________________
૨૪૨
નષેરિકી સામાચારી, ગાથા : ૪૪ વૈષધિતીથી પર:=પ્રકૃષ્ટ, યત્ન થાય છે; જે કારણથી ત્યારે ધ્યાન કરવાના કાળમાં, મનોયોગના અતિશયશાળી પ્રયત્ન વિના ધ્યાનનો સંભવ નથી. શેનાથી આ વૈષધિતીથી સ્થિર થવામાં પ્રકૃષ્ટ યત્ન થાય છે એ, સિદ્ધ છે? એથી કરીને કહે છે - અનિષિદ્ધની અનિરુદ્ધ અસવ્યાપારવાળાની, વૈષેલિકી વાણીમાત્ર છેનિરર્થક વાણી છે, એ પ્રકારનું વચન હોવાથી (વૈષધિકીથી પ્રકૃષ્ટ પ્રયત્ન થાય છે તે સિદ્ધ છે).
* “મનામાવેનાપ' માં “પ” થી જિનગૃહપ્રવેશાદિનો સમુચ્ચય કરવાનો છે. ભાવાર્થ:
પૂર્વપક્ષીએ શંકા કરેલી કે જિનગૃહાદિમાં પ્રવેશ કરીને જિનવંદનાદિ ક્રિયામાં ‘નિસીહિ' પ્રયોગથી ભગવાનની ભક્તિમાં દઢ પ્રયત્ન થાય છે, કેમ કે ‘નિસાહિ’ શબ્દના સ્મરણને કારણે જ પાપવ્યાપારનો નિષેધ થાય છે અને ભગવદ્ભક્તિમાં થતા પ્રમાદનો નિષેધ થાય છે; પરંતુ ઉપાશ્રયમાં ધ્યાનથી રહેવાનું છે ત્યારે ‘નિસીહિ' પ્રયોગથી કોઈ યત્નનો ઉત્કર્ષ થતો નથી. તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે કે, ધ્યાનરૂપે વસતિમાં રહેવાની પ્રવૃત્તિમાં પણ નૈષધિતીથી પ્રકૃષ્ટ યત્ન થાય છે, કારણ કે મનોયોગના અતિશય યત્ન વિના ધ્યાન થઈ શકે નહિ. તેથી સાધુ વસતિમાં જ્યારે ધ્યાન કરવા બેસે ત્યારે ઉપયોગપૂર્વક “નિસીહિ' પ્રયોગથી ધ્યાનમાં યત્નાતિશર્ય થાય છેકેમ કે શાસ્ત્રકારો કહે છે કે, “નિસાહિ” પ્રયોગ કરીને જે સાધુ નિરુદ્ધ બનતો નથી, તેનો ‘નિસીહિ'નો પ્રયોગ વાણીમાત્ર છે. તેથી જે સાધુને આ શાસ્ત્રવચનનું સ્મરણ છે, તે સાધુ જેમ “નિસીહિ' પ્રયોગમાં યત્ન કરે છે, તેમ ‘નિસીહિ' પ્રયોગ કર્યા પછી આત્માને નિરુદ્ધ કરવા પણ યત્ન કરે છે. તેથી ઉપયોગપૂર્વક નિસીહિ' બોલનાર સાધુ અવશ્ય નિરુદ્ધ થવા પણ યત્ન કરે અને નિરુદ્ધ થયેલો આત્મા ધ્યાનમાં સુદઢ મનોયોગને પ્રવર્તાવી શકે છે. વળી ‘નિસીહિ' પ્રયોગપૂર્વક ધ્યાનમાં યત્ન કરવાથી ધ્યાનનો સંભવ છે અને “નિસહિ” પ્રયોગ વિના ધ્યાનમાં યત્ન કરવાથી તે રીતે આત્મા નિરુદ્ધ ન બને તો ધ્યાન થાય નહીં, માટે ધ્યાનમાં દૃઢ યત્ન ઉલ્લસિત કરવા નિરીહિ'નો પ્રયોગ ઉચિત છે.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, ધ્યાનમાં રહેવા માટે મનોયોગનો અતિશય પ્રયત્ન ‘નિસહિ” પ્રયોગથી થાય છે, માટે વસતિમાં ધ્યાનાર્થે પણ નિશીહિ પ્રયોગ ઉચિત છે. તેનો ભાવ સ્પષ્ટ કરે છે – ટીકા -
__अयं भावः-साधोः संयमयोगे दृढप्रयत्नं विना क्षणमपि स्थातुमननुज्ञानात् तेथा तिष्ठतः शुद्धैव न नैषेधिकी, दृढप्रयत्नेनावस्थाने पुनरिष्टमेव, सहकारिसंपन्नया तयाफलजनने विलम्बाऽभावात् । अत एवैतत्पालनाय स्वाध्यायाद्यशक्तानां 'आयावयंतिगिम्हेसु' इत्याद्युद्यमो भणितः । व्यक्तं चैतद्यतिदिनचर्यायाम् ।।४४ ।।
ટીકાર્ય :
આ ભાવ છે=આ તાત્પર્ય છે: સાધુને સંયમયોગમાં દઢ પ્રયત્ન વિતા ક્ષણ પણ રહેવા માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org