________________
न्यायावतार
स्वार्थप्रतिपादनसामर्थ्यात् । न च वाच्यवाचकभावलक्षणसंबन्धानर्थक्यम्, २३९८ तदभावे ३९९प्रयोक्त्रभिप्रायादिमात्रेण रूपस्यैव नियोक्तुमशक्यत्वात् । न च समस्तधर्मयुक्तमेव वस्तु प्रतिपादयद्वचनं सत्यमित्यभिदध्महे, येनैकैकधर्मालिङ्गितवस्तुसंदर्शकानामलीकता स्यात्, किं तर्हि संभवदर्थप्रतिपादकं सत्यमिति, संभवन्ति च शेषधर्माप्रतिक्षेपे वचनगोचरापन्ना धर्माः, तस्मात् तत्प्रतिपादकं सत्यमेव । यदा तु दुर्नयमताभिनिविष्टबुद्धिभिस्तीर्थान्तरीयैस्तद्धर्मिगतधर्मान्तरनिराकरणाभिप्रायेणैव सावधारणं तत् प्रयुज्यते, यथा नित्यमेव वस्तु अनित्यमेव वेत्यादि, तदा निरालम्बनत्वादलीकतां प्राप्नुवत्केन वार्येत ?
ન્યાયરશ્મિ ૦
३०४
0
નથી
પણ તેના અસંભવ માત્રનો વ્યવચ્છેદ કરાય છે, નહીં કે શેષ પુરુષોનો, અર્થાત્ દેવદત્ત છે જ, એમ નહીં – એ નિર્ણય ક૨ાવશે. દેવદત્ત જ છે, બીજા નહીં, એવો નિર્ણય નહીં. તથા અવધારણ દ્વારા ‘પરરૂપથી નાસ્તિત્વનો' વ્યવચ્છેદ કરાતો નથી, અર્થાત્ 'વેવવત્તઃ અસ્તિ વ' અહીં એવકાર, ‘ટેવવત્તો નાસ્તિ’ નો વ્યવચ્છેદ કરે છે, પરરૂપથી નાસ્તિત્વનો નહીં. જો અપ્રયોગાત્ પાઠ કલ્પીએ તો શેષ પુરુષાન્તરના પરરૂપથી નાસ્તિત્વના વ્યવચ્છેદના અભિપ્રાયથી દેવદત્ત છે એ પ્રયોગ કરાયો નથી. વાક્ય એક જ હોવા છતાં, પ્રયોગ કરનાર વ્યક્તિનો અભિપ્રાય, સંકેત વગેરેની સાપેક્ષ રહીને જ, શબ્દ પોતાના અર્થને પ્રતિપાદન કરવા માટે સમર્થ છે. તેથી એમને જણાવે છે, અન્યને નહીં. એટલે વક્તાનો અભિપ્રાય સભામાં અસ્તિત્વનો જણાવવાનો હોવાથી, પરરૂપથી નાસ્તિત્વ ન જણાય.
શંકા - જો પ્રયોકતાના અભિપ્રાયથી શબ્દ પોતાના અર્થને જણાવતો હોય તો વાચ્ય-વાચકભાવ સંબંધને સ્વીકારવાની શી જરૂર છે ?
સમાધાન – આ શંકા યોગ્ય નથી, કારણ કે વાચ્ય-વાચકભાવ સંબંધ વિના પ્રયોકતાના અભિપ્રાય માત્રથી શબ્દમાં પોતાનું સ્વરૂપ (અર્થવાચકત્વરૂપ) જ જોડી નહીં શકાય.
અમે કાંઈ એવું નથી કહેતા કે સમસ્તધર્મથી યુક્ત જ વસ્તુને પ્રતિપાદન કરનારૂં વચન સત્ય છે, કે જેથી એકધર્મને જણાવનાર એવું વચન તે ખોટું થાય, પરંતુ અમારી વ્યાખ્યા એટલી જ છે કે સંભવિત અર્થને પ્રતિપાદન કરનાર વચન તે સાચું. શેષ ધર્મોને તિરસ્કાર કર્યા વિના વચનના વિષય રૂપે થયેલા ધર્મો તે સંભવિત છે. તેથી સંભવિત અર્થના પ્રતિપાદક હોવાના કારણે એક ધર્મને કહેનાર વચન તે સત્ય જ છે. જ્યારે દુર્રયના મતથી અભિનિવિષ્ટ થયેલી બુદ્ધિવાળા એવા અન્ય દર્શનકારો વડે તે ધર્મીમાં રહેલ અન્ય ધર્મોના નિરાકરણના અભિપ્રાયથી જ અવધારણ સહિત વાક્ય પ્રયોગ કરાય કે ‘વસ્તુ નિત્ય જ છે, અનિત્ય જ છે' ત્યારે એક ધર્મથી યુક્ત એવી કોઈપણ વસ્તુ વિષય રૂપે ન હોવાના કારણે આ વચનોને ખોટા કહેવામાં કોણ રોકી શકે ? એટલે આ ખોટા જ કહેવાય છે.
-० अर्थसंप्रेक्षण०
(३९८) तदिति । तेषां शेषपुरुषान्तराणां पररूपेण नास्तित्वस्य व्यवच्छेदाभिप्रायेण प्रस्तुतवाक्यानभिधानात् । (३९९) प्रयोक्त्रभिप्रायादीति । आदिशब्दात् संकेतादिग्रहः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org