SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૨. પથિક વર્ષ ૯, અંક ૮-૯, મે / જૂન ૧૯૭૦, (ખાસ સૌરાષ્ટ્ર અંક), પૃ ૯૬-૯૭. ૩. એજન, પૃ ૯૬. ૪. અત્રિ, પૃ ૯૭. ૫. શ્રી જૈન સત્યપ્રકાશ, વર્ષ ૧૭, અંક ૧. (ક્રમાંક ૧૯૩), અમદાવાદ ૧૫-૧૦-૫૧, પૃ ૨૧. આનું સંપાદન ભંવરલાલજી નાહટાએ સં૰ ૧૪૩૦ / ઈ. સ. ૧૩૭૪ની પ્રત પરથી કર્યું છે. ૬. જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા : પુષ્પ ૩૮મું, અમદાવાદ ૧૯૪૯, પૃ. ૫૬૯. સં મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી). સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ૭. ‘પુરિ પાસ’નો અર્થ ‘પુરે પાર્શ્વ’ થાય. આમાં કહેલું ‘પુર’ ગામ તે ‘ભૂતામ્બિલિકા’ના રાણક બાષ્કદેવના સં ૧૦૪૫ | ઈ. સ. ૯૮૯ના તામ્રપત્રમાં કહેલ ‘પૌરવેલાકુલ' અને ઉત્તર મધ્યકાલીન લેખોમાં આવતું ‘પુરબંદિર’ એટલે કે હાલનું ‘પોરબંદર’ હોવું જોઈએ. ‘પોરબંદર'માં આજે તો પાર્શ્વનાથનું કોઈ જ મંદિર નથી. (સંપાદકે ‘પુર’ની પિછાન આપવાનો પ્રયત્ન કર્યો નથી.) ૮. ‘મયણી’ તે પો૨બંદ૨થી ૨૨ માઈલ વાયવ્યે આવેલું સમુદ્રતટવર્તી પુરાણું ગામ “મિયાણી’(મણિપુર) જણાય છે. (સંપાદક આ ગામની સાચી પિછાન આપી શક્યા નથી.) આજે ‘મિયાણી’માં ગામના જૂના કોટની અંદર નીલકંઠ મહાદેવના પૂર્વાભિમુખ સં ૧૨૬૦ / ઈ સ. ૧૨૦૪ના લેખવાળા પૂર્વાભિમુખ મંદિરની સમીપ, પણ ઉત્તરાભિમુખ, જૈન મંદિર ઊભેલું છે. તેનો સમય શૈલીની દૃષ્ટિએ ૧૩મી શતાબ્દીનો અંતભાગ જણાય છે. ચૈત્યપરિપાટીમાં ઉલ્લિખિત જિન ઋષભનું મંદિર તે નિશ્ચયતયા આ પુરાણું મંદિર જણાય છે. ૯. ધૂમલીમાં સુપ્રસિદ્ધ નવલખા મંદિરથી દક્ષિણમાં એક જૈન મંદિરનું (વાણિયાવસીનું ખંડેર ઊભું છે. આજે તો તેમાં થોડાક થાંભલા માત્ર ઊભા છે. તેમાંથી મળી આવેલ જિનપ્રતિમાનું રેખાંકન James Burgessના Antiquities of Kathiawad and Kutch, London 1876, plate XLVI રજૂ કર્યું છે. ૧૦. જુઓ પં૰ લાલચંદ્ર ગાંધી, ‘શત્રુંજયતીર્થનો ઉદ્ધારક સમરાસાહ,” જૈનયુગ, પુ ૧, અંક ૯ વૈશાખ ૧૯૮૨, પૃ ૩૦૪. ૧૧. સિંઘી જૈન ગ્રંથમાલા, સં૰ (મુનિ) જિનવિજય, શાંતિનિકેતન ૧૯૩૪, પૃ ૧૦. ૧૨. એજન પૃ૦ ૨. ૧૩. આનાં પ્રમાણો અહીં રજૂ કરવાથી વિષય-વિસ્તાર થવાનો ભય હોઈ તે વાત છોડી દીધી છે. પરિશિષ્ટ પ્રા બંસીધરે ‘જૂનાખાં’ સંબંધમાં નીચેની નોંધ મોકલાવી છે જે શબ્દશઃ અહીં પેશ કરું છું. " ‘‘જૂનાખાં’’—અરબીમાં ‘‘જૂના’” = હિંસકપ્રાણી, ખાં ઘર, રહેઠાણ. Jain Education International ‘‘જુના’” (‘‘જુ’-હ્રસ્વ) = ઝનૂન/ઝનૂની ખાં ઘર, રહેઠાણ. આપે મિરાતે અહમદીનો reference ટાંક્યો હોત તો સારું થાત. ત્યાં ફારસીના કોઈ વિદ્વાન્ પાસેથી મળી રહેત. કદાચ ગિરનાર પર વાઘ-સિંહ હિંસક પશુઓ રહેવાથી ‘‘જૂના-ખાં’” જેવું ફારસી-ઉર્દૂ નામ તો નથી ?’ = ... = For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy