________________
૨૫૧
આપૃચ્છા સામાચારી/ ગાથા : ૪૭-૪૮
() ઉક્ત નિવેદનવિરહિત=નિજ હિતકાર્યની પ્રતિજ્ઞાના નિવેદનથી વિરહિત, ક્રિયામાત્રમાં આપૃચ્છા સામાચારીનો વ્યવહાર નથી.
આશય એ છે કે, કોઈ સાધુ ધર્માચાર્યને સ્વહિતકાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન કર્યા વિના સંયમની વૃદ્ધિની કારણભૂત એવી ક્રિયા વિધિપૂર્વક કરે તો પણ તેમાં આપૃચ્છા સામાચારીનો વ્યવહાર નથી.
તપૂર્વક પૂર્વમાં આપૃચ્છા સામાચારીનું લક્ષણ કર્યું તે લક્ષણથી લક્ષિત આપૃચ્છાપૂર્વક, કરાયેલ કાર્ય, આગળમાં કહેવાશે તે રીતે સાધુને માટે હિતકર છે. અહીં મૂળ ગાથામાં ‘તપૂર્વક જ' એવો સાવધારણ પ્રયોગ નથી, પરંતુ બધાં વાક્યો અવધારણ સહિત હોય છે, એ પ્રકારનો ન્યાય છે. તેથી પ્રસ્તુતમાં પણ ગુરુની આપૃચ્છાપૂર્વક કરાતું જ હિતકાર્ય શ્રેયરૂપ છે, અન્યથા નહીં; એમ સાવધારણ સમજવું; કેમ કે ગુરુની આપૃચ્છા ન કરવામાં આવે તો ભગવાનની આજ્ઞાવિરાધનારૂપ દોષની પ્રાપ્તિ થાય છે.ll૪૬ અવતરણિકા -
अथ यया परिपाट्याऽऽप्रच्छनापूर्वककर्मणि हितमुत्पद्यते तामेव परिपाटी दर्शयति - અવતરણિકાર્ય :
હવે આપૃચ્છાપૂર્વક કાર્યમાં જે પરિપાટીથી જે ક્રમથી, હિત પેદા થાય છે, તે જ પરિપાટીને ક્રમને, બતાવે છે – ભાવાર્થ -
નિર્જરાનો અર્થ સાધુ ગુરુને પૂછીને પોતાનું હિતકાર્ય કરે, આમ છતાં માત્ર ક્રિયા કરવાથી હિતની પ્રાપ્તિ થતી નથી, પણ જે ક્રમથી હિતની પ્રાપ્તિ થાય છે અને તે હિત ક્રમસર મોક્ષમાં વિશ્રાંત પામે છે, તે વાત બે ગાથામાં બતાવે છે.
ગાથા :
जेण गुरू विहिणाया दाएइ विहिं खु तस्स आणाए । तत्तो विहिपडिवत्ती सुहभावा तत्थ विग्घखओ ।।४७ ।। तत्तो इट्ठसमत्ती तयणुबंधो अ पुण्णपावखया । सुगइगुरुसंगलाभा परमपयस्सवि हवे लद्धी ।।४८ ।।
છાયા :
येन गुरुर्विधिज्ञाता दर्शयति विधिं खलु तस्याऽऽज्ञायाम् । ततो विधिप्रतिपत्तिः शुभभावात्तत्र विघ्नक्षयः ।।४७।।
तत इष्टसमाप्तिस्तदनुबंधश्च पुण्यपापक्षयात् । सुगतिगुरुसंगलाभात्परमपदस्यापि भवेल्लब्धिः ।।४८ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org