________________
રર
न्यायावतार - श्लो. २९
२०१. तथान्तःसंवेदनमर्थस्वरूपापेक्षया २९०बहिर्मुखान्तर्मुखसविकल्पाविकल्पभ्रान्ताभ्रान्तादिप्रतिभासमेकमभ्युपयतः कथमनेकान्तावभासोऽसिद्धः स्यात् ? तथा २९१नानादेशस्थितार्थसार्थसमर्पिताकारोपरक्तमेकमाकारभेदेऽप्यन्यथा युगपत्प्रकाशमानसितासिताद्यर्थव्यवस्थित्यनुपपत्तेः संवेदनमनुमन्यमानः कथं भिन्नसमयभावि हर्षविषादाद्यनेकविवर्तवशात् तदभेदमात्यन्तिकमभिदधीत, २९३अभिन्नयोगक्षेमत्वात |
-૦ન્યાયરશ્મિ –
૦ જ્ઞાનને આશ્રયીને પણ અનેકાન્તાત્મકતા ૦. (૨૦૧) વળી તમારા વડે સ્વીકાર કરાયેલું જ્ઞાન તે પદાર્થ અને સ્વરૂપની અપેક્ષાએ ભિન્ન-ભિન્ન પ્રકારનું સ્વીકારેલ છે. જેમકે બાહ્ય એવા પદાર્થને જણાવવાની અપેક્ષાએ તે બહિર્મુખ છે. જ્યારે પોતાના સ્વરૂપની અપેક્ષાએ અંતર્મુખ છે. બાહ્ય પદાર્થની અપેક્ષાએ નામ-જાતિ-આકૃતિથી યુક્ત હોવાથી સવિકલ્પક છે, જ્યારે પોતાના સ્વરૂપની અપેક્ષાએ કોઈ પણ નામ વગેરેનું જોડાણ ન હોવાથી અવિકલ્પક છે. તે જ પ્રમાણે બાહ્ય અર્થની અપેક્ષાએ તે બ્રાન્ત છે, તે જ પોતાના સ્વરૂપની અપેક્ષાએ અભ્રાન્ત છે. અથવા ચિન્દ્રાદિનું જ્ઞાન દ્વિત્વ અંશમાં ભ્રાન્ત છે, અને ધવલતા, નિયતદેશાદિની અપેક્ષાએ અભ્રાન્ત છે. તથા અહિંસા, દાન વગેરે જ્ઞાનક્ષણો તે પોતાની સત્તા, સુખાદિને વિષે અનુરૂપ વિકલ્પને ઉત્પન્ન કરતા હોવાથી પ્રમાણ છે અને સ્વર્ગપ્રાપણશક્તિ, ક્ષણક્ષયિત્વ વગેરે અંશમાં અપ્રમાણ છે. આમ એક જ જ્ઞાનમાં અંતર્મુખત્વ- બહિર્મુખત્વ, પ્રમાણત્વ-અપ્રમાણત્વ, ભ્રાન્તત્વઅભ્રાન્તત્વ, સવિકલ્પકત્વ- નિર્વિકલ્પકત્વ વગેરે પ્રતિભાસોને સ્વીકાર કરતા તમે અનેકાન્તાત્મકતાને કેવી રીતે સ્વીકાર ન કરો ?
તે જ પ્રમાણે અર્થાકારને ધારણ કરતું એવું જ્ઞાન, અર્થનું ગ્રાહક હોય, એ પ્રમાણે સ્વીકાર કરતા તમે ભિન્ન-ભિન્ન દેશમાં રહેલા પદાર્થના સમૂહ વડે અર્પિત કરાયેલા આકારવાળા એવા જ્ઞાનમાં આકાર ભેદ હોવા છતાં પણ જ્ઞાનને એક સ્વીકાર કરો છો. જો આકારભેદ સ્વીકાર કરવામાં ન આવે, તો પછી એક સાથે પ્રતિભાસિત થતાં એવા સિત-પીત વગેરે પદાર્થોની વ્યવસ્થા થઈ શકશે નહીં. આમ આકારભેદે પણ એકત્વને સ્વીકારતા, શું આ અનેકાન્તવાદ નથી ? વળી, ભિન્ન-ભિન્ન સમયમાં થનારા હર્ષ, વિષાદ વગેરે અનેક પર્યાયોથી યુક્ત હોવા છતાં પણ, તે જ્ઞાનને એકાન્ત ભિન્ન કેવી રીતે કહી શકાય ? જેવી રીતે ભિન્નદેશની અપેક્ષાએ, અર્થાકારની અપેક્ષાએ જ્ઞાનમાં ભેદ હોવાની સાથે એકપણું રહેલું છે, તેમ ભિન્ન સમયની અપેક્ષાએ પણ તે જ્ઞાનમાં એકત્વ આવી શકે છે. એકાન્ત ભિન્ન રહેતું નથી, કારણ કે ભિન્નદેશ અને ભિન્નસમયમાં આક્ષેપ અને પરિહાર સમાન રૂપે રહેલા છે.
– મર્થસપ્રેક્ષUT— (२९०) बहिर्मुखेति । बहिर्बाह्यवस्तुविषये मुखमारम्भः प्रकाशनप्रवृत्तिर्यस्य तत्तथा बाह्यवस्त्वभिमुखमित्यर्थः । एवमन्तर्मुखेत्यप्युक्तानुसारतो व्याख्येयम्, आदिशब्दात् प्रमाणाप्रमाणादिपरिग्रहः | (२९१) नानादेशेत्यादि । उपरक्तं विशेषितं एकं संवेदनमिति संबन्धः । (२९२) अन्यथेति । नानाकारोपरक्तभावे । (२९३) अभिन्नयोगक्षेमत्वादिति । प्राग्वद्भावनीयम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org