________________
૨૭૦.
આપૃચ્છા સામાચારી | ગાથા : ૫૦. નિત્યકર્મના દરેક અંગમાં લેશ પણ આળસ ન કરવી જોઈએ, પરંતુ શક્તિના અતિશયથી પરમ યત્ન કરવો જોઈએ.
અહીં નિત્યકર્મના અકરણમાં કર્મબંધનો પ્રસંગ છે, માટે અલ્પ પણ વિધિના વિષયમાં આળસ ન કરવી જોઈએ, એમ કહેવાથી એ ફલિત થયું કે, આપૃચ્છા સામાચારી નિત્યકર્મ છે, તેથી સાધુના સંયમની - મર્યાદાના મૂળરૂપ આપૃચ્છા સામાચારી છે. એ વાતને સામે રાખીને અવતરણિકામાં કહ્યું કે, હવે મર્યાદામૂળપણા વડે તેનું આપૃચ્છા સામાચારીનું સમર્થન કરે છે.
અહીં મર્યાદામૂળ એટલે સંયમ જીવનની એ મર્યાદા છે કે કોઈ પણ કાર્ય કરવું હોય તો ગુણવાન ગુરુને પરતંત્ર થઈને કરવું જોઈએ.” આથી ગુણવાન એવા ગુરુને પરતંત્ર થવાના અધ્યવસાયમાં અનન્ય બીજભૂત એવી આપૃચ્છા સામાચારી છે અને તે મર્યાદાનું પાલન કરવાથી ગુણવાન ગુરુનું પાતંત્ર્ય સ્થિર રહે છે. ઉત્થાન :
વૈદિક દર્શનવાળાની માન્યતા છે કે, નિત્યકર્મનું કોઈ ફળ નથી, પરંતુ નિત્યકર્મ ન સેવવામાં આવે તો પ્રત્યવાયની પ્રાપ્તિ છેઃકર્મબંધરૂપ અનર્થની પ્રાપ્તિ છે. તેથી ફળના અર્થે કરાતું કર્મ નિત્યકર્મ બને નહીં, પરંતુ જે નિષ્કામ કર્મ હોય તે નિત્યકર્મ છે. આપૃચ્છા સામાચારી તો નિર્જરાની કામનાથી સાધુઓ સેવે છે, તેથી વૈદિક દર્શનની માન્યતા પ્રમાણે વિચારીએ તો આપૃચ્છા સામાચારીને નિત્યકર્મ કહી શકાય નહિ. આ પ્રકારની શંકાનું નિવારણ કરીને નિત્યકર્મ પણ નિર્જરાની કામનાથી થાય છે, આમ છતાં નિષ્કામ છે તે બતાવવા માટે કહે છે – ટીકા :
न च निर्जराकामनामात्रेणाऽस्य नित्यत्वहानिः, कामनां विना कार्यमात्र एव प्रवृत्त्यनुपपत्त्या कर्ममात्रस्य काम्यत्वप्रसङ्गात्, तस्मादभिष्वङ्गलक्षणकामनयैव काम्यत्वं कर्मणो नेच्छामात्रेणेति बोध्यम् । ટીકાર્ય :
નિર્જરાની કામનામાત્રથી=ઈચ્છામાત્રથી, આની=આપૃચ્છા સામાચારીરૂપ કર્મની, નિત્યત્વની હાનિ છે, એમ ન કહેવું; કેમ કે કામના વિતા=કોઈ પણ ફળની પ્રાપ્તિની ઈચ્છા વિના, કાર્યમાત્રમાં જ પ્રવૃત્તિની અનુપમતિ હોવાથી, કર્મમાત્રના સાધ્વાચારની સર્વ ક્રિયાના, કાખ્યત્વનો પ્રસંગ છે. તે કારણથી= સાધ્વાચારની સર્વ ક્રિયાના કામ્યત્વનો પ્રસંગ છે તે કારણથી, અભિવૃંગલક્ષણ કામના વડે જ કર્મનું કાખ્યત્વ છે, ઈચ્છામાત્રથી નહિ. એ પ્રમાણે જાણવું. ભાવાર્થ :
આપૃચ્છા સામાચારીને નિત્યકર્મ કહેવાથી પૂર્વપક્ષી શંકા કરે છે કે, આપૃચ્છા સામાચારી સાધુઓ નિર્જરાની કામનાથી કરે છે, તેથી તેને નિત્યકર્મ સ્વીકારી શકાય નહિ; કેમ કે કામનાથી નિત્યકર્મમાં પ્રવૃત્તિ હોતી નથી, પરંતુ કર્મબંધરૂપ અનર્થના પરિહાર માટે હોય છે. આથી કામનાથી થતી આપૃચ્છા સામાચારીમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org