________________
ઉon
न्यायावतार - श्लो. १ भावांशादव्यतिरिक्तत्वादेव, तत्स्वरूपवत् । 'भिन्नश्चेत्, घटाद्यभावविनिलुठितं भूतलमाद्यदर्शनेन गृह्यते इति घटादयो गृह्यन्ते इति प्राप्तम्, “तदभावाग्रहणस्य तद्भावग्रहणनान्तरीयकत्वात् । तथा च अभावोऽपि पश्चात्प्रवर्तमान स्तानुत्सारयितुमपटिष्ठः स्यात्, अन्यथा प्रत्यक्षमसंकीर्णस्य १०१संकीर्णताग्रहणात् भ्रान्तमापनीपद्येत । ५९. किं च | प्रमाणाभावादर्थाभावोऽभावप्रमाणेन साध्यते इति भवतोऽभिप्राय:
–૦નાયરશ્મિ - ઘટરાહિત્યનો પણ બોધ થઈ જશે - તો પછી અભાવાંશને ગ્રહણ કરવા, અભાવ પ્રમાણની કોઈ જ જરૂર નથી.
(૨) જો અભાવાંશ, ભાવાંશથી ભિન્ન છે, તો પ્રથમ પ્રત્યક્ષમાં ઘટાદિ-અભાવરહિત માત્ર ભૂતલ (ભાવાંશ) જ જણાય, એમ નક્કી થયું. તો પછી ઘટાદિ-અભાવનું ગ્રહણ ન થયું હોવાથી ઘટાદિનું ગ્રહણ થશે, કારણ કે અભાવનું અગ્રહણ ભાવના ગ્રહણને અવિનાભાવી છે. (ભાવ ગૃહીત ન થાય તો અભાવ ગૃહીત થાય જ. એટલે અભાવ ગૃહીત ન થાય, તો ભાવ ગૃહીત થાય જ, એ નક્કી છે.) હવે તે પછી અભાવપ્રમાણ પ્રવૃત્ત થશે, તો પણ, પ્રત્યક્ષ દ્વારા ગૃહીત જે ઘટાદિ પદાર્થ છે, તેઓના અભાવને તે ગ્રહણ નહીં કરી શકે. અન્યથા (જો અભાવ પ્રમાણથી ઘટાદિના અભાવનો બોધ માનવામાં આવે, તો પૂર્વે કરેલું પ્રત્યક્ષ ભ્રાંત થઈ જવાની આપત્તિ આવશે, કારણ કે તે પ્રત્યક્ષે ઘટાદિ રહિત ભૂતલને ઘટાદિસહિત ભૂતલરૂપે ગ્રહણ કર્યું છે. એટલે અભાવાંશનું ગ્રહણ પ્રત્યક્ષથી જ થાય છે, એ માન્યા વિના છૂટકો જ નથી.
(૫૯) વળી તમે કહો છો કે જ્યાં વસ્તુની સત્તા કોઈ પણ પ્રમાણથી ગ્રહણ નથી થતી, ત્યાં અભાવ પ્રમાણથી તેનો અભાવ ગૃહીત થાય છે. કહ્યું છે કે -
જે વસ્તુ વિશે પ્રમાણપંચકની ( = પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ અને અર્થપત્તિની) પ્રવૃત્તિ થતી નથી, તે વસ્તુસત્તાના નિર્ણય માટે – અભાવાંશના ગ્રહણ માટે – અભાવ પ્રમાણની જરૂર પડે છે.”
-૦૫ર્થસંપ્રેક્ષ (९७) विनि ठितम रहितम् । (९८) तदभावेत्यादि । घटाभावापरिच्छेदस्य घटसद्भावज्ञानपरतन्त्रत्वात् । (९९) तान् घटादीन् । (१००) असंकीर्णस्य केवलभूतस्य । (१०१) संकीर्णता घटादिसाहित्यम् ।
૧. ભાવ એ કે, પહેલા પ્રત્યક્ષ દ્વારા ઘટાભાવનું અગ્રહણ થયું એટલે ઘટનું ગ્રહણ થયું, પણ પાછળથી, અભાવ પ્રમાણ દ્વારા
‘ઘટાભાવ' દર્શિત થવાથી, પ્રત્યક્ષે જે ઘટનું ગ્રહણ કર્યું - તે ખોટું સાબિત થશે અને આ રીતે તો ભૂતલવિષયક સાચું પણ પ્રત્યક્ષ ભ્રાંત થઇ જશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org