________________
૧૮૭
સિદ્ધવિભકિતવિંશિકા] ભવમાં વર્તતી અવસ્થાના ભેદથી છે.
ગાથાર્થ:
એકસિદ્ધ અને અનેકસિદ્ધ થાય છે. એક સમયમાં એક સિદ્ધ થાય તો એકસિદ્ધ કહેવાય છે અને એક સમયમાં અનેક સિદ્ધ થાય તો તે અનેકસિદ્ધ કહેવાય છે.
(પંદર ભેદો કહ્યા પછી આ પંદર પ્રકારના જીવો સિદ્ધિ કેવી રીતે પામે છે અને તેઓના પંદર પ્રકારના ભેદો કઇ રીતે છે, તે બતાવતાં કહે છે )
આ પંદર પ્રકારના જીવોને શ્રેગી પ્રાપ્ત થાય છે, પછી કેવળજ્ઞાન થાય છે અને પછી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વળી પૂર્વમાં બતાવાયેલા પંદર ભેદો ભવના ભેદથી છે= છેલ્લા ભવમાં વર્તતી અવસ્થાના ભેદથી છે.
ભાવાર્થ:
પહેલી ગાથામાં કહ્યું હતું કે ચરમ શરીરાદિની અપેક્ષાએ સિદ્ધના પંદર ભેદો પડે છે. તે સિદ્ધના જીવોનું છ પ્રકારે વિભાજન કરતાં પંદર ભેદો પ્રાપ્ત થાય છે. જે આ પ્રમાણે
(A) ૧. તીર્થસિદ્ધ ૨. અતીર્થસિદ્ધ (B) ૩. તીર્થંકરસિદ્ધ ૪. અતીર્થંકરસિદ્ધ (C) ૫. સ્વયંબુદ્રસિદ્ધ ૬. પ્રત્યેકબુદ્ધસિદ્ધ ૭. બુદ્ધબોધિતસિદ્ધ (D) ૮. સ્ત્રીલિંગસિદ્ધ ૯. પુરુષલિંગસિદ્ધ ૧૦. નપુંસકલિંગસિદ્ધ (E) ૧૧. સ્વલિંગસિદ્ધ ૧૨. ગૃહિલિંગસિદ્ધ ૧૩. અન્યલિંગસિદ્ધ (F) ૧૪. એકસિદ્ધ ૧૫. અનેકસિદ્ધ.
ગાથા - ૫ ના પૂર્વાર્ધ સુધી સિદ્ધના પંદર ભેદો બતાવ્યા અને હવે ઉત્તરાર્ધમાં સિદ્ધના પંદર ભેટવાળા જીવો સિદ્ધિ કેવી રીતે પામે છે તે બતાવે છે. તે પંદર પ્રકારના જીવોને પ્રથમ ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થાય છે, તેનાથી કેવળજ્ઞાન થાય છે અને ભવની સમાપ્તિ થવાથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે શ્રેણી, કેવળજ્ઞાન અને સિદ્ધિ આ પ્રકારનો ક્રમ બધાના માટે છે, તો સિદ્ધના પંદર ભેદો કઈ અપેક્ષાએ છે? તેથી કહે છે કે ચરમભવની અવસ્થાના ભેદથી સિદ્ધના આ પંદર ભેદો છે, પરંતુ સિદ્ધમાં વર્તતી અવસ્થાને આશ્રયીને આ પંદર ભેદો નથી. ૧૯-૨/3/૪/પી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org