SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ટિપ્પણો : ૧. આગમોમાં આચારાંગ (પ્રથમ સ્કંધ), સૂત્રાકતાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, ઋષિભાષિતાનિ તેમજ સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ શૈલી તેમ જ વસ્તુની દષ્ટિએ સૌથી પ્રાચીન છે. જો કે આ પ્રત્યેકમાં જુદા જુદા સમયનાં અને નોખી નોખી શૈલીના સ્તરો છે. ૨. આચારાંગ(પ્રથમ સ્કંધ)ના “ઉપધાન સૂત્ર”માં જિન ‘વીરની તપસ્યાના કાળ(પ્રાયઃ ઈસ્વી પૂર્વે ૫૧૯ ૫૦૭)નું વિવરણ છે. ૩. આ સ્તોત્રની ઉત્તરની પરંપરામાં ઈસ્વીસનની ચોથી શતાબ્દી સુધી, વાચક ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમ સભાષ્યસૂત્ર (પ્રાયઃ ઈસ્વી ૩૭૫-૪૦૦) સુધીના કાળમાં, તેમ જ દેવવાચકના નંદીસૂત્ર(પ્રાયઃ ઈ. સ. ૪૫૦૪૭૫)ના સમય સુધીમાં તો ષડૂ આવશ્યકમાં ગણતરી થતી. તે પછી ઈસ્વીસની પાંચમી સદીના અંતિમ ચરણમાં સંકલિત આવશ્યક સૂત્રામાં તેનો સમાવેશ થયો. થોડા પાઠાંતર સાથે આ સ્તોત્ર દિગંબર પરંપરામાં પણ (સંભવતઃ યાપનીય સંઘના માધ્યમ દ્વારા) ઉપલબ્ધ છે. ૪. પાર્શ્વનાથનો “નિર્ચન્થ” સંપ્રદાય ક્રમશઃ મહાવીરના સંપ્રદાયમાં ભળી જવાથી પ્રસ્તુત જિન તેમ જ તેમના ઉપદેશ સંબદ્ધ મૌલિક જૂનું સાહિત્ય વિલુપ્ત થઈ ગયું. ૫. બૌદ્ધોમાં બુદ્ધનું જન્મસ્થાન (લુમ્બિની વન), બોધિપ્રાપ્તિ સ્થાન (બુદ્ધ ગયા), ધર્મચક્ર પ્રવર્તન (વારાણસી સમીપ સારનાથ) અને નિર્વાણના સ્થાન(કુશિનગર)નું યાત્રા નિમિત્તે ઘણું મહત્ત્વ હતું. નિગ્રંથોમાં તીર્થકરોનાં એવાં સમાંતર ધામોને પંચકલ્યાણક તીર્થો (ગર્ભ, જન્મ, નિષ્ક્રમણ, કૈવલ્યપ્રાપ્તિ અને નિર્વાણ)માં સમાવી લેવામાં આવ્યાં. ૬. ઉત્તરની પરંપરાના સંસ્કૃત ટીકાકારો આદિ પ્રાકૃત શબ્દ “સમ્મય'નું સંસ્કૃત રૂપાંતર “સમ્મત' કરે છે; જ્યારે દક્ષિણવાળાઓ “સમ્મદ' કરે છે. સમ્મદ’ શબ્દ વિશેષ સમીચીન જણાય છે. મેદ (Mass) પર્વતના ઘોર દળદારપણાના વિશેષ લક્ષણને સ્પષ્ટ કરે છે. જેમ કે “મેદિની” એટલે પૃથ્વી. ૭, દાક્ષિણાત્ય નિર્ગસ્થ પરિપાટીમાં અષ્ટાપદ પર્વતને બદલે ઘણી વાર “કૈલાસ” ઉલ્લિખિત છે, જે વાત ઉત્તરની આગમિક પરંપરા અને તદનુષંગી વ્યાખ્યાત્મક સાહિત્યમાં ક્યાંય જોવા મળતી નથી પણ પૂર્ણતલગચ્છીય આચાર્ય હેમચંદ્રના અભિધાનચિંતામણિ ૪ / ૧૦૨૮ (પ્રાય: ઈ. સ. ૧૧૪૦)માં “કૈલાસની ‘અષ્ટાપદના પર્યાય રૂપેણ નોંધ લેવાઈ છે. ૮. આ સમ્મદ-શિખર તે હાલનું સુપ્રસિદ્ધ તીર્થધામ “પાર્શ્વનાથ-હિલ નહીં પણ ગયા પાસેનો કછુઆ ડુંગર છે એવું અન્વેષકોનું માનવું છે. પાર્શ્વનાથ-હિલ પર કોઈ જ પ્રાચીન અવશેષો નથી મળતા જયારે કોહુઆ ડુંગર પર ખડક પર ૨૦ જિનમૂર્તિઓ કંડારેલી જોવાય છે અને એક “સમ્મદ...' જેવો શબ્દખંડ ધરાવતા અભિલેખનો ટુકડો મળી આવ્યો છે. ૯. સંભવ છે કે સમ્મદ-શૈલના મૂળ સ્તૂપ ખોલી, તેમાંથી અચ્યવશેષોનો અમુક અંશ કાઢી, મથુરાના સ્તૂપની તે પર રચના ઈસ્વીસન્ પૂર્વની કોઈક સદીમાં, કદાચ મૌર્ય સંપ્રતિના સમયમાં થઈ હોય. ૧૦. અધ્યયનમાં ‘સ્તોત્ર-સાહિત્ય' એ મહદંશે ઉપેક્ષિત વિષય રહ્યો છે. હાલમાં જિતેન્દ્ર શાહ સાથે હું શ્રીબૃહદ્ નિર્ઝન્થ-સ્તોત્રી-રત્ન-મંજૂષા ગ્રંથનું સંકલન એવં સંપાદન કરી રહ્યો છું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy