SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજજયંતગિરિની “ખરતરવસહી” ઉજ્જયંતગિરિના અધિષ્ઠાતૃદેવ, જિન અરિષ્ટનેમિના પ્રાસાદની જગતના ઉત્તર દ્વારેથી ઊતરતાં હેઠાણ ભાગે ડાબી બાજુએ જ પહેલું મોટું મંદિર આવે છે તે વર્તમાને “મેકવસહી' વા “મેરકવસહી' કે “મેરકવશીનામે ઓળખાય છે પરંતુ આ અભિધાન ભ્રમમૂલક છે; કેમકે જે બે એક ચૈત્યપરિપાટીકારો “મેલાગર'(મેલા સાહ)ના મંદિરનો ઉલ્લેખ કરે છે તે મંદિર તો તેમના કથન અનુસાર “ધરમનાથ'(જિન ધર્મનાથ)નું હતું, કેવળ નાની દેહરી રૂપે જ હતું, અને તેનું સ્થાન નેમિનાથની જગતીના પૂર્વદ્યારની પાસે કયાંક હતું. જ્યારે આ કહેવાતી “મેલક વસહી' તો ઉત્તરદ્વારથી હેઠાણમાં રચાયેલ મોટું બાવન જિનાલય છે અને તે અષ્ટાપદ અને સંમેત શિખરના ભદ્રપ્રાસાદો, ગૂઢમંડપ, અને રંગમંડપની રચનાઓ ઉપરાંત “પંચાંગવીર' અને ‘નાગબંધ' ઇત્યાદિ ચમત્કૃતિભરી આકૃતિઓની કોરણીવાળી, તેમ જ અન્ય વાસ્તુશાસ્ત્રોક્ત પ્રકારોવાળી સરસ છતોથી શોભાયમાન મંદિર છે. પંદરમા શતકના ઉત્તરાર્થના ચૈત્યપરિપાટીકારો જે એક મંદિરનું ખૂબ હોંશપૂર્વક અને વિગતે વર્ણન કરે છે, તે સર્વ રીતે વર્તમાન મંદિરની રચના સાથે મળી રહે છે. એ વિષયે અહીં આગળ ઉપર જોઈશું. ચૈત્યપરિપાટીકારોએ આ મંદિરને સ્પષ્ટતયા “ખરતર-વસહી” કહ્યું છે અને તેના નિર્માતા તરીકે ભણસાલી નરપાલ સંઘવીનું નામ આપ્યું છે. પ્રસ્તુત ખરતર-વસહીની નિર્માણમિતિ ખરતરગચ્છીય ઉપાધ્યાય જયસોમ સ્વરચિત “જયસાગરોપાધ્યાય-પ્રશસ્તિમાં સં. ૧૫૧૧ | ઈસ. ૧૪૫૫ બતાવે છે; પરંતુ રાણકપુરના ધરણવિહારમાં સ્થિત, સં. ૧૫૦૭ | ઈ. સ. ૧૪૫૧માં બનેલા “શત્રુંજય-ગિરનાર શિલાપટ્ટ'માં પણ ગિરનાર પરની આ ખરતર-વસહીનું અંકન કરેલું હોઈ પ્રસ્તુત વસહી તે પૂર્વે બંધાઈ ચૂકી હોવી જોઈએ. આ મંદિર વિશે બીજી એક ખોટી કિંવદંતી–જે સાંપ્રતકાલીન શ્વેતાંબર જૈન લેખકો અન્વેષણ કર્યા વગર લખે જ રાખે છે–તે એ છે કે સજ્જન મંત્રીએ ટીપ કરીને તૈયાર રાખેલું નેમિનાથ મંદિરના નિર્માણ-ખર્ચ જેટલું દ્રવ્ય જયસિંહદેવ સિદ્ધરાજે ગ્રહણ ન કરતાં તેનો ઉપયોગ આ મંદિરને બંધાવવામાં થયો હતો; પણ આ મંદિર સંબદ્ધ કોઈ જ સમકાલિક કે ઉત્તરકાલિક ઉલ્લેખ આ માન્યતાનું સમર્થન કરતો હોવાનું જ્ઞાત નથી. મંદિરની શૈલી તો સ્પષ્ટતઃ ૧૫મા સૈકાની છે. મંદિરના મૂલગભારામાં વર્તમાન સં. ૧૮૫૯ ( ઈ. સ. ૧૮૦૩માં વિજય જિનેન્દ્રસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત સહસ્ત્રફણા-પાર્શ્વનાથ મૂલનાયક રૂપે વિરાજમાન છે; પણ ૧૫માં શતકમાં તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy