________________
૪૨૨
ઉપસંપદા સામાચારી / ગાથા : ૭૯ કાર્યાતરથી ળો નાદો લાભ નથી. રણનીવિત્રરત્નજીવીને Mડવવારેf=ણૂલ વસ્ત્રના વ્યાપારથી શો નાદો શું લાભ ? અર્થાત્ કોઈ લાભ નથી. li૭૯iા ગાથાર્થ :
વળી અનુયોગદાયક આચાર્યને અનુયોગ આપવાના કાળમાં કાર્યાતરથી લાભ નથી. રત્નજીવીને સ્થૂલ કાપડના વ્યાપારથી શું લાભ? અર્થાત્ કોઈ લાભ નથી. II૭૯ll ટીકા:
अणुओग त्ति । अणुओगदायगस्स उ इति अनुयोगदायकस्य तु-अर्थव्याख्यानार्पकस्य तु, कालेअनुयोगवेलायां, कार्यान्तरेण तदतिरिक्तकार्येण, नो लाभ: नेष्टफलावाप्तिः । अत्र दृष्टान्तमाह-रत्नजीविन:रत्नैरिन्द्रनीलादिभिर्जीवति वृत्तिं करोतीति रत्नजीवी तस्य, कर्पटव्यवहारेण स्थूलवस्त्रव्यापारेण, को लाभ? न कोऽपीत्यर्थः, तत्राऽपरिनिष्णातत्वादुपेक्षाभावाच्चेति भावः । एवं चानुयोगं मुक्त्वा कार्यान्तरकरणे तस्याऽविवेक इत्युक्तं भवति, यो हि यत्राधिकारी स तमर्थमेव साधयन् विवेकी व्यपदिश्यत इति निगर्वः ।।७९ ।। ટીકાર્ચ -
‘ગુણોન ત્તિ’ | એ ગાથાનું પ્રતીક છે.
વળી અયોગદાયક અર્થનું વ્યાખ્યાન આપનારને, કાલે અનુયોગદાનના સમયે, કાર્યાતરથી= અનુયોગદાનથી અતિરિક્ત કાર્યથી, લાભ નથી ઈષ્ટફળની પ્રાપ્તિ નથી. અહીં=અર્થનું વ્યાખ્યાન આપનારને અનુયોગદાન સમયે કાર્યાતરથી લાભ નથી એમાં, દષ્ટાંતને કહે છે –
રત્નજીવીને જે ઈન્દ્રનીલાદિ રત્નોના વ્યાપાર વડે જીવે છે અર્થાત્ વૃત્તિને કરે છે એવા રત્નજીવીને, કાપડના વ્યાપારથી સ્થૂલ વસ્ત્રના વ્યાપારથી, શું લાભ ?=કોઈ લાભ નથી, એ પ્રમાણે અર્થ છે; કેમ કે તેમાં=કાપડના વ્યાપારમાં; અપરિતિષ્ણાતપણું છે અને ઉપેક્ષાભાવ છે, એ પ્રમાણે ભાવ=તાત્પર્ય છે. અને એ રીતે=દષ્ટાંત દ્વારા કહ્યું કે અનુયોગદાયકને અનુયોગકાળે કાર્યાતરથી કોઈ લાભ નથી એમ જે કહ્યું એ રીતે, અનુયોગને છોડીને કાર્યાતરને કરવામાં તેનો=અનુયોગદાતાનો, અવિવેક છે, એ કહેવાયેલું થાય છે; જે કારણથી જે જેમાં અધિકારી છે, તે તે અર્થને જ સાધતો વિવેકી કહેવાય છે, એ પ્રમાણે લિગર્વ=નિષ્કર્ષક છે. ૭૯.
* ‘સુનીતામિ' અહીં રિ’ થી સૂર્યકાંત મણિ આદિ અન્ય રત્નોનું ગ્રહણ કરવું. ભાવાર્થ:
અર્થના વ્યાખ્યાનમાં સમર્થ એવા આચાર્ય અનુયોગ આપવાના સમયે પોતાની શ્લેષ્માદિ પ્રકૃતિને કારણે તે કાર્યને છોડીને અન્ય કાર્ય કરે તો નિર્જરારૂપ ઈષ્ટફળની પ્રાપ્તિ થતી નથી, કેમ કે તે કાર્યમાં તેઓ કુશળ નથી. તેમાં દૃષ્ટાંત બતાવે છે કે – રત્નની પરખ કરનાર હોવાથી રત્નના વ્યાપારમાં નિપુણતા મેળવેલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org