________________
સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર
આવી સંરચના બીજી કોઈ નહીં પણ પરિપાટીકારોએ વર્ણવેલ ત્રણ માળવાળી, મજલે મજલે નેમિનાથની ચૌમુખ મૂર્તિ ધરાવતી કૃતિ હોવી જોઈએ, જે અન્ય કોઈ નહીં પણ નેમીશ્વરદેવનાં ‘કલ્યાણત્રય’ની પ્રતીક રચના જ હોવી ઘટે. (પંદરમા શતકના ઉત્તરાર્ધમાં વર્ણિત પ્રસ્તુત રચના મૂળ તેજપાળના સમયની હતી, કે પુનરુદ્વારમાં નવીન કરી હશે તેનો નિર્ણય તો આજે થઈ શકે તેમ નથી.)
૧૨૪
સાહિત્યિક પ્રમાણોના આધારે ‘કલ્યાણત્રય’ની સંરચના વિશે એટલું તો જાણી-કલ્પી શકાય છે : પણ તે રચના તાદશ કેવી દેખાતી હશે, તેના ઉદયમાં ત્રણ મજલા પાડી ચૌમુખ કેવી રીતે ગોઠવ્યાં હશે, તેનું કોઈ પ્રત્યક્ષ ઉદાહરણ મળે તો વિશેષ સમજણ પડે. સદ્ભાગ્યે આવી એક રચના વિદ્યમાન છે, અને તે પણ મંત્રી તેજપાળ કારિત ! એ છે અર્બુદિગિર પર મંત્રીવરે કરાવેલ યાદવ નેમિનાથના જગસ્ત્યાત લૂણવસહિકાપ્રાસાદના આરસમય બાવન જિનાલયમાં, મૂળપ્રાસાદના પૃષ્ઠભાગે આવેલ હસ્તિશાલામાં. અહીં હસ્તિશાલાના મધ્યબિંદુએ ક૨વામાં આવેલ પ્રતિમાન્વિત, ત્રણ તબક્કા, બતાવતી, નીચે કાયોત્સર્ગમાં ઊભેલા ચતુર્દિશામાં ખડ્ગાસન જિન, તે પછી સહેજ અંદર ખેંચેલો અને ઊંચાઈમાં ઓછો કરેલો બીજો મજલો અને તે ઉપર ત્રીજો મજલો એમ તે બન્નેમાં ચોમુખ પદ્માસનાસીન પ્રતિમાઓ યુક્ત રચના છે (ચિત્ર ૧)૧૯. પ્રતિમાઓ શ્યામ વર્ણની હોઈ, તેમ જ વિશિષ્ટ લાંછનાદિ અન્ય લક્ષણો તેમાં ઉપસ્થિત હોઈ, તે સૌ નેમિનાથની હોવાનું સૂચિત થાય છે. વસહિકાનો મુખ્ય પ્રાસાદ પણ નેમિનાથનો છે, અને આ ‘કલ્યાણત્રય'ની રચના એ મધ્યના પ્રાસાદ કિંવા મૂલપ્રાસાદના પૂર્વ-પશ્ચિમ ગર્ભસૂત્ર સાથે મેળવેલી છે.
આ સંરચના પર અલબત્ત કોઈ લેખ કોરેલ હોવાનું જાણમાં નથી. (સ્વ) મુનિવર કલ્યાણવિજયજીએ તેને ‘ત્રિખંડ ચૌમુખ' કહી સંતોષ માન્યો છે. (સ્વ) મુનિશ્રી જયંતવિજયજીએ તેનું વિશેષ વર્ણન કરી, તેની ‘મેરુગિરિ’ તરીકે ઓળખ કરી છે. એમણે કરેલ વિવરણ સંદર્ભપ્રાપ્ત હોઈ, અહીં પૂરેપૂરું ઉદ્ધૃત કરીશું :
“હસ્તિશાળાની વચ્ચેના ખંડમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની પરિકરવાળી ભવ્ય અને મોટી પ્રતિમા એક બિરાજમાન છે. તેમની સન્મુખ શ્યામ વર્ણના આરસમાં અથવા કસોટીના પથ્થરમાં સુંદર નકશીથી યુક્ત મેરુ પર્વતની રચના તરીકે ત્રણ માળના ચોમુખજી છે. તેના ત્રણ માળમાં એ જ પાષાણની શ્યામ વર્ણની જિનમૂર્તિઓ છે. પહેલા માળમાં ચાર કાઉસગીઆ છે, બીજા અને ત્રીજા માળમાં ભગવાનની પર્યકાસનવાળી ચાર ચાર મૂર્તિઓ છે. કુલ બાર મૂર્તિઓ શ્યામવર્ણી અને પરિકરવાળી છે.’
૨૧
દા૰ ઉમાકાન્ત શાહે પણ તેને ‘પંચમેરુ’ની રચના માની છે : યથા :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org