________________
33
Uશિક્ષાવિંશિકા. ગ્રહણ કર્યા પછી અર્થ ગ્રહણ કરવાનો છે. તે અર્થ ગ્રહણ કરવામાં સંયમના ભાવપર્યાયના યોગથી યત્ન કરવાનો છે કે જેથી તે અર્થ જીવમાં સમ્યગુ પરિણામ પામે. તે આગમોના અર્થગ્રહણમાં પણ આનુપૂવ સાચવવાની છે, અર્થાત્ ક્રમસર દરેક આગમોનો અર્થ ગ્રહણ કરવાનો છે પણ ક્રમને ઉલ્લંઘીને નહીં.
અવતરણકા:
પૂર્વમાં સૂત્રગ્રહણની અને અર્થગ્રહણની વિધિ બતાવી. હવે સૂત્ર અને અર્થને સમ્યક પરિણમન પમાડવા માટે ઉચિત વિધિને બતાવે છે -
मंडलिनिसिज सिक्खाकि इकम्मुस्सग्ग वंदणं जिट्टे । उवओगो संवेगो ठाणे पसिणो य इच्चाइ ॥१०॥ मण्डलिनिषद्या शिक्षाकृतिकर्मोत्सर्गः वन्दनं ज्येष्ठे । उपयोग: संवेगः स्थाने प्रश्नश्चेत्यादि ॥१०॥
અqયાર્થ:
મંતિનિસિઝ માંડલીમાં બેસવું, નિષઘા-ગુરુનું આસન સ્થાપન કરવું, સિવણા અક્ષઃસ્થાપનાચાર્યનું સ્થાપન, મુિસા કૃતિકર્મ=ગુરુને દ્વાદશાવર્ત વંદન, ઉત્સર્ગઃઇરિયાવહિયાપૂર્વક શ્રુતગ્રહણાર્થે કાયોત્સર્ગ નિદે વંm એવા અનુભાષકને વંદન વગોનો ઉપયોગ વાચના કાળમાં સૂત્ર અને અર્થમાં ઉપયોગ રાખવો, સંવે સંવેગપૂર્વક સૂત્ર અને અર્થનું ગ્રહણ ય અને સાથે પતિનો સ્થાને પ્રશ્ન પૂછવો ફળ્યા; ઇત્યાદિ સૂત્રગ્રહણમાં વિધિ છે.
એક અહીં “” “રકાર અર્થમાં છે અને એનો સંબંધ “મંતિનિસિગ આદિ સર્વ કૃત્યોના સમુચ્ચય માટે છે.
ગાથાર્થ:
માંડલીમાં બેસવું, ગુરુનું આસન સ્થાપન કરવું, સ્થાપનાચાર્યનું સ્થાપન, ગુરુને દ્વાદશાવર્ત વંદન, ઈરિયાવહિયાપૂર્વક શ્રુતગ્રહણાર્થે કાયોત્સર્ગ કરવો, જ્યેષ્ઠ એવા અનુભાષકને વંદન, વાચના કાળમાં સૂત્ર અને અર્થમાં ઉપયોગ, સંવેગપૂર્વક સૂત્ર અને અર્થનું ગ્રહણ અને સ્થાને પ્રશ્ન પૂછવો ઇત્યાદિ સૂત્રગ્રહણમાં વિધિ છે. II૧૨-૧૦ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org