________________
૪૮૦
ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૨ तु निश्चयप्रतिबद्धं तदा तदेव, यत्काले चोभयप्रतिबद्धं तदाऽपि तदेव, नत्वेकमात्रपक्षपातितया विपर्यास कार्य इति परमार्थः । ટીકાર્ય :
‘મત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે.
અને ઉભયગ્રહણથી=અને નિશ્ચયનયતા અને વ્યવહારનયના આશ્રયણથી, નિજ નિજ સ્થાન=સ્વસ્વ અવસરે, કથિતનું શાસ્ત્રમાં કહેવાયેલા નયનું, સેવન શ્રેય છે-કલ્યાણ કરનારું છે.
ઉભયનયના આશ્રયણથી સ્વસ્થસ્થાનમાં ઉચિત નયનું યોજના કલ્યાણ કરનારું છે, તે સ્થાનો બતાવે છે –
જે કાળમાં વ્યવહાર પ્રતિબદ્ધ કાર્ય અનુજ્ઞાત છે શાસ્ત્રસંમત છે, તે કાળમાં તે તે કાર્ય જ, કરવું જોઈએ, વળી જે કાળમાં નિશ્ચયપ્રતિબદ્ધ કાર્ય અનુજ્ઞાત છે શાસ્ત્રસંમત છે, ત્યારે તે જ નિશ્ચયપ્રતિબદ્ધ કાર્ય જ કરવું જોઈએ અને જે કાળમાં ઉભયપ્રતિબદ્ધ કાર્ય અનુજ્ઞાત છે, ત્યારે પણ તે જsઉભયપ્રતિબદ્ધ કાર્ય જ કરવું જોઈએ; પરંતુ એક વયમાત્રના પક્ષપાતીપણા વડે વિપર્યાય કરવો જોઈએ, એ પ્રકારનો પરમાર્થ છે.
* “તાડપિ અહીં ‘’ થી એ કહેવું છે કે, એક નયપ્રતિબદ્ધકાળમાં એક નાનું જે કર્તવ્ય હોય તે તો કરવું જોઈએ, પરંતુ ઉભયન પ્રતિબદ્ધ હોય ત્યારે પણ તે જ ઉભયનયનું જ, કાર્ય કરવું જોઈએ. ભાવાર્થ -
જો ઉભયનયનું આશ્રયણ સંમત હોય તો વ્યાખ્યાનના અવસરમાં નિશ્ચયનયને અવલંબીને જ્ઞાનજ્યષ્ઠને વંદન કરવામાં આવે છે, તેમ વ્યવહારનયને અવલંબીને તે વખતે પર્યાયજ્યેષ્ઠને પણ વંદન કરવું જોઈએ, તો ઉભયનાનું આશ્રયણ સંગત થાય. આ પ્રકારની અવતરણિકાની શંકાનું નિરાકરણ કરતાં કહે છે કે, ઉભયનયનું આશ્રયણ કરવું જોઈએ એ કથનનો અર્થ એવો નથી કે દરેક પ્રવૃત્તિમાં ઉભયનયનું આશ્રયણ કરવું જોઈએ; પરંતુ જે કાળમાં વ્યવહારનય સાથે સંબદ્ધ કાર્ય હોય ત્યારે વ્યવહારનયને આશ્રયીને કાર્ય કરવું જોઈએ, જે કાળમાં નિશ્ચયનય સાથે સંબદ્ધ કાર્ય હોય ત્યારે નિશ્ચયનયને આશ્રયીને કાર્ય કરવું જોઈએ અને જે કાળમાં ઉભયનયસંબદ્ધ કાર્ય હોય ત્યારે ઉભયનયને આશ્રયીને તે કાર્ય કરવું જોઈએ. તે આ રીતે –
(૧) વ્યવહારનયસંબદ્ધ કાર્ય - જ્યારે કોઈ નવા સાધુ આવ્યા હોય અને પોતાને તેનો કોઈ પૂર્વ પરિચય નથી, વળી વર્તમાનમાં તેઓ દોષ સેવે છે તેવું પ્રતિસંધાન નથી, પરંતુ સાધુવેષ છે માટે તેમાં ગુણ હોવા જોઈએ, તેવું પ્રતિસંધાન હોય, ત્યારે માત્ર વ્યવહારનયનો અવકાશ છે; કેમ કે વ્યવહારનયને માન્ય સાધુવેષથી જ ફેટાવંદન કરાય છે. તેથી આવા સ્થાને વ્યવહારનયનું આશ્રયણ કરવું ઉચિત છે, પણ નિશ્ચયનયનું આશ્રયણ ઉચિત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org