________________
7 યોગવિંશિકાઇ
૧૪૮
માટે આવું અનુષ્ઠાન મહામૃષાવાદસ્વરૂપ કહેવાય છે. આ ઉપરાંત કોઇ સામાન્ય સ્થાન સંબંધી વિપરીત બોલવું કે વિચારવું એ મૃષાવાદસ્વરૂપ છે, પરંતુ ધર્મસ્થાનમાં લોકોત્તર સૂત્રો દ્વારા પ્રતિજ્ઞા કંઇક કરવી અને આચરણ કંઇક કરવું એ તો મહામૃષાવાદસ્વરૂપ છે.
જે જીવ સ્થાનાદિમાં સમ્યગ્ યત્ન કરે છે પણ મોક્ષાર્થક અનુષ્ઠાન વિપરીત ફળની આશંસાથી કરે છે એનો વિપરીત આશય કહેવાય. વિપરીત આશયથી કરાયેલ ચૈત્યવંદન મહામૃષાવાદસ્વરૂપ તો છે જ, પરંતુ વિપરીત ફળ આપવા દ્વારા તે મૃષાવાદનો અનુબંધ પણ ચલાવે છે. આમ, પરિણામે તે સંસારની વૃદ્ધિનું કારણ બને છે. તેથી જ જેઓનો સ્થાનાદિમાં લેશ પણ યત્ન નથી તેવા જીવોને ચૈત્યવંદનસૂત્ર આપવા યોગ્ય નથી. તે કારણથી યોગ્ય જીવોને જ ચૈત્યવંદન સૂત્રનું પ્રદાન કરવું જોઇએ. II૧૭-૧૨
૪
અવતરણિકા:
પૂર્વની ગાથાના ઉત્તરાર્ધમાં બતાવ્યું કે ચૈત્યવંદનનાં સૂત્રો કોને પ્રદાન કરવાં જોઇએ. એથી ચૈત્યવંદનનાં સૂત્રો આપવા યોગ્ય કોણ છે? એ પ્રકારની આશંકાને સામે રાખીને કહે
છે -
जे देसविरइजुत्ता जम्हा इह वोसिरामि कार्य ति । सुव्वइ विरईए इमं ता सम्मं चिंतियव्वमिणं ॥ १३॥ ये देशविरतियुक्ता यस्मादिह व्युत्सृजामि कायमिति । श्रूयते विरत्यैतत्तत्सम्यक् चिन्तयितव्यमिदम् ૫૬૩૫
અન્વયાર્થ:
ને વેસવિનુત્તા જે દેશવિરતિયુક્ત છે. (તે ચૈત્યવંદન કરવા માટે યોગ્ય છે). નમ્ના જે કારણથી વોસિરામિ ાયં તિ હું કાયાને વોસિરાવું છું, એ પ્રમાણે હ્ર અહીં=ચૈત્યવંદન સૂત્રમાં મુખ્વર્ સંભળાય છે (અને) મં વિન્ફ્રે આ-ચૈત્યવંદન સૂત્રમાં હું કાયાને વોસિરાવું છું એવું જે સંભળાય છે એ, વિરતિ હોતે છતે (સંભવે છે) તા તે કારણથી ફળ સમાં ચિંતિયત્વમ્ આ=દેશવિરતિયુક્ત જ ચૈત્યવંદનના અધિકારી છે, એ સમ્યગ્ ચિંતવન કરવું જોઇએ.
ગાથાર્થ:
જે દેશવિરતિયુક્ત છે તે ચૈત્યવંદન કરવા માટે યોગ્ય છે. (આવું કેમ? તેનો ઉત્તર આપતાં કહે છે કે-) જે કારણથી “હું કાયાને વોસિરાવું છું” એવું કથન ચૈત્યવંદન સૂત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org