________________
૪૬૪
ઉપસંપદા સામાચારી | ગાથા : ૮ વ્યવહારનય યદ્યપિ વ્રતકાળરૂપ પર્યાયને મુખ્યરૂપે માને છે, તોપણ અંતરંગ રીતે વર્તતા ચારિત્રના પરિણામના કાર્યરૂપ આલય-વિહારાદિની વિશુદ્ધિથી યુક્ત એવા પર્યાયવિશેષને વંદનાને માટે ઉપયોગી માને છે. તેથી જે સાધુ આલય-વિહારાદિનું સારી રીતે પાલન કરતા હોય અને દીર્થસંયમપર્યાયવાળા હોય તેમાં પ્રાયઃ ગુણાધિકતા છે તેમ સ્વીકારીને વ્યવહારનય વંદન કરવાનું કહે છે. માટે સંયમપર્યાયનું વિશેષણ આલય-વિહારાદિની વિશુદ્ધિ છે, જે ગૌણ છે અને સંયમપર્યાય મુખ્ય છે. આથી વ્યવહારનયથી પર્યાયને આશ્રયીને વંદનનું કથન હોવા છતાં ગૌણરૂપે ગુણનું પણ વંદનમાં ઉપયોગીપણું સિદ્ધ થયું; કેમ કે ગુણરહિત કેવળ પર્યાયવાળાને વ્યવહારનય પણ વંદ્ય સ્વીકારતો નથી.
આથી જ કોઈ સાધુમાં આલય-વિહારાદિની વિશુદ્ધિ હોય, આમ છતાં તે સાધુ માયાવી છે કે, અભવ્યાદિ છે, તેવો નિર્ણય થાય તો તેને વ્યવહારનય વંદનને યોગ્ય માનતો નથી. જેમ વિનયરત્ન, ઉદયન રાજર્ષિને મારવા માટે સંયમ ગ્રહણ કરે છે અને વિનયથી ગુરુને એવા પ્રભાવિત કર્યા છે કે તેનું નામ બીજું હોવા છતાં વિનયરત્ન તરીકે પ્રસિદ્ધ થયો. આમ છતાં કોઈકને ખ્યાલ આવી જાય આવા મલિન આશયથી તે સંયમ પાળી રહ્યો છે, તો વ્યવહારનય પણ તેને વંદનીય સ્વીકારે નહીં.
તે રીતે નિશ્ચયનય પણ મુખ્યપણે વંદનને ઉપયોગી ગુણવિશેષને સ્વીકારે છે, તોપણ તે ગુણવિશેષના કાર્યરૂપ આલય-વિહારાદિની વિશુદ્ધિ ઘણા સમય સુધી જે સાધુએ પાળી હોય તે સાધુમાં પ્રાયઃ ગુણ વિશેષ હોવાની સંભાવના છે, એમ નિશ્ચયનય સ્વીકારે છે. આથી પર્યાયનો સાક્ષાત્ નિર્દેશ નિશ્ચયનય કરતો નથી તોપણ દીર્ઘ પર્યાય જોઈને ત્યાં અધિક ગુણની સંભાવના માન્ય કરે છે. તેથી નિશ્ચયનયને પણ ગૌણરૂપે પર્યાય માન્ય છે.
આ રીતે ગણત્વ-મુખ્યત્વનો સંભવ હોવાના કારણે બંને નયો આપાતથી પરસ્પર વિરુદ્ધ કથન કરનાર હોવા છતાં વ્યવહારનય અને નિશ્ચયનય બંનેના સ્થાનને આશ્રયીને વંદનવ્યવસ્થાની અનુપપત્તિ નથી, અને તે વ્યવસ્થા કઈ રીતે અનુપપન્ન નથી, તે સ્વયં ગ્રંથકાર આગળની ગાથાઓમાં બતાવવાના છે. IIટલા અવતરણિકા :
एतेन निश्चयनयमात्रावलम्बिना(नां) दत्तं दूषणं प्रतिक्षिप्तमित्याह - અવતરણિતાર્થ :
આના દ્વારા=પૂર્વ ગાથામાં સ્થાપન કર્યું કે વંદનના વિષયમાં ઉભયમત સ્વીકારવો જોઈએ આના દ્વારા, (વ્યવહારનય વડે) નિશ્ચયનયમાત્રના અવલંબીઓને અપાયેલ દૂષણ પ્રતિક્ષિપ્ત થયું દૂર થયું, એ પ્રમાણે ગાથામાં કહે છે.
નોંધ :- ગાથાની ટીકાના અર્થ પ્રમાણે વિચારીએ તો “નિશ્ચયનયમત્રીવત્નશ્વિના” એ શબ્દના સ્થાને નિવનિયમત્રીવન્વિનાં’ એમ હોવું જોઈએ, તો અર્થ સંગત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org