________________
न्यायावतार श्लो० ३१
एतत्परिकल्पनं युक्ततरं पश्यामः, जीवस्य चेतनावतः सकर्मकतयापरापरभवभ्रमणपरापरशरीरनिर्वर्तनयोरुपपद्यमानत्वात् । भवान्तरादागच्छन्नुत्पत्तिस्थानं जीवोऽध्यक्षेण नोपलभ्यते इति चेत्, भूतान्यपि तर्हि कायाकारधारणद्वारेण चेतनामुत्कालयन्तीति प्रत्यक्षेण नोपलक्ष्यते इति समानो न्यायः ।
188
-
२८७. अथ कायाकारपरिणतेष्वेव भूतेषु चेतनोपलभ्यते नान्यदा इत्यन्यथानुपपत्तिवशात् ४१९तज्जन्येति परिकल्प्यते, एवं तर्हि मृतावस्थायां कायाकारमाबिभ्राणेष्वपि नोपलब्धा, कायाकारपरिणामो वा कादाचित्कतया हेत्वन्तरापेक्षी इत्यन्यथानुपपत्तिवशादेव ४२० तन्निर्वर्तनक्षमा ∞ન્યાયરશ્મિ –
-O
અને આ પ્રમાણે કલ્પના કરવી પણ અત્યંત યુક્ત લાગે છે, કારણ કે ચેતનાવાન્ એવો જીવ તે સકર્મક હોવાના કારણે અન્ય-અન્ય ભવમાં ભ્રમણ તથા તેને અનુરૂપ એવા અન્ય-અન્ય શરીરની રચના વગેરે ઘટી શકે છે.
ચાર્વાકઃ- તમે કહ્યું કે જીવ ભવાન્તરથી આવે છે વગેરે, પરંતુ પ્રત્યક્ષથી તો ભવાન્તરથી આવતો કોઈ જીવ દેખાતો નથી, તેથી તમારી આ કલ્પના યોગ્ય નથી.
જૈનઃ- તો પછી આવી આપત્તિ તમારે પણ આવશે જ, કારણ કે કાયાકારને ધા૨ણ ક૨તા ભૂતો પણ ચેતનાને ઉત્પન્ન કરતા હોય એમ ક્યારે પણ પ્રત્યક્ષથી દેખાયું નથી, આક્ષેપ-પરિહાર તો તમારે અને અમારે સમાન રૂપે જ રહેલા છે.
રૂર? O
૦ (૨૮૭) કાયાકાર પરિણતભૂતોમાંથી ચૈતન્ય ઉત્પત્તિ અસિદ્ધ ૦
ચાર્વાકઃ- અમારી પાસે તો પ્રમાણ છે, કાયકારરૂપે પરિણત થયેલા ભૂતોમાં જ ચેતનાની ઉપલબ્ધિ થાય છે, તેનાથી અન્યકાળે થતી નથી, આમ અન્યથાનુપપત્તિના બળથી અમે નિશ્ચિત કર્યું છે કે, પંચભૂતાત્મક શરીરમાંથી જ ચૈતન્યની ઉત્પત્તિ થાય છે.
જૈનઃ- આ તમારી વ્યાપ્તિ જ યોગ્ય નથી. મૃતાવસ્થામાં કાયાકાર રૂપે પરિણત થયેલા ભૂતો છે, છતાં પણ ચેતનાની ઉપલબ્ધિ થતી નથી અથવા કાયાકારનો પરિણામ તે અમુક જ કાળ રહેનાર હોવાથી તેની ઉત્પત્તિ માટે અન્ય કારણની અપેક્ષા રહે છે. તો પછી આની હેત્વત્તર વિના અનુત્પત્તિ હોવાથી જ શરીરની રચના કરવામાં સમર્થ ચેતના તે ભવાન્તરમાંથી આવેલા જીવની જ છે, એ પ્રમાણે અમે માનીએ છે. વળી બીજી વાત એ પણ છે કે, જીવમાં કર્મ અને ચૈતન્યનું જોડાણ હોવાથી,
0
-०अर्थसंप्रेक्षण -
(४१९) तज्जन्येति कायाकारपरिणामजन्या । (४२०) तन्निर्वर्तनेति कायाकारपरिणामोत्पादनसमर्था। ० शास्त्रसंलोक०(188) "ननु कायाकारपरिणतेभ्यो भूतेभ्यश्चैतन्यं समुत्पद्यते, तद्भाव एव चैतन्यभावात्, मद्याङ्गेभ्यो मदशक्तिवत् इत्याद्यनुमानाद्भवत्येव चैतन्यस्य भूतकार्यत्वसिद्धिरिति चेत्, न तद्भाव एव तद्भावादिति हेतोरनैकान्तिकत्वात्, मृतावस्थायां तद्भावेऽपि चैतन्यस्याभावात् । " - षड्. समु. टी. ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org