________________
ઉજજયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો
૯૫
(૧૧)
આ લેખ રત્નસિંહસૂરિના શિષ્ય ઉદયવલ્લભસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત, મૂળ ગભારામાં વર્તમાન મૂળનાયકની બાજુમાં રહેલ, પીળા પાષાણની પ્રતિમા પર છે. લેખમાં જિનનું નામ આપ્યું નથી, તેમ જ લાંછન સ્પષ્ટ રીતે દેખાતું ન હોઈ ઓળખ શક્ય નથી બની.
[पं. १] सं १५१९ वर्षे वै. व ५ शु [पं. २] सा. अमरा भा. अहिवदे सुता हीरु का. प्र. [पं. ३] श्री उदयवल्लभसूरिभिः
હાલ મૂળનાયક રૂપે પૂજાતી, પણ જિન નેમિનાથની શ્યામ પ્રતિમા પર પણ સં. ૧૫૧૯નો (રામંડલિકના શાસનનો ઉલ્લેખ કરતો) લેખ છે૨૨ અને બીજો સં૧૫૨૩ | ઈ. સ. ૧૪૬૭નો મૂળનાયક જિન વિમલનાથના ભોંયરામાંથી મળી આવેલ પિત્તળમય પરિકર પર છે, જે રત્નસિંહસૂરિ તેમ જ ઉદયવલ્લભસૂરિના ઉપદેશથી કરાવવામાં આવેલું, અને તેની પ્રતિષ્ઠા ઉદયવલ્લભસૂરિના શિષ્ય જ્ઞાનસાગરે કરેલી. (પરિકર પિત્તળનું હોઈ, અસલી મૂળનાયક વિમલનાથની પ્રતિમા પણ પિત્તળની હોવાનો પૂરો સંભવ છે.)
આ સિવાય થોડાક ઈસ્વીસની ૧૮-૧૯મી શતાબ્દીના શ્વેતાંબર લેખો, તેમ જ કેટલાક દિગંબર સંપ્રદાયના ૧૫-૧૭મી શતાબ્દીના લેખો જોવામાં આવ્યા છે, જેનો અહીં સમાવેશ કર્યો નથી.
ટિપ્પણો:
9. Travels in Western India, reprint, Delhi 1971, Nos. XI(1-3) and XII (1-4), pp.
504-512. 2. Ed. James M. Campbell, Gazetteer of the Bombay Presidency, Vol.1, Pt. 1,
“History of Gujarat," Bombay 1896, p. 177. 3. Report on the Antiquities of Kathiawad and Kacch (1874-75), Archaeological
Survey of Western India. Reprint, Varanasi 1971; pp. 159-170. આ સિવાય બર્જેસના Memorandum on the Antiquities at Dabhoi, Ahmedabad, Than, Junagadh,
Girnar and Dhank, London 1875માં પ્રારંભિક નોંધો છે. ૪. કે. કા. શાસ્ત્રીના ચૂડાસમા વંશ સંબંધના લેખોમાં આ સ્પષ્ટતા વરતાય છે. 4. “Inscriptions of Girnar," Revised List of the Antiquarian Remains in the Bombay
Presidency, Vol VIII.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org