SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૭ નોંધ :- અહીં ટીકામાં ‘વ્યાધાતઃ સંમવેત્’ ના સ્થાને ‘વ્યાધાતસંમવે’ એ પ્રકારનો પાઠ હોવાની સંભાવના છે. તેથી એ પ્રમાણે અમે અર્થ કરેલ છે. ૫૦૨ * ‘ક્ષળવિ’ અહીં ‘વિ’ થી એ કહેવું છે કે, અદત્ત-અવગ્રહનો પરિભોગ મુનિને વધારે સમય તો કલ્પતો નથી, પરંતુ ક્ષણ પણ કલ્પતો નથી. * ‘સ્થાનોપવેશનાવિ’ અહીં ‘વિ’ થી સૂવાની કે આહાર ગ્રહણ કરવાની ક્રિયાનું ગ્રહણ કરવું. * ‘પરોઠાસુ’ આવશ્યકનિર્યુક્તિ ગાથા-૭૨૧ના આ શબ્દમાં ‘વિ' શબ્દનો વિશિષ્ટ અર્થ કર્યો કે ‘અનેક પ્રકારના ૫૨-અવગ્રહાદિમાં.' અને તેના દ્વારા પરના અવગ્રહના અનેક ભેદો છે તેનું સૂચન કરાયું છે. * ‘મિક્ષાટનાવાપિ’ અહીં ‘વિ’ થી વિહારાદિનું ગ્રહણ કરવું, અને ‘પિ’ થી એ કહેવું છે કે રહેવાની ઈચ્છા હોય તો તો સ્વામીની અનુજ્ઞા લેવાય છે, પરંતુ ભિક્ષાટનાદિમાં પણ વ્યાઘાત સમયે ઊભા રહેવા કે બેસવા સ્વામીની અનુજ્ઞા લઈને સાધુએ રહેવું જોઈએ. * ‘અટવ્યાવાપિ’ અહીં ‘વિ’ થી વિહારાદિનું ગ્રહણ કરવું અને ‘પિ’ થી ભિક્ષાટનાદિનો સમુચ્ચય કરવો. * ‘પૂર્વસ્થિતસ્થાપિ ગયોને’ અહીં ‘વિ’ થી એ કહેવું છે કે, પૂર્વસ્થિતનો યોગ હોય તો પૂછીને ઊતરે પણ પૂર્વસ્થિત કોઈ ન હોય તો પણ દેવતાને પૂછીને=અવગ્રહ યાચીને, ઊતરે. ભાવાર્થ: મુનિને અદત્તાદાન પરિહારાર્થે અવગ્રહ યાચવાની વિધિ છે અને તે અવગ્રહની યાચના કરીને તે સ્થાનમાં રહે તે ગૃહસ્થ-ઉપસંપ ્-સામાચારી છે. સાધુઓ કોઈ પણ સ્થાનમાં ક્ષણભર પણ ઊભા રહેવાના હોય કે બેસવાના હોય કે અન્ય ક્રિયા અર્થે સ્થાનનો ઉપયોગ કરવાના હોય તો તે ક્ષેત્રનો પરિભોગ કહેવાય. આવા પ્રકારનો પરિભોગ કરવા અર્થે તે સ્થાનના જે માલિક હોય તેની પાસે અવગ્રહની યાચના કરીને તે સ્થાનમાં સાધુ ઊભા રહી શકે કે બેસી શકે. અવગ્રહની યાચના ન કરે તો ત્રીજા અદત્તાદાન વ્રતમાં મલિનતા આવે છે. આના કારણે સાધુઓ ભિક્ષાદિ અર્થે ગયા હોય ત્યારે પણ વરસાદને કારણે કે અન્ય કોઈ ઉપદ્રવને કારણે કોઈક સ્થાનમાં ઊભા રહેવું હોય ત્યારે, તેના સ્વામીની અનુજ્ઞા લઈને વિધિપૂર્વક ૨હે છે અર્થાત્ કોઈ જીવને કિલામણા ન થાય તે રીતે પૂંજી-પ્રમાર્જીને પોતાના શુભ અધ્યવસાયની વૃદ્ધિ થાય એ રીતે શાસ્ત્રના પદાર્થોનું ચિંતવન આદિ ક્રિયાઓમાં ઉપયુક્ત થઈને રહે છે; પરંતુ સામાન્ય લોકની જેમ જે તે સ્થાનમાં ઊભા રહીને રસ્તામાં આવતા-જતા લોકોનું અવલોકન કરવામાં વ્યાવૃત રહેતા નથી. તે બતાવવા માટે ટીકામાં કહ્યું કે, સ્વામીની અનુજ્ઞા લઈને વિધિપૂર્વક રહેવું જોઈએ. અટવી આદિમાં પણ શ્રમિત થવાને કારણે ક્યાંક વિશ્રામ કરવો પડે તો તે સ્થાનમાં પૂર્વમાં રહેલા કોઈ મુસાફરાદિ હોય તો તેમની અનુજ્ઞા લઈને બેસે, અને કોઈ ન હોય તો તે સ્થાનસંબંધી દેવતાના અવગ્રહની પણ યાચના કરે. આશય એ છે કે ગૃહસ્થો રસ્તામાં જતાં પણ કોઈક સ્થાનમાં બેઠા હોય તો તે સ્થાન તેઓ બેસે તેટલા કાળ સુધી તેઓની માલિકીનું ગણાય. તેથી તે સ્થાનમાં રહેલા સ્વામીની યાચના કરીને સાધુને બેસવાની વિધિ છે. જેમ કોઈ ગૃહસ્થને ત્યાં સાધુ ઊતરેલા હોય તો તે સ્થાન વસ્તુતઃ તો તે ગૃહસ્થની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy