________________
આ પ્રકાશકીય હદથોર્મિ..
તાર્કિકશિરોમણિ શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ વિરચિત અને ઉપમિતિભવપ્રપંચાકાર શ્રીસિદ્ધર્ષિગણિત ટીકા વિભૂષિત “ન્યાયાવતાર' નામનો ગ્રંથ, શ્રી સંઘના કરકમળમાં મૂકતા આનંદ અનુભવાય છે.
અમારા તરફથી પ્રથમવાર જૈનન્યાયનો ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે... શાસ્ત્રબોધમાં સહાયક બનતા ગ્રંથોને પ્રકાશિત કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય, તો કોને આનંદ ન થાય ?
પ.પૂ. દીક્ષાદાનેશ્વરી આવિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાના પ્રવર શિષ્ય પ્રવચનપ્રભાવક આ વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યો દ્વારા “ન્યાયરમિ' નામની (વિવેચનરૂપ) ગુજરાતી ટીકા અને બીજા અનેક વિષયો સહિત આ ગ્રંથ નવપલ્લવિત કરાયો. તથા, ગ્રંથસંબંધી જુદા જુદા અનેક શાસ્ત્રપાઠોની સંકલના કરી, “શાસ્ત્રસંલોક' નામનું નૂતન ટીપ્પણ નિર્મિત કરાયું...
તેઓશ્રીની ઋતભક્તિ અત્યંત અનુમોદનીય છે. ગ્રંથના ગહનતમ ભાવોને સરળ ભાષામાં શબ્દદેહ આપવો એ ખૂબ જ કપરું કામ છે... ભવિષ્યમાં પણ તેઓશ્રી, અનેક ગ્રંથોના વિવેચન-સંપાદન કરવા દ્વારા, જિનવચનરૂપ પ્રદીપને વધુ ને વધુ પ્રજ્વલિત રાખે, એવી શાસનદેવતાને પ્રાર્થના...
પ્રસ્તુત ગ્રંથમાં, નવનિર્મિત શાસ્ત્રસંલોકરૂપ ટીપ્પણમાં, મુનિશ્રીને શાસ્ત્રપાઠોની સંકલના માટે, પં. મહેન્દ્રસિંહજી દ્વારા સંપાદિત ષડ્રદર્શનસમુચ્ચયાદિ ગ્રંથો ઘણા સહાયક થયા છે, તે બદલ તેઓશ્રીનો ખૂબ-ખૂબ આભાર.
શ્રી શંખેશ્વર સુખધામ તીર્થધામના ટ્રસ્ટે જ્ઞાનનિધિનો વ્યય કરી આ સંપૂર્ણ પ્રકાશનનો લાભ લીધો છે તેની ભૂરિ ભૂરિ અનુમોદના...
અરિહંત ગ્રાફિક્સવાળા શ્રી સુરેશભાઈ શાહ અને તેમના સાથી સંજયભાઈ ગુર્જર દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ટાઇપસેટીંગ આદિ કાર્ય-કરાયું છે.... તથા નવરંગપ્રિન્ટર્સવાળા અપૂર્વભાઈએ પ્રીટિંગડીઝાઇનીંગનું કાર્ય ખૂબ જ સુંદરતાથી કર્યું. તેઓશ્રીનો સહકાર ચિરસ્મરણીય છે.
આ રીતે, શાસનપ્રભાવક દીક્ષાદાનેશ્વરી પૂ. આ.વિ. ગુણરત્નસૂરીશ્વરજી અને પૂ.આ વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાના શુભાશીર્વાદથી, બીજા અનેક ગ્રંથોના પ્રકાશનનો લાભ અમને મળતો રહે એવી વિનંતિ સાથે અમે વિરમીએ છીએ.
આ ગ્રંથનો તલસ્પર્શી અભ્યાસ કરી - તર્કપરિકર્મિત બુદ્ધિના સ્વામી બનવા દ્વારા સુવિહિત જીવો જિનાગમોના અનેક રહસ્યો પ્રાપ્ત કરે અને પરંપરાએ સ્વ-પરનો ઉપકાર કરનાર બને એવી પ્રાર્થના
સાથે...
લિ. જિનગુણ આરાધક ટ્રસ્ટના
ટ્રસ્ટીગણો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org