SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર લલિતાદેવીની મૂર્તિ કરાવી. લોલાકૃતિ દોલા તથા મેખલા-વૃષ કરાવ્યાં. પોતાના અને પોતાના બંધુના શ્રેયાર્થે તક્ર-વિક્રય વેદિકા-સ્થાન કરાવ્યું. બકુલાદિત્યના મંદિર આગળ સુધામંડપ કરાવ્યો. ત્યાં મંદિર આગળ ઉત્તાનપટ્ટ કરાવ્યો. (ફરસબંધી કરાવી) યશોરાજ નામક શિવાલય કરાવ્યું. વીરધવલના ઉલ્લાસ માટે ઇંદુમંડલિ શિવાલય કરાવ્યું. નગરના ઉપકાર માટે કૃષ્ણનું ઇંદિરા સહિત મંદિર કરાવ્યું. દ્વિજરાજ માટે બ્રહ્મપુરી કરાવી અને તેર વાટિકા આપી. ષટ્કર્મનિરત બ્રાહ્મણોને શાસન કરાવી રામપલ્લડિકા ગ્રામ આપ્યું. કૂપ, આરામ, પ્રા, તટાક, વાટિકા, બ્રહ્મપુરી અને શૈવમઠની રચના કરાવી. જલસ્થલ (બંદર) પર આવતા વણિજો(વેપા૨ીઓ)ની સગવડ માટે શુલ્કમંડપિકા (જકાતની માંડવી) કરાવી. મહિસાગર સંગમે શંખ સાથેના યુદ્ધના સમયે રણમાં પડેલ રાજાઓના કલ્યાણાર્થે ભુવનપાલશિવના મંદિરમાં દશ દેવકુલિકાઓ કરાવી. એની જગતીમાં ચંડિકાયતન અને રત્નાકરનું મંદિર કરાવ્યું. (૩૩-૩૪) આશાપલ્લી અને કર્ણાવતી સુલતાન અહમદશાહ દ્વારા સ્થાપિત અહમદાબાદ(અમદાવાદ)ના સ્થાને યા બાજુમાં આ બન્ને નગરો સોલંકીયુગમાં વિદ્યમાન હતાં. અહીં ખાસ તો તેજપાલે જ સુકૃતો કરાવ્યાં લાગે છે. એણે અહીં (આશાપલ્લીમાં) હેમકુંભાવલીયુક્ત આરસનું નંદીશ્વરાવતાર ચૈત્ય કરાવ્યું. શત્રુંજયાવતારના પ્રાસાદ પર હેમધ્વજા ચઢાવી. ઉદયનવિહારમાં બે ખત્તક કરાવી પોતાના પુત્રના શ્રેયાર્થે વી૨ અને શાંતિજિનની પ્રતિમા સ્થાપી. શાંતુવસતીમાં માતાના પુણ્યોદય માટે મૂલનાયક કરાવ્યા. વાયટીયવસતીમાં પણ માતાના કલ્યાણ માટે મૂલનાયક કરાવ્યા. કર્ણાવતીમાં વિંશતિજિનાલય પર હેમકુંભ ચડાવ્યા. (૩૫) કાશહૃદ ૧૧૦ અમદાવાદની નજીકના કાસીન્દ્રામાં વસ્તુપાળે અંબાલય કરાવ્યું અને તેજપાળે નાભેય ભવનનો ઉદ્ધાર કર્યો. (૩૬) પત્તન ગુજરાતના ગરવા પાટનગર પાટણમાં તો અનેક દેવમંદિરો હતાં. સ્તંભતીર્થની જેમ અહીં પણ પૂર્વે રચાઈ ગયેલા કેટલાયે પ્રાસાદોની હકીકત પરોક્ષ રીતે જાણવા મળે છે. અન્ય ગ્રંથોમાંથી આ પ્રાસાદોના અસ્તિત્વ વિશે આધારભૂત માહિતી મળતી હોઈ જિનહર્ષે આપેલી હકીકતો કેટલી ચોક્કસ છે એનો ખ્યાલ આવે છે. અહીંનાં સુકૃતો મોટે ભાગે તેજપાલે કરાવેલાં જણાય છે. પંચાસરા-પાર્શ્વનાથનો આમૂલચૂલ ઉદ્ધાર કરાવી, એમાં મૂલનાયક સ્થાપી, એ પ્રાસાદને હેમકુંભથી વિભૂષિત કર્યો. ગજ, અશ્વ, નરથરની રચનાવાળો ભગવાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy