________________
૨૫૪
આપૃચ્છા સામાચારી | ગાથા : ૪૭-૪૮ * ‘ત્યાઘામોત્તે’ અહીં ‘વિ’ થી જે વસ્ત્રધોવનાદિની વિધિ બતાવી તેના અવશેષ ભાગનો સમુચ્ચય છે. * ‘તદ્ધોવનેઽપિ’ અહીં ‘પિ’ થી સૂત્રવિષયક વિધિથી તે વસ્ત્ર ધોવાનો સમુચ્ચય છે.
* ‘વસ્ત્રધોવનારો’ માં ‘વિ’ થી શિષ્યની અન્ય ઉચિત પ્રવૃત્તિનો સમુચ્ચય છે.
* ‘વિધિવોધેડપિ’ માં ‘વિ’ થી વિધિપૂર્વકની પ્રવૃત્તિનો સમુચ્ચય કરવાનો છે અર્થાત્ વિધિપૂર્વકની પ્રવૃત્તિથી તો વિઘ્નનો નાશ થાય છે, પરંતુ વિધિબોધમાં પણ થતા શુભભાવથી વિઘ્નનો નાશ થાય છે, તેનો ‘પિ’ થી સમુચ્ચય કરે છે.
* ‘આન્તરાતિવિઘ્નાનુત્પાવચાપીવમુપતક્ષાં’ માં ‘પિ’ થી વિઘ્નનાશનો સમુચ્ચય છે.
* ‘રિનિનિવયસોરોપિ’ માં ‘વિ’ થી અબલવાન વિઘ્નનો સમુચ્ચય છે.
ભાવાર્થ:
ગુરુને વસ્ત્ર ધોવાની ક્રિયાવિષયક શિષ્ય આપૃચ્છા કરે છે ત્યારે શાસ્ત્રવિધિના જાણકાર એવા ધર્માચાર્ય માત્ર તેને વસ્ત્ર ધોવાની અનુજ્ઞા આપતા નથી, પરંતુ “આગમમાં બતાવેલ વિધિપૂર્વક તું વસ્ત્ર ધો” - એમ કહી વિધિ બતાવે છે. તેનું તાત્પર્ય સ્પષ્ટ કરતાં ‘યં ભાવઃ’ થી કહે છે
-
ન
જ્યારે શિષ્ય ગુરુને વસ્ત્રધોવનાદિ વિષયક આપૃચ્છા કરે, ત્યારે શિષ્યની આપૃચ્છાથી જો ગુરુને જણાય કે આ વસ્ત્રધોવનાદિની ક્રિયા શિષ્યની રત્નત્રયીની વૃદ્ધિનું કારણ છે, તો શિષ્યને વસ્ત્ર ધોવાની આજ્ઞા આપે. આમ છતાં શિષ્યને વસ્ત્ર ધોવાની વિધિમાં હજુ સ્પષ્ટ બોધ ન હોય તો, અવિધિથી વસ્ત્ર ધોવામાં પણ શિષ્યને ઈષ્ટસાધનતાનું જ્ઞાન થાય. અર્થાત્ “હું મારા ક્ષયોપશમ પ્રમાણે શાસ્ત્રવિધિથી નિરપેક્ષ વસ્ત્ર ધોઈશ, તેનાથી પણ મારા સંયમની વૃદ્ધિ થશે.” એ પ્રકારનો અજ્ઞાનને કારણે બોધ થાય. પરંતુ શિષ્યની આ પ્રવૃત્તિ ગુરુને અનર્થફળવાળી જણાય છે. તેથી શિષ્યની પણ નિર્જરાના અર્થી એવા ગુરુ તે અનિષ્ટના નિવારણ માટે વિધિપૂર્વક વસ્ત્રધોવનાદિ વિષયક શિષ્યની પ્રવૃત્તિમાં સ્વઈષ્ટપણાનું પ્રતિસંધાન કરીને તે પ્રકારે શિષ્યની પ્રવૃત્તિ કરાવવા અર્થે વિધિજ્ઞાપન કરે છે, અને તે વિધિજ્ઞાપન માટે ગુરુ શાસ્ત્રમાં કહેલ વસ્ત્ર ધોવા વિષયક સંપૂર્ણ યતના તેને બતાવે છે, અને તે બતાવ્યા પછી “તું આ પ્રકારે વિધિપૂર્વક વસ્ત્ર ધો” – એ પ્રકારે અનુજ્ઞા આપે છે. અને આ પ્રકારે વિધિને બતાવવાથી શિષ્યને વિધિવિષયક શાબ્દબોધ થાય છે અને શિષ્યને જેમ વિધિવિષયક શાબ્દબોધ થાય છે, તેમ શિષ્યમાં યોગ્યતા હોવાને કારણે તે વિધિને સાંભળીને શિષ્યને ભગવાનના વચનમાં તીવ્ર શ્રદ્ધા થાય છે કે, ભગવાને સાધુને વસ્ત્ર ધોવાની વિધિમાં પણ સકલ જીવના અનુપઘાતની કેટલી ચિંતા કરી છે ! જેથી વસ્ત્રધોવનાદિ નાની ક્રિયામાં પણ આટલી યતનાઓ બતાવે છે ! અને તેના કારણે ભગવાનના વચનમાં જે ઓઘ રુચિ હતી તે તીવ્ર બને છે, અને તે તીવ્ર રુચિના ઉપયોગથી જીવનો પ્રશસ્ત અધ્યવસાય પ્રગટે છે અર્થાત્ ‘આ વિધિપૂર્વક હું આ ક્રિયા કરીને ભગવાનની આજ્ઞા અનુસાર નિર્જરાફળને પામું,’ એ પ્રકારનો પ્રશસ્ત અધ્યવસાય થાય છે, અને તેના કારણે વસ્ત્ર ધોવાની ક્રિયામાં પ્રતિબંધક એવા કર્મનો ક્ષય થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org