________________
૨૬૦
આપૃચ્છા સામાચારી / ગાથા : ૪૭-૪૮ પંચાશક-૧૨, ગાથા-૨૭-૨૮નો ગાથાર્થ -
જેને વિધિ પૂછી છે તે ગુરુ, અથવા જેની પાસે વિધિ સમજવા માટે ગુરુએ નિર્દેશ કરેલ છે તે, વિધિના જાણનારા છે. તેથી કરીને તે બંનેમાંથી કોઈ પણ વડે વિધિનું પ્રતિપાદન ક્રાય છતે આપૃચ્છકને વિધિનું જ્ઞાન થાય છે. તેથી “ગુરુ વડે અથવા જિનેશ્વરો વડે આ સારી રીતે જોવાયું છે' - એ પ્રકારનું શિષ્યને પોતાને જ્ઞાન થવાથી “ગુરુ કે જિન જ આપ્ત છે' - એ પ્રકારની રુચિ થાય છે, અને તે રુચિ પ્રશસ્ત અધ્યવસાય છે અને આપૃચ્છા કરીને તે કાર્યમાં પ્રવર્તમાનને તે પ્રશસ્ત અધ્યવસાય વિMવિઘાતક એવું મંગલ છે. ||ર૭ી
ઈષ્ટની સિદ્ધિ છે જેનાથી એવા અનુબંધવાળો આપૃચ્છક પાપક્ષય અને પુણ્યના બંધથી, ધન્ય છે. આ રીતે જ સુગતિ અને ગુરુના લાભથી સર્વસિદ્ધિ છે. ર૮II૪૮ ભાવાર્થ :
“ો વિહિપાયા’ સાધુ પોતાની દરેક પ્રવૃત્તિ કરતાં પહેલાં ગુરુને પૂછે છે ત્યારે તેને ગુરુ સ્વયં વિધિ બતાવે છે અથવા વિધિજ્ઞાતા એવા અન્ય પાસેથી વિધિ જાણવા માટે શિષ્યને કહે છે. તેથી તે બંને વિધિજ્ઞાતા છે.
‘તસાદifમ તન્ના,TUT' તે વિધિજ્ઞાતા ગુરુને કે ગુરુનિર્દિષ્ટ અન્યને, શિષ્ય જ્યારે વિધિ પૂછે છે, ત્યારે તે વિધિજ્ઞાતા તેને વિધિનું પ્રતિપાદન કરે છે, અને તે રીતે વિધિનું પ્રતિપાદન કરાય છતે શિષ્યને તે પ્રવૃત્તિવિષયક વિધિનું જ્ઞાન થાય છે. “સુયં તિ સન્ની ડિવત્ત’ આ રીતે વિધિવિષયક ગુરુ પાસેથી ઉપદેશ મળવાથી શિષ્યને થાય છે કે, “અહો ! આ જિનેશ્વરોનું કે ગુરુનું કેવું સુંદર જ્ઞાન છે કે જેમાં સમગ્ર જીવોના રક્ષણ માટેની આટલી સૂક્ષ્મ યતના છે !” તેથી આ પ્રકારના સમ્યગુ જ્ઞાનથી ગુરુ કે જિન આપ્ત છે, એ પ્રકારની શિષ્યને રુચિ થાય છે. એ રુચિ શિષ્યનો શુભ અધ્યવસાય છે. “સુદમાવો મંતં તત્થ’ આ પ્રમાણે શિષ્યનો ‘ગુરુ કે જિન આપ્ત છે' એ પ્રકારનો શુભભાવ, તે ક્રિયાની સમાપ્તિમાં મંગલરૂપ છે, જેના કારણે શિષ્ય પરિપૂર્ણ વિધિપૂર્વક તે સંયમની ક્રિયા સમાપ્ત કરી શકે છે, કોઈ વિઘ્નો તેની પ્રવૃત્તિમાં બાધા કરવા સમર્થ થતાં નથી.
‘રૂકૃપસિદ્ધપુવંધો ... સબૈક્ષિત્તિ’ આ રીતે વિધિપૂર્વક સંયમયોગમાં સાધુ સુદૃઢ યત્ન કરે તો તેનાથી પાપનો ક્ષય અને પુણ્યનો બંધ થાય છે. તેના કારણે અન્ય ભવમાં ઈષ્ટપ્રસિદ્ધિના અનુબંધવાળો એવો તે સાધુ ધન્ય બને છે અર્થાતુ અન્ય ભવમાં પોતાના ઈષ્ટની સિદ્ધિ કરી શકે તેવા પ્રવાહવાળો પુણ્યશાળી તે સાધુ બને છે, અને તેના કારણે બીજા ભવમાં ઉત્તમ મનુષ્યભવરૂપ સુગતિની અને ગુણવાન એવા ધર્માચાર્યની કે તીર્થકરની પણ પ્રાપ્તિ થાય છે. અને આ રીતે જ=ઈષ્ટસિદ્ધિરૂપ શુભ સંતાન પ્રાપ્ત થાય છે એ રીતે જ, સર્વસિદ્ધિ થાય છે અર્થાત્ સર્વ કાર્યોની નિષ્પત્તિ થાય તેવું અંતિમ ફળ મોક્ષ પણ પ્રાપ્ત થાય છે.
પંચાશકની આ બંને ગાથા દ્વારા સાધુઓની સર્વ ક્રિયાઓ કઈ રીતે ઉચિત યોગરૂપ છે અને ઉચિત યોગ કઈ રીતે નિયમો મોક્ષનો સાધક બને છે, તે અર્થથી આપૃચ્છા સામાચારીથી જણાય છે. એ રીતે દરેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org