________________
સામાચારી પ્રકરણ ભાગ-૧ | પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
સામાચારી પ્રકરણ' ગ્રંથ શબ્દશઃ વિવેચન ભાગ-૧ના પદાર્થોની
- સંક્ષિપ્ત સંકલના
સાધુજીવન સંપૂર્ણ નિરવદ્ય આચારરૂપ છે, જે આચારના પાલનથી જીવ ક્રમસર રાગાદિનો ઉચ્છેદ કરીને વીતરાગ થાય છે. સાધુની તે આચરણા એ “સામાચારી' છે, તેના ત્રણ ભેદો છે :
૧. ઓઘ સામાચારી, ૨. દશવિધ સામાચારી અને ૩. પદવિભાગ સામાચારી.
ઓઘ સામાચારી એટલે સાધુને પ્રતિદિનકર્તવ્યરૂપ પડિલેહણ આદિ ઉચિત ક્રિયાઓરૂપ સામાચારી, દશવિધ સામાચારી એટલે ઈચ્છાકાર આદિ દશ સામાચારી અને પદવિભાગ સામાચારી એટલે ઉત્સર્ગપદ અને અપવાદપદને બતાવનારી સામાચારી.
પ્રસ્તુત ગ્રંથમાં દશવિધ સામાચારી બતાવેલ છે, જેનું સમ્યનું પાલન કરીને ભગવાન વીતરાગ-સર્વજ્ઞ બન્યા. તેથી ગ્રંથકારે વીર ભગવાનની સ્તુતિરૂપે પ્રસ્તુત ગ્રંથમાં દશવિધ સામાચારીનું વર્ણન કરેલ છે. (૧) ઈચ્છાકાર સામાચારી :
સાધુ કોઈપણ કૃત્ય પ્રાયઃ કોઈની પાસે કરાવે નહિ. વિશેષ લાભ જણાય ત્યારે પોતાનું કૃત્ય બીજાની પાસે કરાવે ત્યારે પણ તે કૃત્ય કરાવતી વખતે બીજાને સહેજ પણ પીડા ન થાય તદ્અર્થે “તું ઈચ્છાપૂર્વક મારું આ કાર્ય કર” એ પ્રકારે વચનપ્રયોગથી અન્ય પાસે પોતાનું કાર્ય કરાવે, જેથી બલાભિયોગથી પરને કાર્ય કરાવવાના કારણે થતા કર્મબંધનો અભાવ પ્રાપ્ત થાય, તેમ જ તેની ઈચ્છાપૂર્વક પાર પાસેથી કાર્ય કરાવવું તે ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી નિર્જરાનું કારણ પણ બને છે. વળી, સાધુ કોઈનું કાર્ય કરી આપે ત્યારે પણ ઈચ્છાકાર સામાચારીના પાલન અર્થે “હું આ તમારું કાર્ય ઈચ્છાપૂર્વક કરું છું” – એમ કહે. તેથી કાર્ય કરાવનાર અને કાર્ય કરનાર બન્નેને આશ્રયીને ઈચ્છાકારના પ્રયોગપૂર્વક કાર્ય કરાવવું કે કાર્ય કરવું, એ ઈચ્છાકાર સામાચારી છે. (૨) મિચ્છાકાર સામાચારી :
સાધુ હંમેશાં મનથી, વચનથી કે કાયાથી કોઈપણ પ્રવૃત્તિ કરે તે પૂર્વે ભગવાનના વચનનું સ્મરણ કરીને, પોતાની ભૂમિકા પ્રમાણે ભગવાનના વચન અનુસાર જે ઉચિત અનુષ્ઠાન હોય તે અનુષ્ઠાનમાં યત્ન કરે, અને તે અનુષ્ઠાન પણ શાસ્ત્રવિધિના સ્મરણપૂર્વક પ્રારંભથી માંડીને નિષ્ઠા સુધી વિધિપૂર્વક કરવા પ્રયત્ન કરે. આમ છતાં અનાદિભવઅભ્યસ્ત પ્રમાદ હોવાના કારણે પ્રવૃત્તિમાં કોઈ નાની પણ સ્કૂલના થઈ હોય તો તેનાથી બંધાયેલા પાપના નિવારણ માટે મિચ્છાકાર સામાચારીનું પાલન કરે છે, જેના પાલનથી સંયમજીવનમાં લાગેલા દોષોની શુદ્ધિ થાય છે અને સંયમ નિરતિચાર બને છે.
| મિથ્યાકાર સામાચારી એટલે સંયમની ઉચિત આચરણા કરતાં થયેલી સ્કૂલનાને યાદ કરીને પાપના પરિણામનો ધ્વંસ થાય તે રીતે અત્યંત ઉપયોગપૂર્વક પાપ પ્રત્યે જુગુપ્સા પેદા કરાવવા માટે કરાતો યત્ન. જે ભાવથી પાપ થયું હોય તેના કરતાં પ્રકર્ષવાળો પરિણામ મિથ્યાકાર સામાચારીના પાલનમાં થાય તો પાપ અવશ્ય નાશ પામે; અને થયેલા પાપના નાશ માટે વિશેષ પ્રકારનો શાબ્દબોધ કરાવવા અર્થે “
મિચ્છા મિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org