SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર “કલ્યાણત્રય' અંગે કેટલાક વિશેષ સંદર્ભો પ્રાપ્ત થાય છે જે અહીં હવે રજૂ કરીશું. ગિરનાર પરના એક સંવત નષ્ટ થયેલા ખંડિત લેખમાં કલ્યાણત્રયનો આગળના વિશેષ લુપ્ત સંદર્ભમાં ઉલ્લેખ આવે છે स्वस्ति श्री धृतिनमः श्रीनेमिनाथाय जवर्षे फाल्गुन शुदि ५ गुरौ श्री (यादवकुल) तिलकमहाराज श्रीमहीपाल(देव विजयराज्ये) वयरसिंह भार्या फाउसुत सा (सालिग) સુત સી. સામા સી. મેના છેલ્લાં – जसुता रुडी गांगी प्रभृति (श्रीनेमि) नाथप्रसादः कारितः प्रतष्टि(ठतं श्रीचंद्र) द्रसूरि तत्पट्टे श्रीमुनिसिंह (सूरि) .....ચાપત્રય – (ત્તિ સૉ. મો૦ વૉટ છે. પૃ. ૨૪) આમાં વંચાયેલ..... “તિલક મહારાજ શ્રીમહીપાલ”..ભાગમાં મૂળ “(દ્િવત)તિન મહાગ શ્રી મહીપાત(વવિનય રાજે)” હોઈ શકે છે અને તો તે ચૂડાસમા રા’મહીપાલદેવ(પ્રથમ)ના સમયનો, અને મોટે ભાગે ઈસ્વીસની ૧૪મી શતાબ્દીના પ્રથમ ચરણનો, લેખ હોઈ શકે છે અને જે પ્રાસાદ કરાવેલો તે.....(નેમિ)નાથનો હોવો જોઈએ અને તો ત્યાં તૂટેલ ભાગ પછીથી આવતું “કલ્યાણત્રય' એ પ્રસ્તુત લેખમાં જેનાં નામ આવે છે તે શ્રાવક-શ્રાવિકાઓએ મંત્રી તેજપાળના “કલ્યાણત્રયમાંથી સ્વતંત્ર કરાવેલો હોવો જોઈએ. (હું માનું છું કે ચૈત્યપરિપાટીકારો તેમ જ સોમસૌભાગ્યકાવ્યના કર્તા પ્રતિષ્ઠાસોમ જેને લક્ષોબા કિંવા લખપતિ દ્વારા ગિરનારમાં કરાવેલ ચતુર્મુખ પ્રાસાદની વાત કરે છે તે ૧૫માં શતકના પ્રાસાદને સ્થાને અસલમાં આ મહીપાલદેવના સમયનો કલ્યાણત્રય પ્રાસાદ હશે. લક્ષીબાવાળો પ્રાસાદ હાલ મોજૂદ છે. અને તેમાં ચાર ઊંચી થાંભલીવાળી મઢુલી શી રચના છે, જેની અંતર્ગત મૂળે “કલ્યાણત્રય' હશે.) ગિરનાર, આબુ, કુંભારિયા સિવાય થોડાંક અન્ય સ્થળોએ પણ “કલ્યાણત્રય' હોવાનાં કેટલાંક સાહિત્યિક સાઢ્યો ઉપલબ્ધ છે. એક કાળે એવી એક પ્રતિષ્ઠા શત્રુંજયગિરિ પરની “ખરતરવસહી'(ઈ. સ૧૩૨૫)માં હતી, અને મેવાડમાં આવેલા ‘દેલવાડા' (દેવકુલપાટક)ની “ખરતરવસહી'માં પણ હતી; આ દેલવાડાના કલ્યાણત્રય” વિષયક બે અપ્રકટ અજ્ઞાતકફૂંક ૧૫મા સૈકાની ચૈત્યપરિપાટીઓમાંથી ઉદ્ધરણ અહીં ટાંકીશું : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy