SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૧૭ न्यायावतार - श्लो० ३१ समवायबलादात्मनि ज्ञानं समवैति, तदा आत्मनां समवायस्य च विभुत्वादेकरूपत्वाच्च सर्वात्मसु किं न समवैति ? विशेषाभावात्, तथा च देवदत्तज्ञानेन यज्ञदत्तादयोऽप्यर्थतत्त्वं बुद्ध्येरन् । 'अन्यच्च विज्ञानोदयसमयेऽपि यादृशः प्रागवस्थायां तादृश एव संतिष्ठमानः प्रागप्रमा पश्चात् प्रमातेति ब्रुवाणः खलून्मत्ततामात्मनि आविर्भावयति, नापरमित्यास्तां तावत् । 187 २८६. पश्चार्धेन पुनर्भूतव्यतिरेकिणं स्वसंवेदनप्रत्यक्षनिर्ग्राह्यं जीवं दर्शयच्चार्वाकदर्शनं ૦ન્યાયરશ્મિ – -O ઉત્તરઃ- અમે તો આત્મા અને જ્ઞાન વચ્ચે કથંચિદ્ ભેદાભેદ સંબંધ માનીએ છીએ, માટે અહીં તો અન્યથાનુપપન્નત્વ (જ્ઞાન વિના આત્માનું અને આત્મા વિના જ્ઞાનનું ન હોવાપણાસ્વરૂપ) સંબંધ ઘટી શકતો હોવાથી, આત્માને જ્ઞાન થવાની માન્યતા દુર્ઘટ નથી. નેયાયિકઃ- ભિન્ન એવા જ્ઞાનમાં પણ, તેવો અન્યથાનુપપન્નત્વ સંબંધ માની લઈએ તો ? સ્યાદ્વાદીઃ- ના, કા.કે. ભિન્ન એવા જ્ઞાનમાં આવો સંબંધ છે, તેનું ગ્રાહક કોઈ પ્રમાણ નથી અને અભિન્નતાની પ્રતીતિ તેની બાધક છે. જ્ઞાન સ્વરૂપ આત્મા પદાર્થને જાણે છે, એવી જ બધાને પ્રતીતિ થાય છે. જુદા એવા જ્ઞાન થકી, આત્મા પદાર્થને જાણે છે, એવી તો કોઈને પ્રતીતિ નથી થતી. તેથી આત્માને એકાંતે નિત્ય માનવામાં આત્માનો અર્થગ્રહણ પરિણામ દુર્ઘટ છે. વળી બીજું એ કે, કદાચ તમારી માન્યતા પ્રમાણે સમવાય સંબંધથી, ભિન્ન એવું પણ જ્ઞાન આત્મામાં રહે છે એમ સ્વીકારી લઈએ, તો પણ આત્મા અને સમવાય તે બન્ને વિભુ છે, એક સ્વરૂપવાળા છે, તો પછી તે જ્ઞાન સર્વાત્માઓમાં શા માટે સમવાય સંબંધથી રહેતું નથી, કારણ કે વિશેષતા તો કાંઈ છે નહીં અને જો એક જ જ્ઞાન સર્વાત્માઓમાં સમવાય સંબંધથી રહેતું હોય, તો પછી દેવદત્તના જ્ઞાન વડે યજ્ઞદત્ત વગેરેને પણ અર્થ વિષયક બોધ થવાની આપત્તિ આવશે. વળી બીજી પણ એક વાત છે કે જ્ઞાનના ઉદય સમયે પણ આત્મા જેવી પૂર્વાવસ્થામાં હતો, તેવી જ અવસ્થામાં રહે છે એમ કહીને પછી પાછળથી એમ કહેવું કે ‘પહેલા આ અપ્રમાતા હતો હવે પ્રમાતા છે' આ તો માત્ર તમારી ઉન્મત્તતાનું પ્રગટીકરણ છે, બીજું કાંઈ નથી. આત્માને એકાન્તે નિત્ય માનવામાં આટલી બધી આપત્તિઓ આવતી હોવાથી, તેને કથંચિદૂ પરિણામી જ સ્વીકાર કરવા યોગ્ય છે. હવે ઘણી ચર્ચાથી સર્યું. ૦ ચાર્વાકાભિમત ભૂતાવ્યતિરિક્ત પ્રમાતા ખંડન ૦ (૨૮૬) ત્યાર બાદ શ્લોકના ઉત્તરાર્ધમાં પાંચભૂતથી ભિન્ન સ્વસંવેદન પ્રત્યક્ષથી ગ્રહણ કરવા યોગ્ય જીવ છે, એમ કહેવા દ્વારા ચાર્વાક દર્શનનું ખંડન કરેલ છે. જીવને જડાત્મક ભૂતોથી અભિન્ન સ્વીકારવામાં આવે, તો પછી હર્ષ એ તહિતલક્ષણ બોધરૂપ છે. હિતનો બોધ થાય તો હર્ષ થાય, જે -० शास्त्रसंलोक: (187) नापि कुटस्थनित्यता, यतो यथाविधः पूर्वदशायामात्मा, तथाविध एव चेज्ज्ञानोत्पत्तिस्मयेऽपि भवेत्, तदा प्रागिव कथमेष पदार्थपरिच्छेदकः स्यात् ? प्रतिनियतस्वरूपाप्रच्युतिरूपत्वात् कौटस्थ्यस्य, पदार्थपरिच्छेदे तु प्रागप्रमातुः प्रमातृरूपतया परिणामात् कुतः कौटस्थ्यमिति" - रत्नाकर. ७/५६ । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy