________________
વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ
૧૧૧ શાંતિનાથનો ૭૨ દેવકુલિકાયુક્ત આસરાજવિહાર કરાવ્યો; એના પર કુલ ૭૭ સુવર્ણ કલશો ચઢાવ્યા. તે પ્રાસાદની ડાબી બાજુ કુમારદેવીના પુણ્યાર્થે અજિતસ્વામીનું ચૈત્ય કરાવ્યું; એમાં કુમારદેવીની ગજારૂઢ મૂર્તિ મુકાવી. કુમારવિહારચૈત્ય પર સાત તામ્રકલશ ચઢાવ્યા.
આહડદેવના ચૈત્યમાં મુખમંડપ કરાવ્યો અને તે મંદિરમાં નેમિનાથની ધાતુપ્રતિમા પધરાવી, કોરંટવાલગચ્છીય ચૈત્યમાં ચંદ્રપ્રભજિન કરાવ્યા. ખંડેલવાલવસતીમાં કાયોત્સર્ગ જિનયુગ્મ કરાવ્યું. શાંતૂવસતિકાનો જીર્ણોદ્ધાર કરાવી તેના પર હેમકુંભ ચઢાવ્યો. મલ્લિનાથ જિનાધીશના મંદિરનો ઉદ્ધાર કરાવ્યો. (મુ ? ઉઈકેશવસતીમાં મોટું (જિન)બિંબ કરાવ્યું. વીરાચાર્ય-જિનાગારમાં ગજશાલા કરાવી. તેમાં અષ્ટાપદાવતારનું ઉન્નતચૈત્ય કરાવ્યું. રાજવિહાર પર નવા કાંચન કલશ કરાવ્યા. મૂલનાથજિન(મૂલવસતિકાપ્રાસાદ)નો કલશ કરાવ્યો. શીલશાળી મુનિઓ માટે (૧૦૦?) ધર્મશાળા કરાવી. નાગેન્દ્રગચ્છના સાધુઓ માટે ત્રણ મજલાવાળો ઉપાશ્રય કરાવ્યો; ત્યાં સત્રાલયની શ્રેણી કરાવી. (૩૭) બાઉલા ગ્રામ
તેજપાલે અહીં નેમિનાથનું મંદિર કરાવ્યું. (૩૮) વડનગર
વડનગરમાં તેજપાલે આદિજિનેશના પ્રાસાદનો સમુદ્ધાર કર્યો. આ મૂળ મંદિર દશમાં શતકના મધ્યભાગમાં અને એની સામેની બે દેવકુલિકાઓ દશમા શતકના અંતભાગે થયેલી. મૂળમંદિરના વેદિબંધ સુધીનો ભાગ કાયમ રાખી ઉપલો તમામ ભાગ તેમ જ ગૂઢમંડપ અને ત્રિક તેજપાળે નવેસરથી કરાવેલાં. મૂળમંદિરનો જંઘાથી ઉપરના સમસ્ત ભાગનો ૧૮મી શતાબ્દીમાં ફરીને ઉદ્ધાર થયો છે. (૩૯) વ્યાધ્રપલ્લિ
| વાઘેલાઓની જન્મભૂમિ વાઘેલમાં પૂર્વજોએ કરાવેલ જિનમંદિરનો ઉદ્ધાર કરાવ્યો. (૪૦) નિરીન્દ્રગ્રામ
વોળા નામના વાલીનાથ(વ્યંતર વલભીનાથ)ના મંદિરનો ઉદ્ધાર કર્યો. (૪૧) સીહુલગ્રામમંડલ
શ્રી વીર-જિનના મંદિરમાં કશુંક કરાવ્યું. (૪૨) ગોઘા
ગોધરામાં ચાર (જિન)વેશ્મ કરાવ્યાં; ગિરીન્દ્ર સમો ઉત્તુંગ ગજ-અન્ય રચનાંકિત ચતુર્વિશતિ અજિતસ્વામી તીર્થેશનો પ્રાસાદ તેજપાળે કરાવ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org