________________
૧૨૬
સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર
પ્રશસ્તિના લેખ, તેમ જ મૂલ સંરચના વિનષ્ટ થયાં છે; અને આભૂવાળા “કલ્યાણત્રય' પર આગળ કહ્યું તેમ કોઈ લેખ નથી ! તેમ મંદિરના પ્રશસ્તિલેખમાં પણ તેનો ઉલ્લેખ નથી ! સંભવ છે કે બંને સ્થળોના કલ્યાણત્રય એકકાલિક હોય, હવે પ્રશ્ન એ છે કે સાહિત્યિક અતિરિક્ત આવશ્યક એવું અભિલેખીય પ્રમાણ ‘કલ્યાણત્રય' સ્વરૂપ-નિર્ણય અંગે છે ખરું?
આની શોધ કરતાં મને બે પ્રમાણો હાથ લાગ્યાં છે. એક તો છે રાણકપુરના “ધરણવિહાર'માં સં. ૧૪૯૭ / ઈસ. ૧૪૫૧નો અભિલેખ ધરાવતો “શ્રી શત્રુંજય શ્રીગિરનાર પટ્ટ.”૨૫ તેમાં ગિરનારવાળા ભાગમાં મૂળનાયક નેમિનાથની બાજુમાં એક પટ્ટી શું કરી, તેમાં ત્રણ ખંડ પાડી, નીચેના ખંડમાં કાયોત્સર્ગ જિનમૂર્તિ અને ઉપલા બે ખંડોમાં બેઠેલા જિનનાં રૂપ બતાવ્યાં છે, જે કલ્યાણત્રય” ચૈત્યનું સૂચન કરે છે (ચિત્ર ૨)*. બીજું છે કુંભારિયા (પ્રા. આરાસણ)ના નેમિનાથ ભગવાનના મંદિરમાં એક રથિકાબદ્ધ કાયોત્સર્ગ જિનમૂર્તિ અનેં તેને મથાળે ખંડમાં પર્યકાસને રહેલ જિનબિંબ ધરાવતું ફલક (ચિત્ર ૩), જેમાં નીચેની મૂર્તિની પાટલી પરના લેખમાં તે અરિષ્ટનેમિનાં બિંબ હોવાનું અને તેની પ્રતિષ્ઠા કલ્યાણત્રય'માં હતી તેવો નિર્દેશ મળે છે. સં. ૧૩૪૩ / ઈ. સ. ૧૨૮૭નું વર્ષ ધરાવતું આ શિલ્પ-પ્રતિમા-વિધાન તેજપાળની કૃતિઓ બાદ પ્રાયઃ ૫૫ વર્ષે તૈયાર થયેલું; અને અહીં પણ તે નેમિનાથના સંદર્ભમાં રચાયેલ હોઈ “કલ્યાણત્રય' અંગે થોડોક પણ વિશેષ ખ્યાલ આપી રહે છે. એ સંબંધમાં વિશેષ કશું કહેતા પહેલાં (મુનિ વિશાલવિજયજીએ પ્રગટ કરેલ) મૂળ લેખ અહીં જોઈ જવો ઉપયુક્ત છે :
ॐ ॥ संवत् १३४३ वर्षे माघ शुदि १० शनौ प्राग्वाटान्वये श्रे. (*) छाहड सुत श्रे० देसल भार्या देल्ही तत्पुत्र लक्षमण (आ) (*) सधर देवधर सिरधर मयधर । तथा सिरधर માર્યા.... (૪) પુત્ર નસવ | ક્રિતીયપુત્રે 2. વેન માર્યો....(*)....નાથી નાતુ તત્પન્ન તૂળધવત વાધુ પૂવિ તપુત્ર વાસીદ પ્રકૃતિ ટુંવ સમુદ્ર સતિ ગાત્મના....(*) fપતુઃ श्रेयोर्थं कल्याणत्रये श्रीअरिष्टनेमिबिंबानि कारितानि । मंगलमस्तु समस्तसंघस्य । (*) श्रे० गांगदेवसुत ऊदलसुता लूणी भगिनि(नी) वयजू सहजू क....सति गांगीप्रभृति ॥
આરાસણના નેમિનાથ જિનાલયમાં રહેલ આ “કલ્યાણત્રય' સંબંધી બીજા પણ બે અભિલેખીય ઉલ્લેખ પ્રસ્તુત મંદિરમાં મળે છે, જેને પણ અહીં આવરી લઈશું. આ સંબંધનો પ્રથમ (સંવત્ વગરનો) લેખ મંદિરની (દવકુલિકાની ?) ભીંત પર આવેલો નોંધાયો છે. (વસ્તુતયા જે ગોખમાં આ “કલ્યાણત્રય' છે તેની જ થાંભલીની બેસણી પર તે લેખ છે.) જેમાં નવાંગવૃત્તિકાર ‘અભયદેવસૂરિ'ના સંતાનીય “શ્રીચંદ્રસૂરિએ “કલ્યાણત્રય'માં નેમિનાથનાં બિબોની પ્રતિષ્ઠા કરી તેવો ઉલ્લેખ છે : યથા :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org