________________
૧૪૨
સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર
શાંતિનાથ અને પાર્શ્વનાથની કાયોત્સર્ગ મૂર્તિઓ હોવાનું પણ કહ્યું છે. તદુપરાંત રંગમંડપનું વર્ણન કરતાં ત્યાં નાગબંધ” અને પંચાંગવીર'ની છતો, પૂતળીઓ (આજે વિનષ્ટ), જમણી બાજુ ભણસાળી જોગે કરાવેલ “અષ્ટાપદ અને ડાબી બાજુએ ધરણા સાહે કરાવેલ સંમેતશિખર' (ના ભદ્રપ્રાસાદોની) નોંધ લે છે : યથા :
હવઈ ખરતરવસહી ભણી આવિલ નરપાલસાહની થાપના એ સતોરણઉ પીતલમઈ વીર શાંતિ-પાસ છઈ સાચઉ શરીર કાસગીઆ પીત્તલ તણાએ. ૨૮ રંગમંડપિ નાગબંધ નિહાલી પૂતલિએ મંડપિ મન વાલ પંચાંગવીર વસેખીઈએ માલાખાડઈ મંડપ જાણુ જિમણઈ અષ્ટાપ(દ) વખાણૂ ભણસાલી જોગઈ કીઉંએ. ૨૯ ડાવઈ સમેતસિહર પ્રસીધુ
તે પણિ ધરણઈસાહિ કીધઉ. ૩૦ (૫) પંદરમા શતકના ઉત્તરાર્ધ અને ૧૬માના પૂર્વાર્ધમાં થયેલા, ભાવહર્ષ-શિષ્ય રંગસારની ગિરનાર ચૈત્યપરિપાટીમાં'' મુનિ-યાત્રી તીર્થનાયક નેમિનાથના મંદિરને (દવકુલિકામાં પરોવેલ) ઉત્તર દ્વારેથી નીચે ઊતરીને જે પહેલા મંદિર–હાલની મેરક વસહી– માં આવે છે તેને “ખરતરવસહી” કહેવા ઉપરાંત તેમાં સંપ્રતિરાજાના કરાવેલ પિત્તળમય મનોહર વીર જિનેશ્વર, આજુબાજુની બાવન દેહરીઓ અને મંદિર ભીતરની અવનવી કોરણીનો ઉલ્લેખ કરે છે :
ઇણ ગિરઈએ નેમવિહાર આવીયા ખરતરવસહી વાર //૧ રા
દ્વાલ
સંપતિરાય કરાવિ મુણહર પીતલમઈ શ્રીવીર જિસેસર ખરતર(વ)સહી માટે પાખતીયાં બાવન જિણાલ
નવલ નવલ કોરણીય નિહાલ ટાલઉ કુમતિ કસાય /૧all રંગસાર પછી અને કાલક્રમમાં છેલ્લી નોંધ ૧૬મા-૧૭મા શતકમાં થયેલા(પ્રાગ્વાટ) કર્ણસિંહ કૃત ગિરનારસ્થ ખરતરવસહી-ગીત અંતર્ગત મળે છે. એમના કથનમાં મંદિરને “ખરતરવસહી” કહેવા ઉપરાંત તેમાં મંડપની પૂતળીઓ, ડાબી બાજુ (નેમિનાથના મંદિર તરફ) “અષ્ટાપદ અને જમણી બાજુ (કલ્યાણત્રયના મંદિરની દિશાએ) “નંદીશ્વર', ગભારામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org