________________
સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર
પદ્મશિલાને મળતી જ છે; ફેર એટલો કે અહીં ચંપકને સ્થાને પોયણા પુષ્પનો છંટકાવ છે, અને કેન્દ્રભાગે પદ્મકેસરને બદલે કમળનો પુટ દીધો છે (ચિત્ર ૧૨).
૧૩૮
અષ્ટાપદ અને સંમેતશિખર કે નંદીશ્વર-દ્વીપના ભદ્રપ્રાસાદોના ક૨ોટકો જોતાં લાગે છે કે રંગમંડપની છતની મૂળ પદ્મશિલા પણ જો સાબૂત હોત તો તે પણ કેવી અદ્ભુત લાગત ! વસ્તુતયા ૧૫મી શતાબ્દીમાં ગિરનાર પરની ખરતરવહીની અને ત્યાં અન્યત્રે છતોમાં જે કામની સફાઈ, ઝીણવટ, નાજુકતા, અને નમનીયતા છે તેનો મુકાબલો નથી. એની સામે રાજસ્થાનમાં રાણકપુર, વ૨કાણા, હમ્મીરપુર, દેલવાડા (આબૂ, ખરતરવસહી) દેવકુલપાટક (મેવાડ-દેલવાડા), કેલવાડા, અને ચિત્તોડગઢમાં જોવા મળતું સમાંતર એવં સમકાલીન કામ ધીંગું, છીછરું, અને કલ્પનાવિહીન જણાય છે. (કંઈક અંશે જેસલમેરનાં બે’એક મંદિરોમાં આને મળતું કામ જોવા મળે છે, જેમકે સંભવનાથ અને ચંદ્રપ્રભ જિનાલયનાં દૃષ્ટાંતો.)
દક્ષિણ તરફના ભદ્રપ્રાસાદમાં પટ્ટશાલાના સ્તંભાંતરમાં સુંદર કોરણીયુક્ત ખંડવાળી “અંધ” (અછિદ્ર) જાળી ભરાવેલી છે (ચિત્ર ૧૩). જ્યારે મૂલપ્રાસાદના ગર્ભસૂત્રે રહેલ પશ્ચિમ તરફના ભદ્રપ્રાસાદનું મોવાળ ખુલ્લું છે. ચૈત્યપરિપાટીકાર હેમહંસગણિ તેને ‘શત્રુંજયાવતાર’નો પ્રાસાદ કહે છે. તેના નિર્માતા વિશે જાણવા મળતું નથી. પર્વતની મેખલા(ધા૨)ને સાવ અડીને કરેલો આ ભદ્રપ્રાસાદ સાદો હોઈ શિલ્પની દૃષ્ટિએ તેમાં ખાસ ધ્યાન ખેંચે તેવું કશું નથી. (આ ત્રણે ભદ્રપ્રાસાદો અહીંની અન્ય દેહરીઓને મુકાબલે ઘણા મોટા છે.) દેવકુલિકાઓ(દેરીઓ)માં ખાસ ધ્યાન ખેંચે તેવું કશું નથી; (કેટલીક તો વચ્ચે ભીંતો કર્યા સિવાયની સળંગ છે.) આ સિવાય પશ્ચિમ તેમ જ ઉત્તર બાજુની દેહરીઓના ગભારાના, અને તેને લગતી પટ્ટશાલાઓના વિતાનો, તેમાંયે ભમતીના વાયવ્ય ભાગની પટ્ટશાલાના વિતાનો, ૧૫મા શતકની વિતાન-સર્જનકલાની પરાકાષ્ઠા દાખવી રહે છે. આમાંથી દશેક જેટલા ચુનંદા નમૂનાઓ અહીં મૂળ ચિત્રો સાથે અવલોકીશું. ચિત્ર ૧૬માં દર્શાવેલ સમતલ વિતાનમાં વચ્ચે કમલપુષ્પ કરી, ફરતી બે પટ્ટીઓમાં સદાસોહાગણ જેવા ભાસતા છ પાંખડીવાળાં ફૂલોની હાર કાઢી છે, (જેવા પછીથી અમદાવાદ પાસેની ઈ. સ. ૧૫૦૦૧૫૦૧માં બંધાયેલી સુપ્રસિદ્ધ અડાલજની વાવનાં શોભનાંકનોમાં મળે છે.) વચ્ચેના મોટા પદ્મવાળા ભાગની ચોરસાઈને રક્ષવા, અને એની લંબચોરસાઈ તોડવા, બે બાજુએ કુંજરાક્ષની પટ્ટીઓ કરી છે. તે પછી ઊપસતા ક્રમમાં સદાસોહાગણની ફરીને પટ્ટીઓ કરી છે. છેવટે ભારપટ્ટોને તળિયે ચારે બાજુ મોટાં પદ્મોની કોરણી કરી છે. ચિત્ર ૧૪માં ચોકોર પહોળી પટ્ટીમાં સામંજસ્યના વિન્યાસપદે ચોખંડી બાર કોલરૂપી લુમાઓ કરી છે, અને વચ્ચે ગજતાલુનો થર આપી ઊંડાણમાં એવું જ, પણ જરા મોટી કરી, મણિપટ્ટિકાથી બાંધેલ ચોરસક્ષેત્રમાં, ચોખંડી કોલરૂપી લોમા કર્યું છે (ચિત્ર ૧૪). આવા છંદની એક પરિવર્તનાયુક્ત, મૂળે ફરતાં મોટા આઠ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org