________________
૨૧
આવશ્યકી સામાચારી / ગાથાઃ ૩૮ ભાવાર્થ :
અહીં પંચાશકના સાક્ષીપાઠમાં બતાવ્યું કે, “વચનમાત્ર નિર્વિષય છે અને મૃષા હોવાથી દોષ છે” એટલા કથનથી એ કહ્યું કે, માત્ર આવશ્યકીનો પ્રયોગ તે નિરર્થક છે, અનર્થકારી છે અને વચનમાત્રરૂપ છે, પરંતુ આવશ્યક સામાચારીરૂપ નથી.
આ કથનથી એ નક્કી થયું કે, “આવશ્યકી” એ પ્રયોગ ભાવ આવશ્યકી તો નથી, પરંતુ દ્રવ્યઆવશ્યકી પણ નથી; કેમ કે જે દ્રવ્ય આવશ્યકીના સેવનથી ભાવિમાં ભાવઆવશ્યકી થવાની સંભાવના હોય, તેના હેતુરૂપે જો તે ક્રિયા બનતી હોય, તો તેને દ્રવ્યઆવશ્યકી કહી શકાય. અને જે વ્યક્તિ આવશ્યકીનાં સર્વ અંગોથી રહિત માત્ર “આવશ્યકી’ એટલો પ્રયોગ કરે છે, ત્યાં ઘણા દોષો હોવાને કારણે તે આવશ્યકી’ પ્રયોગથી ભાવિમાં પણ ભાવ આવશ્યકીનો સંભવ નથી, માટે તેની “આવશ્યકી” એ પ્રકારના વચનરૂપ ક્રિયા દ્રવ્યઆવશ્યક પણ નથી; કેમ કે દ્રવ્ય આવશ્યકી ક્રિયા પણ ગુણવિશેષથી વ્યંગ્ય છે.
આશય એ છે કે, જે સાધુને ભાવઆવશ્યકી પ્રત્યે બદ્ધ રાગ છે, આમ છતાં અનાદિભવઅભ્યસ્ત પ્રમાદ હોવાના કારણે “આવશ્યકી” પ્રયોગ કર્યા પછી પણ આવશ્યક સામાચારીનાં બધાં અંગોમાં પૂર્ણ યત્ન કરતા નથી, તોપણ આવશ્યક સામાચારીના કોઈક અંગોમાં કંઈક યત્ન પણ કરે છે અને પરિપૂર્ણ સર્વ અંગોમાં યત્ન કરવાની રુચિ પણ ધારણ કરે છે, એવા સાધુની ત્રુટિત એવી આવશ્યકી ક્રિયા ભાવઆવશ્યકીનું કારણ છે; કેમ કે તેની ત્રુટિઓ નિરનુબંધ દોષવાળી છે. તેથી અભ્યાસના અતિશયથી ક્રમસર તે ત્રુટિઓ ઓછી થશે અને એક દિવસ તે ભાવઆવશ્યકીનું કારણ પણ બનશે. પરંતુ જેઓ માત્ર આવશ્યકી પ્રયોગ બોલવાનું શીખ્યા છે, તેઓની ક્રિયા તો અપ્રધાન અર્થક દ્રવ્યપદને આશ્રયીને આ દ્રવ્યઆવશ્યક છે એમ કહી શકાય, પરંતુ મોક્ષના કારણભૂત એવી ભાવઆવશ્યકીનું કારણ બને તેવી દ્રવ્યઆવશ્યક છે એમ કહી શકાય નહિ. અને અપ્રધાનઅર્થક દ્રવ્ય આવશ્યકી મૃષાવાદરૂપ હોવાના કારણે કર્મબંધનું કારણ છે, પરંતુ નિર્જરાનું કારણ નથી.
અહીં વિશેષ એ છે કે, આવશ્યક સામાચારીનાં સર્વ અંગોથી પૂર્ણ એવો આવશ્યકી પ્રયોગ કોઈ સાધુ કરતા હોય તો તેની આવશ્યક સામાચારી ભાવઆવશ્યક બને છે. અને આવશ્યક સામાચારીના કોઈપણ અંગમાં લેશ પણ યત્ન ન હોય, માત્ર “આવશ્યકી” એટલો પ્રયોગ કરે છે, તેઓની આવશ્યક સામાચારી અપ્રધાન દ્રવ્યઆવશ્યક સામાચારી' છે; અને જે જીવો ભાવઆવશ્યક સામાચારીનું સ્વરૂપ સાંભળીને તે પ્રકારે કરવાના અભિલાષવાળા છે, આમ છતાં અતિ પ્રમાદી સ્વભાવને કારણે “આવશ્યકી' પ્રયોગ કર્યા પછી આવશ્યકી સામાચારીનાં અંગોમાં કોઈ યત્ન કરતા નથી, તો પણ અંતરંગ પરિણતિથી શુદ્ધ આવશ્યકી સામાચારી કરવાનો પક્ષપાત પડ્યો હોય, તો કંઈક ભાવના લેશથી યુક્ત એવી આવશ્યક સામાચારી છે, તેથી તે “પ્રારંભિક કક્ષાની પ્રધાન દ્રવ્યઆવશ્યકી સામાચારી છે. અને જેમ જેમ એ આવશ્યક સામાચારીનાં અંગોમાં યતના વધે છે, તેમ તેમ ભાવાંશો વધતા જાય છે, અને પરિપૂર્ણ શુદ્ધ સામાચારીની પૂર્વભૂમિકાવાળી યત્કિંચિત્ ત્રુટિવાળી સામાચારી સુધી દ્રવ્યભાવનું મિશ્રણ હોય છે, તે સર્વ આવશ્યક સામાચારી ‘તરતમતાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org