________________
૧૦૪
ઈચ્છાકાર સામાચારી | ગાથા : ૧૯ કેમ કે પુદ્ગલપરિણામરૂપ તેનું=દ્રવ્યદાનનું, સ્વને=દાન આપનાર વ્યક્તિને, અનુપકારકપણું છે, એ પ્રમાણે નિશ્ચયનયના વિચારના અવસરમાં ‘અધ્યાત્મમતપરીક્ષા' ગ્રંથમાં અમારા વડે વિસ્તારથી કહેવાયું છે.
તે કારણથી=નિશ્ચયનયની સામગ્રીમાં દ્રવ્યદાન નિવેશ પામતું નથી તે કારણથી, આવે અભિપ્રેત કરીને=ભાવદાનથી પૂર્ણ નિર્જરા પ્રાપ્ત થાય છે એને અભિપ્રેત કરીને, નિર્યુક્તિકાર વડે આવશ્યકનિર્યુક્તિમાં શ્લોક-૬૮૧માં કહેવાયું છે.
“વૈયાવચ્ચમાં અભ્યસ્થિત, શ્રદ્ધાપૂર્વક કાર્ય કરવાની ઈચ્છાવાળા, અદીનમનવાળા એવા તપસ્વીને નિર્જરાનો લાભ જ થાય છે.”
‘ત્તિ’ઉદ્ધરણની સમાપ્તિમાં છે. II૧૯॥
નોંધ :- આવશ્યકનિર્યુક્તિના ઉદ્ધરણમાં ‘વૈયાવઘ્ને’ ના સ્થાને ‘સંનમનોપ્’ શબ્દ છે.
ભાવાર્થ:
નિશ્ચયનય નિર્જરારૂપ કાર્ય પ્રત્યે અંતરંગ પરિણામને કારણ માને છે, બાહ્ય ક્રિયાને નહિ. તેથી જે સાધુ ઉચિત વિવેકપૂર્વક વૈયાવચ્ચ અર્થે ઈચ્છાકાર કરીને ગોચરી માટે વિધિપૂર્વક ગયેલ છે, આમ છતાં નિર્દોષ ભિક્ષા ન મળવાના કારણે ભિક્ષા લાવ્યા વિના પાછો ફરે છે અને અદીનભાવથી પોતાના કરાયેલા કૃત્ય પ્રમાણે સંતોષવાળો છે, તે સાધુને નિર્જરાને અનુકૂળ ભાવદાનનો પરિણામ છે, તેથી તેના ભાવદાનથી તેને નિર્જરારૂપ ફળ થાય છે; અને તે નિર્જરારૂપ ફળ પ્રત્યે નિશ્ચયનયની દૃષ્ટિથી દ્રવ્યદાનનો કારણરૂપે પ્રવેશ થતો નથી, કેમ કે દ્રવ્યદાન એ પુદ્ગલને લાવવાની અને આપવાની ક્રિયા હોવાથી પુદ્ગલનો પરિણામ છે, તે નિર્જરારૂપ કાર્યમાં જીવને ઉપકારક નથી, પરંતુ જીવે વિવેકપૂર્વક વૈયાવચ્ચ માટે જે ઉચિત કૃત્ય કર્યું અને તેનાથી થયેલ પોતાનો પરિણામ તે નિર્જરા પ્રત્યે કારણ છે. એ વાત ગ્રંથકાર વડે નિશ્ચયનયના વિચારના અવસરમાં ‘અધ્યાત્મમતપરીક્ષા' ગ્રંથમાં વિસ્તારથી કહેલ છે અને તેની પુષ્ટિ કરવા માટે નિર્યુક્તિની ગાથા કહી. તેનો આશય એ છે કે, જે સાધુ વૈયાવચ્ચ કરવામાં અત્યુત્થિત હોય અને “હું આ મહાત્માની વૈયાવચ્ચ કરીને નિર્જરાફળને પામું,” એ પ્રકારની રુચિવાળો છે અને તેના કારણે વૈયાવચ્ચ ક૨વાની ઈચ્છાવાળો છે, તેવા અદીનમનવાળા તપસ્વીને નિર્જરાનો લાભ જ થાય છે. આ કથનથી એ પણ નક્કી થાય છે કે, વૈયાવચ્ચ માટે સર્વ ઉચિત યત્ન જેણે કર્યો છે અને ગોચરી નહિ મળવાના કારણે દ્રવ્યદાન થયું નથી, તો પણ પોતાના પૂર્ણ ઉચિત ભાવને કારણે સાધુને નિર્જરાનું ફળ મળે છે. ૧૯
।। इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे इच्छाकारः समाप्तोऽर्थतः । ।
આ પ્રકારે=પ્રથમ ઈચ્છાકાર સામાચારી ગાથા-૧૪ થી ૧૯ સુધી વર્ણન કરી એ પ્રકારે,
ન્યાયવિશારદ વિરચિત ‘સામાચારી પ્રકરણ'માં ઈચ્છાકાર સામાચારી અર્થથી સમાપ્ત થઈ.
Jain Education International
* ઈચ્છાકાર સામાચારી સમાપ્ત
For Personal & Private Use Only
www.jainelibrary.org