SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૭૩ ૪૦૧ ઉત્સર્ગની અપેક્ષાએ બીજું પદ તે અપવાદ નામનું પદ. તેનાથી=અપવાદપદથી, વળી ઈતર પણ=બીજા વગેરે ભાંગાઓ પણ, શુદ્ધ છે. એ પ્રમાણે વિપરિણતનું=અશુદ્ધથી વિપરીત પરિણત એવો જે શુદ્ધ શબ્દ તેનું, અનુષંગ છે=જોડાણ છે. ‘વિ’ શબ્દ ઉપદર્શનમાં છે અને ‘તુ’ શબ્દ ‘પુનઃ’ અર્થમાં છે. અહીં=દ્વિતીય પદથી બીજા વગેરે ભાંગા પણ શુદ્ધ છે. તેમાં, હેતુને કહે છે જે કારણથી અવ્યવચ્છિત્તિ નિમિત્તે=પ્રવચનના અવિચ્છેદના હેતુથી, તે પણ=બીજા વગેરે ભાંગાઓ પણ, અનુજ્ઞાત છે=સિદ્ધાંતમાં ઉપસંપર્ માટે યોગ્યતારૂપે કહેવાયા છે. આવશ્યકનિયુક્તિની વૃત્તિની સાક્ષી ‘તવુ માવશ્યવૃત્તો' થી જણાવે છે ‘કૃતિ’ શબ્દ આવશ્યકનિયુક્તિની વૃત્તિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. પંચાશકની વૃત્તિમાં પણ કહેવાયું છે તે=બીજા ભાંગાઓ પણ અપવાદપદે સિદ્ધાંતની અવ્યવચ્છિત્તિના હેતુથી ઉપસંપર્ માટે યોગ્ય કહ્યા છે તે, આવશ્યકનિર્યુક્તિની ગાથા-૭૦૦ની વૃત્તિમાં=ટીકામાં, કહ્યું છે - “આવશ્યકનિર્યુક્તિ ગાથા૭૦૦માં જે પુનઃ શબ્દ છે, તેનો અર્થ વૃત્તિમાં કરતાં કહે છે કે, “પુનઃ શબ્દનું વિશેષણઅર્થપણું હોવાથી=વિશેષ અર્થ બતાવવા માટે હોવાથી, બીજા પદવડે=અપવાદ પદવડે, અવ્યવચ્છિત્તિ નિમિત્તે=પ્રવચનના અવિચ્છેદના હેતુથી, અન્ય પણ=પ્રથમ ભાંગા સિવાયના બાકીના ત્રણ ભાંગા પણ, જાણવા=ઉપસંપ ્ યોગ્ય જાણવા.” — — – “વળી શેષ=પ્રથમ સિવાયના ત્રણ ભાંગાઓ, શુદ્ધ છે, પરંતુ અપવાદ છે.” ‘કૃતિ’ શબ્દ પંચાશકના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. * ‘નિવૃતાડપિ’ અહીં ‘પિ’ થી આવશ્યકનિર્યુક્તિની સાક્ષીપાઠરૂપે આપેલ ગાથા-૭૦૦નો સમુચ્ચય છે. * ‘તરેડવિ=દ્વિતીયાવયોપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, પ્રથમ ભાંગો તો શુદ્ધ છે જ, બાકીના ત્રણ ભાંગાઓ પણ શુદ્ધ છે અને ‘વિ’ થી ત્રીજો-ચોથો ભાંગો ગ્રહણ કરવો. * તેઽપિ=દ્વિતીયાયોઽપિ અહીં બંને ‘પિ’ થી એ કહેવું છે કે, પ્રથમ ભાંગો તો શુદ્ધ જ, બાકીના ત્રણ ભાંગાઓ પણ શુદ્ધ છે અને ‘વિ’ થી ત્રીજો-ચોથો ભાંગો ગ્રહણ કરવો. Jain Education International * ‘પંચાશવૃત્તાવધ્યુ’ અહીં‘પિ’ થી આવશ્યકવૃત્તિનો સમુચ્ચય છે અર્થાત્ આવશ્યકનિર્યુક્તિમાં તો કહ્યું છે, પરંતુ પંચાશક ગ્રંથની વૃત્તિમાં પણ આ કહેવાયું છે. II૭૩॥ ભાવાર્થ: ઉપસંપદા સામાચારીના સંદિષ્ટ-અસંદિષ્ટ આદિ ચાર ભાંગાઓમાંથી ઉત્સર્ગથી પ્રથમ ભાંગો શુદ્ધ છે; કેમ કે ગુરુની આજ્ઞાનું સમ્યક્ પાલન થાય છે, અને ગુરુની આજ્ઞા અનુસાર સંદિષ્ટ ગુરુ પાસે જઈને ઉપસંપર્ સ્વીકા૨વાનું પોતાને જ્ઞાનાદિની વૃદ્ધિ કરવા રૂપ જે કાર્ય, તેનો નિર્વાહ થાય છે. અહીં વિશેષ એ છે કે, ગુરુની આજ્ઞા લઈને પ્રથમ ભાંગા પ્રમાણે ઉપસંપદા સામાચારી સ્વીકારે, આમ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy