________________
૩૪
સામાચારી પ્રકરણ | ગાથા : ૪-૫ પ્રકૃતિ કુંભ છે તેને “કાર” પ્રત્યય લાગ્યો, તેવું અહીં નથી. આથી જ ચૂર્ણિમાં ‘કાર' ને પ્રત્યય ન કહેતાં “કાર” એ શબ્દ છે તેમ કહ્યું. જો “કાર' ને પ્રત્યયરૂપ કહેવામાં આવે તો કારની જે પ્રકૃતિ હોય તેની સાથે તેનો અન્વય થઈ શકે. તેમ પ્રસ્તુતમાં ઈચ્છા, મિચ્છા અને તથા પછી “કારનો પ્રયોગ પ્રકૃતિરૂપે સ્વીકારીએ તો ઈચ્છા, મિચ્છા અને તથાનો સમાસ કરીને તેના પ્રત્યયરૂપે કારને સ્વીકારવો પડે, અને તેમ સ્વીકારીએ તો તેનો અન્વય ઈચ્છા આદિ ત્રણ પ્રકૃતિઓ સાથે થઈ શકે, પરંતુ કારની પ્રકૃતિથી અન્ય એવા આવશ્યકી અને નિષેધિકી આદિ સાથે “કાર'નો અન્વય થઈ શકે નહિ, અને ચૂર્ણિકારે તેનું દશવિધ સામાચારી સાથે યોજના કરેલ છે, તેથી ‘કાર’ એ પ્રત્યય નથી, પરંતુ પ્રયોગાંતર છે. ટીકા :
एवं चात्र कारशब्दोऽसमस्त एव द्रष्टव्यः, समस्तत्वे सर्वद्वारेष्वनन्वयप्रसङ्गात् । ટીકાર્ય :
અને આ રીતે=પૂર્વમાં જે રીતે કારને પ્રયોગાંતરરૂપે સ્થાપન કર્યો એ રીતે, અહીંયાં=દશવિધ સામાચારીને કહેનારા પ્રસ્તુત શ્લોકમાં, 'કાર' શબ્દ અસમસ્ત જ જાણવો=અસમાસરૂપ જ જાણવો; કેમ કે સમાસરૂપ હોય તો સર્વ દ્વારોમાં ‘કાર' શબ્દના અનવયનો પ્રસંગ આવે. ભાવાર્થ
પૂર્વમાં જે રીતે સ્થાપન કર્યું કે “કાર” શબ્દ કુંભકારની જેમ પ્રત્યયરૂપ નથી, પરંતુ સ્વતંત્ર પ્રયોગરૂપ છે, એ જ રીતે પ્રસ્તુત શ્લોકમાં “કાર” શબ્દ ઈચ્છા, મિચ્છા અને તથા સાથે સમાસરૂપે ગ્રહણ કરવાનો નથી તેમ કહે છે. જો સમાસરૂપે તેને ગ્રહણ કરવામાં આવે તો “કાર' (પ્રયોગ)નો અન્વય આ ત્રણ શબ્દો સાથે થઈ શકે, પણ સર્વ દ્વારોમાં થઈ શકે નહિ.
આશય એ છે કે, “કાર” શબ્દને જો પ્રત્યયરૂપે ન સ્વીકારીએ અને પ્રયોગાંતરરૂપ સ્વીકારીએ તો તેનો અન્વય બધા દ્વારોની સાથે થઈ શકે. આમ છતાં જો “કાર' શબ્દને ઈચ્છા, મિચ્છા અને તથાની સાથે સમાસરૂપે સ્વીકારવામાં આવે તો પ્રયોગાંતરરૂપ હોવા છતાં બધાં દ્વારો સાથે તેનો અન્વયે થઈ શકે નહિ. માટે બધાં દ્વારા સાથે અન્વય કરવા માટે “કાર” શબ્દ જેમ પ્રયોગાંતર છે એમ સ્વીકારવો આવશ્યક છે, તેમ ઈચ્છા, મિચ્છા અને તથા સાથે “કાર' શબ્દને અસમાસરૂપે પણ સ્વીકારવો આવશ્યક છે. ટીકા :
एवं चानेन सहाभेदान्वयायेच्छादिपदानां शब्दपरत्वं द्रष्टव्यम् । ટીકાર્ય :
અને એ રીતે=જેમ પૂર્વમાં સર્વ દ્વારો સાથે અન્વય કરવા માટે દેકાર' શબ્દનો પ્રયોગાતાર અને અસમાસરૂપે સ્વીકાર્યો એ રીતે, આની સાથે 'કાર' શબ્દની સાથે, (ઈચ્છાદિ દશ શબ્દનો) અભેદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org