________________
૪૮૨
નથી, પરંતુ ક્યારેક વ્યવહારનયાદિના અનાશ્રયણમાં પણ હોય તો પણ દોષ નથી.
ભાવાર્થ
==
ગાથા-૮૯માં ઉભયનયના ગ્રહણનું કથન કર્યું તેથી એ કહેવું છે કે, પ્રવૃત્તિ હંમેશાં ઉભયનયથી કરવાની છે, અર્થાત્ તે ઉભયનય દરેક પ્રવૃત્તિમાં આશ્રયણ ક૨વાનો નથી, પરંતુ પોતપોતાના સ્થાનમાં જે નય કહેલો હોય તે સ્થાનમાં તે નયનું આશ્રયણ ક૨વામાં આવે તે ઉભયનયનું આશ્રયણ છે; અને તે રીતે જો ઉભયનયનું આશ્રયણ કરવામાં આવે તો કલ્યાણની પ્રાપ્તિ થાય. આ પ્રકારના ગાથાના પૂર્વાર્ધના કથનથી અવતરણિકામાં કરેલી શંકાનું નિરાકરણ થઈ જાય છે.
ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૨
વ્યાખ્યાનકાળમાં જ્ઞાનજ્યેષ્ઠને વંદન કરતી વખતે વ્યાખ્યાન કરનાર પર્યાયજ્યેષ્ઠને વંદન કરતા નથી, તેમાં દોષ પ્રાપ્ત થતો નથી, તે બતાવવા અર્થે કહે છે
નિશ્ચયાદિ પ્રતિબદ્ધ કાર્યસ્થળમાં વ્યવહારાદિના અનાશ્રયણમાં કર્મબંધરૂપ દોષ નથી, અને વ્યાખ્યાન અવસર એ નિશ્ચયનય પ્રતિબદ્ધ સ્થળ છે, માટે પર્યાયજ્યેષ્ઠને વ્યાખ્યાન અવસ૨માં અનુભાષક વંદન કરતા નથી, જેથી વ્યવહારનું અનાશ્રયણ ત્યાં હોવા છતાં કર્મબંધની પ્રાપ્તિ નથી.
તે રીતે કોઈ નવા સાધુ આવેલા હોય અને દોષનું અપ્રતિસંધાન હોય અને તેના સાધુવેષથી ગુણની સંભાવના માનીને ફેટાવંદન કરે ત્યારે આલય-વિહારાદિ દ્વારા ગુણનું જ્ઞાન કરાયું નથી, તેથી નિશ્ચયનું અનાશ્રયણ છે છતાં ઉચિત વ્યવહારનું પાલન હોવાને કારણે વંદન કરનારને કર્મબંધરૂપ દોષની પ્રાપ્તિ નથી. આથી આવા સમયે કોઈ શિથિલાચારી સાધુને વંદન થયું હોય તોપણ ત્યાં દોષની પ્રાપ્તિ થતી નથી, પરંતુ ઉચિત પ્રવૃત્તિ હોવાથી નિર્જરા થાય છે. IIĪા
અવતરણિકા:
ज्ञानोपसंपद्विध्युक्त्या दर्शनोपसंपद्विधिरप्युक्त एवेति सम्प्रति चारित्रोपसंपदमभिधित्सुराह -
અવતરણિકાર્યઃ
જ્ઞાન-ઉપસંપદ્-વિધિની ઉક્તિથી દર્શન-ઉપસંપ-વિધિ પણ કહેવાઈ જ છે. એથી કરીને હવે ચારિત્ર-ઉપસંપનેે કહેવાની ઈચ્છાવાળા કહે છે –
=
* ‘વર્શનોવસંપવિધિરવ્યુત્ત’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, જ્ઞાન-ઉપસંપ-વિધિ તો કહેવાઈ, પરંતુ દર્શનઉપસંપદ્-વિધિ પણ કહેવાઈ જ છે.
ભાવાર્થ :
ગાથા-૭૦ થી ૯૨ સુધી જ્ઞાનઉપસંપની વિધિ બતાવી, તેથી ક્રમપ્રાપ્ત દર્શનઉપસંપની વિધિ કહેવી જોઈએ. આમ છતાં જ્ઞાનઉપસંપર્ અને દર્શનઉપસંપની વિધિ સમાન છે; કેમ કે દર્શનશાસ્ત્રો ભણવા માટે દર્શનઉપસંપદ્ સ્વીકારાય છે, માટે તે બંનેની વિધિમાં કોઈ ભેદ નથી. તેથી ગ્રંથકાર કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org