________________
૨૭૧
આપૃચ્છા સામાચારી/ ગાથા : ૧૦ નિત્યત્વની હાનિ છેઃનિત્યકર્મ નથી.
પૂર્વપક્ષીની આવી આશંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, નિર્જરાની કામનામાત્રથી આપૃચ્છા સામાચારીના સેવનમાં નિત્યત્વની હાનિ થશે નહિ; કેમ કે કામના વિના કાર્યમાત્રમાં કોઈની પ્રવૃત્તિ થતી નથી. હવે નિર્જરાની કામનાથી આપૃચ્છા સામાચારીમાં પ્રવૃત્તિ છે એટલા માત્રથી જો તેને સકામ પ્રવૃત્તિ સ્વીકારશો, તો સાધુની સર્વ ક્રિયાને સકામ પ્રવૃત્તિ સ્વીકારવાનો પ્રસંગ આવશે, જ્યારે સાધુ નિષ્કામ પ્રવૃત્તિવાળા હોય છે, તેમ શાસ્ત્ર માને છે. તેથી અભિવૃંગલક્ષણ કામના વડે કરીને જ ક્રિયાને સકામરૂપે સ્વીકારવી જોઈએ, પરંતુ નિર્જરાની કામનામાત્રથી નહિ.
આશય એ છે કે, સાધુની સર્વ ક્રિયાઓ નિર્જરાની કામનાથી હોય છે, પરંતુ ભોગ પ્રત્યેની અભિવૃંગરૂપ કામનાથી હોતી નથી અને તેથી સાધુની ક્રિયા નિષ્કામ કહેવાય છે. સાધુ આત્માને વીતરાગ બનાવવાના અર્થે સંયમયોગમાં યત્ન કરે છે અને વીતરાગતાનો ઉપાય કર્મનિર્જરા છે, તેથી નિર્જરામાત્રના ઉપાય તરીકે કરાતી પ્રવૃત્તિને સકામ પ્રવૃત્તિ કહેવાય નહિ; પરંતુ ભોગનો રાગ જે ક્રિયામાં વર્તતો હોય તે પ્રકારના રાગથી કરાતી પ્રવૃત્તિ સકામ પ્રવૃત્તિ કહેવાય છે. આથી જે સાધુ ગુરુ આદિની પ્રશંસા કે પરલોકનાં ભોગસુખોને સામે રાખીને આપૃચ્છા સામાચારી પાલન કરતા હોય, તો તે સાધુની આપૃચ્છા સામાચારીને સકામ પ્રવૃત્તિ કહી શકાય; પરંતુ જે સાધુ વીતરાગતાની પરિણતિને પ્રગટ કરવા માટે યત્ન કરતા હોય અને વીતરાગતાની પરિણતિના ઉપાયરૂપ નિર્જરાના આશયથી ક્રિયામાં પ્રવૃત્તિ કરતા હોય, તેટલા માત્રથી તે ક્રિયાને સકામ પ્રવૃત્તિ કહી શકાય નહિ, પરંતુ નિષ્કામ એવી વીતરાગતાની પરિણતિનું કારણ હોવાથી નિષ્કામ પ્રવૃત્તિ કહેવાય છે.
અહીં કહ્યું કે કામના વગર કાર્યમાત્રમાં પ્રવૃત્તિની અનુપત્તિ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, ભગવાન વીતરાગ થયા પછી ઉપદેશ આદિની પ્રવૃત્તિ કરે છે, ત્યાં પણ કામના છે એમ માનવું પડે; કેમ કે કામના વિના કાર્યમાત્રમાં પ્રવૃત્તિ થઈ શકે નહિ. ત્યાં પ્રશ્ન થાય કે, વીતરાગને તો કોઈ ઈચ્છા નથી, તો કામના છે તેમ કેમ કહી શકાય ?
તેનું સમાધાન એ છે કે, વીતરાગને ફળની ઈચ્છાવાળી ઈચ્છા નથી, પરંતુ ઉચિત કૃત્ય કરવાનો પરિણામ છે; જે રાગાત્મક નથી, તો પણ ઈચ્છાત્મક છે; કેમ કે જ્ઞાન, ઈચ્છા અને પ્રવૃત્તિ એ પ્રમાણેનો ક્રમ છે. ઉત્થાન –
પૂર્વમાં સ્થાપન કર્યું કે, નિર્જરાની કામનાથી કરવા છતાં આપૃચ્છા સામાચારીને નિત્યકર્મ સ્વીકારવામાં કોઈ આપત્તિ નથી, ત્યાં ૩થ’ થી શંકા કરતાં કહે છે – ટીકા :__अथ नित्याऽकरणस्य प्रत्यवायहेतुत्वे तत्करणात् पूर्वमकरणस्य नियतत्वात् प्रत्यवायापत्तिरिति चेत् ? न, नित्यकरणकालस्यैवाकरणसहायस्य तद्धेतुत्वादिति दिग् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org