘડી શક્યા છે. સાધારણતયા કવિતામાં વિવિધ વર્ણયુક્ત વિશેષ નામોની ઉપસ્થિતિ એના આકારને અસુહુ બનાવે છે; અને પશ્ચાત્ કાળની કૃતિઓમાં સામાન્યતઃ ગિરાવૈભવ અને કલ્પકતાનો સાવ અભાવ નહીં તોયે એકંદર સંગુંફનમાં ઘણી વાર અદોદરાપણું વરતાય છે; જ્યારે અહીં તો સારુંયે સ્તોત્ર સુલલિત પદાવલિથી સુશૃંખલ બની ઋજુગતિએ વહેતું લાગે છે; ને સાથે જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy