SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે तस्स य तिण्णि नामधिज्जाई पसिद्धाई । इं जहा - उग्गसेणगढं ति वा, खंगारगढं ति वा, जुण्णदुग्गं ति वा ॥ કલ્પપ્રદીપનું સમાપ્તિનું વર્ષ સં૰ ૧૩૮૯ / ઈ. સ. ૧૩૩૩ આપ્યું છે. ‘‘રૈવતગિરિકલ્પ’એ પહેલાં થોડા વર્ષ અગાઉ રચાઈ ચૂક્યો હશે; જેમ કે તે ગ્રંથ અંતર્ગતનો ‘‘વૈભારગિરિકલ્પ’ સં ૧૩૬૪ / ઈ સ ૧૩૦૮માં રચાયો હતો, આ સમીકરણમાં ‘જુગ્ણદુગ્ગુ' શબ્દ આપ્યો છે, ‘જિÇદુગ્ગુ'(એટલે કે ‘જીર્ણદુર્ગ)નહીં તે વાત નોંધવી જોઈએ. પ્રાકૃત ‘જુણ્ણ’ સંસ્કૃત ‘જૂર્ણ’ પરથી આવ્યો છે; અને ‘જૂર્ણ’ તેમ જ ‘જીર્ણ’ શબ્દો પર્યાયવાચી છે. આ મુદ્દો ‘જૂનાગઢ’ શબ્દની વ્યુત્પત્તિ નિશ્ચિત કરવા માટે અત્યંત મહત્ત્વનો બની રહે છે. આ દૃષ્ટિકોણથી જોતાં ‘જૂર્ણદુર્ગ’-‘જુષ્ણઉદુગ્ગુ’‘જૂનોગઢ’-‘જૂનાગઢ’ એ રીતે ક્રમિક રૂપપલટો થયો હોય તેમ જણાય છે : સ્વાભાવિક લાગે છે. ‘જૂના’ ભાગ ‘જીર્ણ’ પરથી સીધી રીતે નહીં,પણ તેના પર્યાય ‘જૂર્ણ’ પરથી ઊતરી આવ્યો છે અને ‘ગઢ’ અને ‘દુર્ગ’ એકબીજાના પર્યાય હોઈ ‘જૂર્ણદુર્ગને બદલે સારલ્યમૂલક ‘જૂનોગઢ’ અને પછીથી-‘જૂનાગઢ’ શબ્દ લોકભાષામાં પ્રચલિત બની ગયો. ‘જૂનાગઢ’નું સાતમી વિભક્તિનું એક ઉચ્ચારણ ‘જૂનેગઢ' પણ વૃદ્ધજનોને કરતાં મેં બચપણમાં સાંભળેલા.(‘હું પરમણે ‘દિ જૂનેગઢ ગ્યોતો’’ જેવી વાચ રચનામાં.) આ રૂપ ‘જૂની ગુજરાતી’ કે ‘ગુર્જર ભાષા’માં વપરાતું ‘જૂનઇગઢિ’ પરથી ઊતરી આવ્યું છે. જૂનાગઢના વિવિધ નામકરણ વિશે થોડું વિચારીએ તો તેમાં ‘ઉગ્ગસેણગઢ’ એટલે કે ‘ઉગ્રસેનગઢ’ એ પૌરાણિક બ્રાહ્મણીય, તેમ જ નેમિનાથ સંબંધીનાં જૈન કથાનકોને અનુસરતું પારંપરિક નામ હશે . જ્યારે ‘ ખેંગારગઢ’ નામ જયસિંહ સિદ્ધરાજના સમકાલીન ચૂડાસમા રા'ખેંગાર પરથી પડ્યું હશે. ખેંગારનું નામ જોડાવાના કારણમાં તો વંથળીથી જૂનાગઢ ગાદી બદલનાર રા'ખેગારે ‘જૂનાગઢ’ના ઉપરકોટને સમરાવી વિસ્તાર્યો હશે તે હોવું જોઈએ. ઉપરકોટની જૂની આલંકારિક પ્રતોલીનાં લક્ષણો ૧૨મા શતકના પૂર્વાર્ધનાં હોઈ એને રા'ખેંગારની સમયની કૃતિ ગણવી જોઈએ. જ્યારે ‘જીર્ણદુર્ગ’ કે ‘જુÇદુગ્ગ’ નામ એ સૂચવે છે કે ઉપરકોટને સ્થાને મૂળ ઘણા પુરાતન કાળનો ગઢ(રા'ગ્રાહરિપુએ દશમા શતકમાં સમરાવેલ કે નવ નિર્માવેલ ?) ગઢ હશે જેનું ‘જીર્ણદુર્ગ’ એવું નામ રા’ખેંગારના સમયના નવોદ્વાર પછી પણ આદતને કારણે પ્રચારમાં રહી જવા પામ્યું હશે, જે છેક ‘જૂનાગઢ’ નામરૂપમાં આજ દિવસ સુધી ટકી રહ્યું છે. ટિપ્પણો : ૧. આના દાખલાઓ ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતમાં વિશેષ છે. મૂળ વિષય સાથે તેની બહુ ઉપયુક્તતા ન હોઈ અહીં વિગતોમાં ઊતરવું અનાવશ્યક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy