________________
૪૯૮
ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૪-૯૫-૯૬ કૃત્યોમાં સુદઢ યત્ન કરી શકતા નથી, તેઓને તપ કરવા કરતાં સ્વાધ્યાયાદિ ઉચિત કૃત્યોથી આત્માને ભાવિત કરવો તે વધુ હિતાવહ છે; આથી તેવા સાધુઓને નિત્ય એકાશન કરીને સંયમયોગમાં ઉપસ્થિત રહેવાનો વિધિ છે અર્થાત્ “દશવૈકાલિક સૂત્ર”ની ‘યદો નિર્વા તોછમ્મ....” ગાથાથી નિત્ય એકાશન કરીને સ્વાધ્યાયમાં ઉદ્યત રહેવાનું કહેલ છે. તે રીતે વિકૃષ્ટ તપ કરનાર પણ જો પારણામાં ગ્લાન જેવો થતો હોય તો આચાર્ય તપ કરવાનો નિષેધ કરીને સ્વાધ્યાયાદિમાં યત્ન કરવા કહે છે.
આનાથી એ ફલિત થાય કે, વિશેષ તપ કરનારને પણ અત્યંત અપ્રમાદની વૃદ્ધિ અર્થે શક્તિ કેળવાતી હોય તો તપ કરવાનો અધિકાર છે, અન્યથા નથી.
વળી અન્ય કહે છે કે, વિકૃષ્ટ ક્ષપણા કરનાર પારણાના સમયે ગ્લાન જેવા હોય તો પણ ઉપસંપદ્ સામાચારી અપાય છે. તેનો આશય એ છે કે, વિકૃષ્ટ ક્ષપણા કરનાર અઠ્ઠમાદિના પારણે અઠ્ઠમ કે માસક્ષમણાદિ તપના પારણે માસક્ષમણ કરતા હોય છે; વળી તેઓ અપ્રમાદભાવથી આત્માને ભાવિત કરતા હોય છે. તેથી પારણાના દિવસે ગ્લાની આવે એટલામાત્રથી ક્ષપણાનો નિષેધ કરાય નહીં, કેમ કે ઘણો અપ્રમાદ કર્યો અને પારણાના દિવસે ગ્લાનતાના કારણે થોડો સમય અપ્રમાદ ન કેળવી શકે તો પણ ફરી અઠ્ઠમાદિ કરતી વખતે અપ્રમાદ કેળવશે. માટે તેવો ક્ષપક પણ ક્ષપણા માટે યોગ્ય છે, એમ અન્ય આચાર્ય કહે છે.
અહીં ગ્રંથકાર કહે છે કે, વિકૃષ્ટ ક્ષેપકમાં જે માસક્ષમણના પારણે માસક્ષમણ કરનાર છે, વળી યાવસ્કૃથિક છે કે જે ઉત્તરમાં અણસણ કરનાર છે, તે પારણાના દિવસે ગ્લાન હોય તો પણ ઈચ્છાય છે.
આનાથી એ ફલિત થયું કે અન્યના મતે અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરનાર પણ વિકૃષ્ટ લપક પારણામાં ગ્લાન હોય તો પણ ક્ષપણા ઉપસં૫૬ માટે અધિકારી છે, અને ગ્રંથકારના મતે માસક્ષમણના પારણે માસક્ષમણ આદિ કરનાર પારણામાં ગ્લાન હોય તો ચાલે, અન્ય ન ચાલે; અને યાવત્રુથિક તો અણસણ કરીને વિશેષ પ્રકારની આત્મસાધના કરનાર છે, તેથી પારણામાં ગ્લાન થાય તો પણ સ્વીકાર્ય છે.
આ રીતે યાવત્કથિક અને ઈત્વરકાલિક ક્ષેપકનું સ્વરૂપ બતાવ્યું અને તેને ક્યારે ઉપસંહદ્ આપવી તે વાત કહી. હવે ક્ષપણા માટે ઉપસંપદ્ આપતાં પહેલાં આચાર્યે શું વિવેક કરવો જોઈએ, તે બતાવે છે –
ક્ષપકને ઉપસંપદુ આપે તેના પહેલાં આચાર્યે ગચ્છવાસી સાધુઓને પૃચ્છા કરવી જોઈએ કે, “આ ક્ષપક ઉપસંપદા સ્વીકારવા અર્થે આવેલ છે, તો તમે તેની ઉપધિપ્રત્યુપેક્ષણાદિ કાર્યો કરીને વૈયાવચ્ચ કરી શકશો ?” જો આચાર્ય ગચ્છવાસી સાધુઓને પૃચ્છા કર્યા વિના ક્ષેપકને ઉપસંપદા આપે તો સામાચારીની વિરાધના થાય; કેમ કે ગચ્છના સાધુઓને આચાર્યે કહ્યું નહીં હોવાથી તેઓ ક્ષેપકની ઉપધિપ્રત્યુપેક્ષણાદિ કરે નહીં. તેથી ગચ્છને પૂછીને આચાર્ય ક્ષેપકને ઉપસંપદુ આપવી જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે, આચાર્યને જે ઉચિત લાગે તે કરે, તેમણે શિષ્યોને શું પૂછવાનું હોય ? શિષ્યોએ તો આચાર્યની આજ્ઞાનું પાલન કરવાનું હોય; કેમ કે આચાર્ય વડીલ છે, તો પોતાની આજ્ઞાને પરતંત્ર એવા શિષ્યોને પૂછીને કોઈ પણ કાર્ય શા માટે કરે ? પરંતુ આવો એકાંત નિયમ નથી. શિષ્યોને નિર્જરા થાય તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org