SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ /२४२ न्यायावतार 10 जाग्रत्प्रत्ययगोचरार्थसमर्थनमपि किं न कुरुषे, कोऽयमर्धजरतीयन्यायः । अथाप्रमाणम्, एवं सति स्वप्नप्रत्ययनिरालम्बनतासाधकं प्रमाणान्तरं मृगणीयम्, किमनेन कुशकाशावलम्बनेन। तत्रापि प्रमाणान्तरे विकल्पयुगलममलमवतरति, तत् किं 'निरालम्बनम्, सालम्बनं वा । 'निरालम्बनं चेत्, नान्यप्रत्ययस्य निरालम्बनतां गदितुं पटिष्ठं निर्गोचरत्वात् । अथ 'सालम्बनम्, हन्त हतोऽसि, निरालम्बनाः सर्वे प्रत्यया इति प्रतिज्ञातक्षतेः, अनेनैव व्यभिचारादिति शठः प्रतिशठाचरणेन निर्लोठनीयः । तन्नास्यानैकान्तिकत्वम् । २१९. विरुद्धताशका पुनर्दुरापास्तप्रसरैव, प्रमाणप्रकाशितेऽर्थे सर्ववादिनां तथाभ्युपगमाविगानादिति । –૦નાયરશ્મિ - વસ્તુને સિદ્ધ કરનાર એક જ પ્રમાણ, તેનાથી એક જ વસ્તુ સિદ્ધ થાય અને બીજી ન થાય એવું કેમ? હવે જો તમે અમારા અભ્યપગમને અપ્રમાણિક કહેશો, તો પછી સ્વપ્નજ્ઞાનને નિરાલંબન સિદ્ધ કરવા માટે બીજા કોઈ પ્રમાણને શોધવો પડશે. જેને તમે પ્રમાણ માનતા નથી એવા અમારા અભિપ્રાયનું આલંબન લઈને શું ફાયદો ? વળી તમે જે આ પ્રમાણાન્તરનો સ્વીકાર કર્યો, તેના વિષે પણ બે વિકલ્પોનું અવતરણ થાય છે. તે પ્રમાણાન્તર (૧) નિરાલંબન છે કે (૨) સાલંબન છે? જો પ્રથમ પક્ષ સ્વીકાર કરો, તો પછી અન્ય જ્ઞાનની નિરાલંબનતાને તે સિદ્ધ કરી શકશે નહીં, કારણ કે જે પોતે જ નિરાલંબન હોય તે કશું સિદ્ધ ન કરી શકે. જો પ્રમાણાન્તરને સાલંબન સ્વીકાર કરવામાં આવે, તો પછી સર્વજ્ઞાનો નિરાલંબન છે એ પ્રતિજ્ઞા ખોટી પડી જશે, કારણ કે પ્રમાણાન્તરની સાલંબનતા તમે પોતે જ સ્વીકાર કરી લીધી છે. તેથી આની સાથે જ વ્યભિચાર આવશે. આ પ્રમાણે લુચ્ચા માણસને તેના જેવા જ બીજા લુચ્ચા જેવા આચરણ વડે ખંડન કરવું જોઈએ. અહીં આશય એ છે કે વાસ્તવમાં આ તર્કો કોઈ પદાર્થની સિદ્ધિ કરતા નથી, માત્ર ખંડન કરે છે, છતાં શૂન્યવાદીના કુતર્કો સામે આવા તર્ક કર્યા વિના છૂટકો નથી. આમ અનેકાન્તની સિદ્ધિ માટે પ્રયુક્ત અનુમાનમાં કોઈ પણ વ્યભિચાર વગેરે દોષની સંભાવના નથી. ૦ (૨૧૯) વિરૂદ્ધ હેત્વાભાસનું નિરાકરણ ૦ અનેકાન્તના સાધક હેતુમાં વિરૂદ્ધ હેત્વાભાસ તો દૂરથી જ ભાગી જાય છે. વિપક્ષમાં હેતુની વૃત્તિતા હોય તો અનેકાન્તિક અને વિરૂદ્ધ હેત્વાભાસની આશંકા રહે. ઉપર જણાવેલ અનુસાર આ હેતુ અર્નકાન્તિક તો છે જ નહીં. તેથી વિપક્ષમાં વૃત્તિ પણ નથી અને વિપક્ષમાં વૃત્તિ ન હોવાના કારણે જ વિરૂદ્ધ દોષ પણ આવતો નથી. પ્રમાણ દ્વારા પ્રકાશિત કરાયેલા અર્થમાં સર્વવાદીઓ વસ્તુમાં અનેકાંત ન માનતા હોવા છતાં, પ્રમાણ જ્ઞાનમાં અનેકાંતાત્મક વસ્તુનો પ્રતિભાસ તો માને જ છે. આમ અનેકાન્તને સિદ્ધ કરનાર હેતુમાં અસિદ્ધ, અનેકાન્તિક કે વિરૂદ્ધ કોઈપણ હેત્વાભાસનો સંભવ ન હોવાથી, નિર્દુષ્ટ એવા હેતુ દ્વારા નિબંધરૂપે સાધ્યની સિદ્ધિ થઈ જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy