SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્જયંતગિરિની ‘ખરતરવસહી’ તો “ખરતરવસહી’’ના ઉદ્ધારમાં વપરાયું હશે; અને પ્રસ્તુત ઉદ્ધારમાં ખાસ તો મૂલપ્રાસાદ નવો થયો તે જ ઘટના બની હશે તેમ જણાય છે. ૧૩૭ મંદિર ફરતી બાવન કુલિકાઓ છે. તેમાં ધ્યાન ખેંચે તેવી તો ત્રણ જ, અને મોટી, દેહરીઓ છે. તેમાં પણ ગૂઢમંડપના દ્વારસૂત્રે દક્ષિણે, ‘અષ્ટાપદ’ની રચના ધરાવતા, ભણસાલી જોગે કરાવેલ, ‘ભદ્રપ્રાસાદ’ અને એ રીતે ઉત્તર બાજુએ સંમેતશૈલ(વા નંદીશ્વર)ની રચનાઓને આરસથી મઢીને તેના મૂળ સ્વરૂપને નષ્ટ કર્યું છે. દક્ષિણ તરફના અષ્ટાપદવાળા ભદ્રપ્રાસાદની તો દીવાલો પણ નવી થઈ ગઈ છે; છતાં અહીં ધ્યાન ખેંચે તેવી, અને બહુમૂલ્ય કહી શકાય તેવી, એક અસલી સંરચના રહી ગઈ છે : તે છે તેનો ‘સભા-પદ્મ-મંદારક' જાતિનો વિતાન કિંવા કરોટક : (ચિત્ર ૧૨). અહીં રૂપકંઠમાં બહુ જ સરસ, સચેત ભાસતા ચક્રવાકોની આવલી કાઢી છે, અને આંતરે આંતરે ૧૬ વિદ્યાદેવીઓને ઊભવાના ૧૬ ઘાટીલા, તોડિકા સાથે સંલગ્ન એવા પ્રલંબ મદલ(ઘોડા) કર્યા છે (ચિત્ર ૮). (મહાવિદ્યાઓની મૂર્તિઓ અલબત્ત ખંડન બાદ દૂર કરવામાં આવી જણાય છે.) આ પછી ગજતાલુના ત્રણ સુઘટિત સ્તરો, અને તે પછી બે નવખંડા-ગાળે ગાળે પદ્મવાળા—કોલ(કાચલા)ના થર છે, જેના દર્શન ભાગની કોરણી, રંગમંડપના કોલ સદેશ છે. અને તે પછી, કરોટકના મધલા ભાગથી શરૂ થતી, પાંચ અણિયાળા અને સાદી પાંદડીથી કોરેલ અને ઝીણી કિનારીથી મઢેલ કોલના ક્રમશઃ સંકોચાતા પાંચ જાળીદાર થ૨વાળી, ખૂણે ખૂણે ને છૂટા છૂટા વેરેલ ચંપક પુષ્પ સહિતની અને કેન્દ્રભાગે લટકતા પદ્મકેસરયુક્ત મનોહર પદ્મશિલા કરી છે (ચિત્ર ૧૨). સામે ઉત્તર બાજુએ પ્રતિવિન્યાસે કરેલા સંમેતશૈલ (વા નંદીશ્વર) ભદ્રપ્રાસાદની મૂળ ભીંતો કાયમ છે તેમાં બહિરંગે વેદિબંધના કુંભ-કલશને મણિબંધ અને રત્નાલંકારથી ખૂબ શોભિત કર્યા છે : અને જંઘામાં પણ દેવરૂપાદિ કર્યાં છે : પણ તેમાંની ખંડિત થયેલ તે મુખાકૃતિઓ ઇત્યાદિ પુનરુદ્ધારમાં ટોચીને બગાડી માર્યા છે. અંદરના ભાગમાં જોઈએ તો અહીં પણ દર્શનીય વસ્તુ છે, પ્રાસાદનો સભા-પદ્મ-મંદારક કોટક (ચિત્ર ૯, ૧૦.) આ મહાવિતાનમાં ગજતાળુ અને કોલના થરો આમ તો રંગમંડપના થરો સદેશ છે. પણ થરોના તળભાગ વિશેષ અલંકૃત છે. રૂપકંઠમાં પંચ કલ્યાણક અને વિદ્યાધરોને બદલે તોડિકાની ટેકણવાળા ૧૬ મદલો કર્યા છે (ચિત્ર ૧૧). રૂપકંઠની નીચે, સામે ઉત્તર તરફના ભદ્રપ્રાસાદના વિતાનમાં, મણિપટ્ટિકા છે (ચિત્ર ૧૨); જ્યારે અહીં વેલની ભાત કાઢી છે. (ચિત્ર ૧૧). મહાવિદ્યાઓનાં બિંબ અહીં પણ અદૃષ્ટ થયાં છે; અને નીચેના બે ગજતાલુના થરોની પટ્ટીઓનાં તળિયાંના ભાગે પુષ્પાવલીને ત્રીજા થરે ઝીણી ઝીણી ઘંટિકાઓની શ્રેણી કરેલી છે (ચિત્ર ૧૧). રંગમંડપમાં છે તેમ અહીં પણ કરોટકના મધ્યભાગમાં ૧૬ લૂમાઓનો વલયાકાર ઊંડો પટ્ટ, અને તે પછી શરૂ થતી પશિલા દક્ષિણ ભદ્રપ્રાસાદના વિતાનની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy