________________
૪૪
વિટ્ટા=અવિઘ્ન અર્થે હ્રાસ્સĒ=કાઉસ્સગ્ગને રેતિ કરે છે. ૮૦ના
ગાથાર્થ ઃ
ત્યાર પછી ખરેખર, જેટલા વ્યાખ્યાન સાંભળે છે, તે સર્વ વંદન કરે છે. વંદન કર્યા પછી સર્વ અવિઘ્ન અર્થે કાઉસ્સગ્ગને કરે છે. II૮૦ા
ટીકા ઃ
वंदंति त्ति । ततः=तदनन्तरं, किल इति सत्ये, यावन्तो व्याख्यानं शृण्वन्ति तावन्त इति गम्यम्, सर्वे न तु कतिपये, वन्दन्ते द्वादशावर्त्तवन्दनेनेति विधिविशेषबलादुन्नीयते । ततः = तदनन्तरं, सर्वे कायोत्सर्गं कुर्वन्ति । किमर्थम् ? इत्याह- अविघ्नार्थं - उत्पन्नोत्पत्स्यद्विघ्नक्षयानुत्पत्त्यर्थम् । तदुक्तमावश्यकवृत्तौ ‘सर्वे श्रोतारः श्रेयांसि बहु विघ्नानीति कृत्वा तद्विघातायानुयोगप्रारम्भे कायोत्सर्गं कुर्वन्ति' इति ।। ८० ।।
ટીકાર્ય :
ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૦
‘વંયંતિ ત્તિ’। એ ગાથાનું પ્રતીક છે.
ત્યાર પછી=બે માત્રક સ્થાપન કર્યા પછી ખરેખર, જેટલા વ્યાખ્યાન સાંભળે છે તેટલા, પરંતુ કેટલાક જનહીં, વંદન કરે છે=સર્વે દ્વાદશાવર્તવંદનથી વંદન કરે છે, અહીં વંદન શબ્દથી દ્વાદશાવર્તવંદન ગ્રહણ કરવું. તે મૂળમાં ઉલ્લેખ નથી, પરંતુ વિધિવિશેષતા બળથી નક્કી થાય છે. ત્યાર પછી=દ્વાદશાવર્તવંદન પછી, સર્વે કાઉસ્સગ્ગને કરે છે. શા માટે કાઉસ્સગ્ગને કરે છે ? એથી કહે છે –
-
અવિઘ્ન અર્થે=ઉત્પન્ન વિઘ્નના ક્ષય અને અનુત્પન્ન વિઘ્નની અનુત્પત્તિ અર્થે. તે=અવિઘ્નાર્થે સર્વે સાંભળનારાઓ કાઉસ્સગ્ગ કરે છે તે, આવશ્યકનિર્યુક્તિ ગાથા-૭૦૬ની વૃત્તિ=ટીકામાં, કહ્યું છે “શ્રેય કાર્યો ઘણા વિઘ્નવાળાં છે” એથી કરીને સર્વે સાંભળનારાઓ તેના=વિઘ્નના, વિઘાત માટે=નાશ માટે, અનુયોગના પ્રારંભમાં કાયોત્સર્ગ કરે છે.”
‘રૂતિ’ આવશ્યકનિર્યુક્તિની ટીકાના ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
મૂળ ગાથામાં ‘તાવન્ત’ શબ્દ અધ્યાહાર છે અને ‘વિર’ શબ્દ સત્ય=ખરેખર, અર્થમાં છે. ૮૦ના ભાવાર્થ:
બે માત્રક સ્થાપન કર્યા પછી અર્થશ્રવણ સમયે જેટલા વ્યાખ્યાન સાંભળવા બેસે છે, તે સર્વે દ્વાદશાવર્તવંદનથી વાચનાદાતા આચાર્યને વંદન કરે છે.
આ કથનથી એ ફલિત થાય કે, વ્યાખ્યાન સાંભળનાર ચારિત્રપર્યાયથી કદાચ મોટા હોય, કદાચ પદસ્થ પણ હોય, તોપણ અર્થવાચના સાંભળતી વખતે અનુયોગદાતામાં રહેલા ગુણવિશેષને સામે રાખીને દ્વાદશાવર્તવંદન કરે છે. ત્યાર પછી ઉત્પન્ન થયેલા વિઘ્નના ક્ષય માટે અને અનુત્પન્ન=ભવિષ્યમાં થનારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org