SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ નૈષેરિકી સામાચારી/ ગાથા : ૪૫ ૨૪૭ પ્રતિજ્ઞા છે અને તેનાથી “પ્રતિજ્ઞાનો ભંગ અનિષ્ટનું સાધન છે,” એ પ્રકારનો ભીરુતાનો અધ્યવસાય પ્રગટે છે. તે અધ્યવસાયથી પ્રતિજ્ઞાને પ્રતિકૂળ પ્રવૃત્તિનું નિવર્તન થાય છે અને પ્રતિજ્ઞાને અનુકૂળ પ્રવૃત્તિમાં દૃઢ યત્ન થાય છે અને તેનાથી જીવમાં ક્ષયોપશમભાવ ઉલ્લસિત થાય છે. તેથી પ્રતિજ્ઞા પરંપરાએ ક્ષયોપશમભાવના ઉલ્લાસ દ્વારા તે ભાવની વૃદ્ધિ કરનારી એવી ક્રિયામાં વિશ્રાંત થાય છે. પ્રસ્તુત ગાથામાં દઢ પ્રયત્નપૂર્વક કરાયેલી ક્રિયા તે ભાવની વૃદ્ધિ કરનારી છે,” એમ કહેલ છે, પણ આ ભાવ પરમપદનું કારણ છે એમ કહેલ નથી. તોપણ અર્થથી એ સમજવાનું છે કે, જીવમાં વર્તતો ક્ષાયોપથમિક ભાવ ઉત્તરોત્તર ક્ષાયિકભાવને પામીને પરમપદનું કારણ બને છે, જ્યારે ક્રિયા તો ભાવની વૃદ્ધિ કરવા માટે નિમિત્તકારણ માત્ર છે, પરંતુ બાહ્ય રીતે ક્રિયા સાક્ષાત્ પરમપદમાં પર્યવસાન પામતી નથી. ‘આવશ્યલ્ટીતિ’ ‘આવશ્યકી” એ પ્રકારના વચનપ્રયોગરૂપ પ્રતિજ્ઞાનું ફળ પણ આ જ દિશાથી ભાવન કરવું જોઈએ એમ કહ્યું, તેનો આશય એ છે કે, મુનિ “આવશ્યકી' પ્રયોગ કરીને ઉચિત એવી ભિક્ષાટનાદિ ક્રિયા કરવા અર્થે વસતિથી બહાર જાય છે ત્યારે, “આ “આવશ્યકી” એ પ્રતિજ્ઞાવચન છે અને તે પ્રતિજ્ઞાભંગથી મને અનિષ્ટ થશે,” એવો ભીરુતાનો અધ્યવસાય તેને જાગૃત થાય છે, અને તેથી “હું અવશ્ય કાર્ય માટે જાઉં છું,’ એવી પ્રતિજ્ઞાના વચનના બળથી તે મુનિ નિર્જરા માટે કારણ બને એવા અવશ્ય કાર્યને માટે જે પ્રકારનો યત્ન અપેક્ષિત છે, તે પ્રકારના દઢ યત્નને “આવશ્યકી’ પ્રયોગ કર્યા પછી નિષ્ઠા સુધી પ્રવર્તાવે છે. તેથી આવશ્યકી ક્રિયાકાળ દરમ્યાન ક્ષયોપશમભાવ વધતો હોય છે અને તેથી તે ક્રિયા ક્ષયોપશમભાવની વૃદ્ધિ કરે તેવા પરિણામવાળી બને છે, તેથી તે ક્રિયા નિર્જરારૂપ ફળનું કારણ બને છે. જે સાધુઓ ‘આવશ્યકી” અને “નૈષધિકી' પ્રયોગ કર્યા પછી પ્રતિજ્ઞાના ભંગમાં ભીરુતાના અધ્યવસાયને ધારણ કરતા નથી અને ક્રિયાની સમાપ્તિમાત્રમાં યત્ન કરે છે, તેઓની તે ક્રિયા ઔદયિકભાવવાળી બને છે, તેથી કર્મબંધનું કારણ બને છે. ગાથામાં મની પછી ‘વ’ કાર અર્થમાં ‘’ છે. તેનાથી એ સમુચ્ચય કરવાનો છે કે, દઢ યત્નપૂર્વક કરાયેલી ક્રિયા જે તદ્ભાવની વૃદ્ધિને કરનારી છે, તેની તત્કૃદ્ધિ ક્ષાયિકભાવ સુધી ફળવાળી છે. તેથી ગાથામાં ક્ષાયિકભાવ સુધી ફળવાળી છે તેનો સમુચ્ચય ‘વ’ કારથી થાય છે. I૪પા Tો રૂતિ ચાવિશારવિરચિતે સામાવારીકરને નથી સમાપ્તા (મર્થતા) II TI આ પ્રકારે=પાંચમી નૈષેલિકી (નિશીહિ) સામાચારી ગાથા-૪૧ થી ૪પ સુધી વર્ણન કરી એ પ્રકારે, ન્યાયવિશારદ વિરચિત સામાચારી પ્રકરણમાં નૈષધિથી સામાચારી અર્થથી સમાપ્ત થઈ. પિII નૈષેલિકી સામાચારી સમાપ્ત - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy