SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૫) न्यायावतार - श्लो. १ "तथा हि-प्रत्यक्षमेवान्वयव्यतिरेकद्वारेण भूतलमेवेदं घटादिर्नास्तीति वस्तुपरिच्छेदप्रावीण्यमाबिभ्राणं तदधिकग्राह्यार्थाभावात् प्रमाणान्तरं परिकल्प्यमानं निरस्यतीति किं नश्चिन्तया? तस्य सदसद्रूपवस्तुग्राहिणः प्रतिप्राणि प्रसिद्धत्वात् । ५७. अथ कदाचिदभिदध्यात्, अध्यक्षं भावांशमेवाकलयति, इन्द्रियद्वारेणोत्पत्तेः, तस्य च भावांशे एव व्यापारात्, नास्तिताज्ञानं तु वस्तुग्रहणोत्तरकालं प्रतियोगिस्मरणसद्भावे मानसमक्षव्यापारनिरपेक्षमुन्मज्जति । –૦નાયરશ્મિ - પ્રત્યક્ષાદિથી અતિરિક્ત એવા અભાવ પ્રમાણથી થાય. એમ માનવું જ પડે. આમ અભાવ પ્રમાણની પણ સિદ્ધિ થાય છે, તો પછી ઉહ વગેરેની જેમ, અભાવને પ્રમાણ કેમ ન મનાય ? જેનઃ- જેનો કોઈ વિષય ન હોય તે જ્ઞાન પ્રમાણ ન બની શકે, અભાવ પ્રમાણનો પણ કોઈ વિષય ન હોવાથી, અમે તેને અપ્રમાણ કહીએ છીએ મીમાંસક:- અભાવ નિર્વિષયક કઈ રીતે ? જૈન - આ માત્ર ભૂતલ જ છે, અહીં ઘડો વગેરે બીજી કોઈ વસ્તુ નથી' -આ રીતે વસ્તુનું જ્ઞાન કરતું પ્રત્યક્ષ જ, પ્રત્યક્ષના વિષયથી અધિક એવો કોઈ અર્થ જ ત્યાં ન હોવાથી, પ્રમાણાંતરની કલ્પનાનો છેદ કરી નાંખે છે. કહેવાનો આશય એ કે અભાવ પ્રમાણનો તમે જે વિષય કહો છો તે વિષયનું ગ્રહણ તો પ્રત્યક્ષ દ્વારા જ થઈ જાય છે. એટલે પ્રત્યક્ષથી જ વિષયનો સર્વાંશે બોધ થઈ જવાથી, એવો કોઈ અંશ શેષ નથી રહેતો, કે જેનો બોધ કરાવવા દ્વારા અભાવ પ્રમાણ બની શકે. પ્રત્યક્ષ જ, વસ્તુનું સદુ-અસરૂપે ગ્રહણ કરે છે, એ તો અનુભવ સિદ્ધ છે - જેમ ગાય દેખાય ત્યારે ‘યે જો એવું પ્રત્યક્ષ થાય છે, તેમ ‘યં નાશ્વર' એવું પ્રત્યક્ષ પણ થાય છે. એટલે અસરૂપને ગ્રહણ કરવા, સ્વતંત્ર અભાવ પ્રમાણ માની શકાય નહીં. (૫૭) મીમાંસકઃ- પ્રત્યક્ષની ઉત્પત્તિ ઈન્દ્રિય દ્વારા થાય છે અને ઈન્દ્રિય તો માત્ર સદ્ અંશનું જ ગ્રહણ કરે છે. તેથી પ્રત્યક્ષ દ્વારા તો માત્ર ભાવાંશનું જ ગ્રહણ થાય છે. જ્યારે ‘ઘટાદિ અહીં નથી” એવું નાસ્તિતાવિષયક જ્ઞાન તો ઈન્દ્રિય વિના જ થાય છે, કારણ કે ભૂતલાદિના પ્રત્યક્ષ પછી, પ્રતિયોગીનું સ્મરણ થાય તો ઈન્દ્રિયોની અપેક્ષા વિના ‘અહીં ઘડો નથી' - એમ નાસ્તિતાવિષયક માનસ જ્ઞાન થાય છે. કહ્યું છે કે - “નારિત એવું જ્ઞાન ઈન્દ્રિય દ્વારા તો થતું નથી, કારણ કે ભાવાંશ જ ઈન્દ્રિયના સંસર્ગને યોગ્ય હોવાથી ઈન્દ્રિયનો સંયોગ તો માત્ર ભાવાંશની સાથે જ થાય છે.” – શાસ્ત્રસંતો(35) "प्रत्यक्षादिनैवाभावस्य प्रतीतेः, तथा चाक्षव्यापारादिह भूतले घटो नास्तीति ज्ञानमपरोक्षमुत्पद्यमानं કૃષ્ટ | * પ્રા.વ્યો. પૃ. ૬૨૨, પ્ર.ન્દ્ર. પૃ. રર૬ / " ચર્ચ ઇટાતિવિવિpચ ભૂતનચોપનચ્યા घटानुपलब्धिरिति प्रत्यक्षसिद्धानुपलब्धिः।" - प्रमाणवा. स्ववृ.टी. १/६ / "सत्यमभावः प्रमेयमभ्युपगम्यते प्रत्यक्षाद्यवसीयमानस्वरूपत्वान्न प्रमाणान्तरमात्मपरिच्छित्तये मृगयते। अदूरमेदिनीदेशवर्तिनस्तस्य चक्षुषा । परिच्छेदः परोक्षस्य क्वचिन्मानान्तरैरपि।।" - न्यायमं.पृ. ५१। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy